National

દિલ્હી-NCRમાં ફરીથી ભૂકંપના જોરદાર આંચકા, ત્રણ દિવસમાં બીજી વખત ધરતી ધ્રૂજી

નવી દિલ્હી: દિલ્હી-NCRમાં (Delhi-NCR) ભૂકંપના (Earthquake) જોરદાર આંચકા અનુભવાયા છે. આના થોડા દિવસો પહેલા પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તાજેતરના ડેટા અનુસાર છેલ્લા ચાર દિવસમાં બીજી વખત પૃથ્વી ધ્રૂજી છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આ ભૂકંપનું કેન્દ્ર પણ નેપાળ (Nepal) હતું. દિલ્હી ઉપરાંત ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપ સાંજે 4:18 કલાકે આવ્યો હતો.

આ પહેલા શુક્રવારે મોડી રાત્રે પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ રાત્રે 11.32 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું.

આંકડાઓ અનુસાર નેપાળમાં છેલ્લા 11 મહિનામાં 4 થી વધુની તીવ્રતાના 70 થી વધુ ભૂકંપ આવ્યા છે. તેમાંથી 5ની તીવ્રતાના 13 ભૂકંપ આવ્યા હતા. છ ભૂકંપ રિક્ટર સ્કેલ પર 6 કે તેથી વધુ તીવ્રતાના હતા. 22 ઓક્ટોબરે આવેલા 6.1 તીવ્રતાના ભૂકંપને કારણે કાઠમંડુમાં 20 મકાનોને નુકસાન થયું હતું. વર્ષ 2015માં આના કરતા પણ ખરાબ ભૂકંપ આવ્યો હતો.

Most Popular

To Top