Entertainment

સારા અલી ખાન કે સારા તેંદુલકર, કોણ છે શુભમન ગિલની ગર્લફ્રેન્ડ?

મુંબઇ: હાલ ચાલી રહેલા વર્લ્ડ કપ વચ્ચે શુભમન ગિલ અને સારાના રિલેશનશિપની ચર્ચા થઇ રહી છે. ત્યારે કોફી વિથ કરણ (Coffee With Karan) સીઝન 8 ત્રીજા એપિસોડમાં (Episode) સારા અલી ખાન (Sara Ali Khan) અને અનન્યા પાંડે (Ananya Pandey) જોવા મળશે. જેનો પ્રોમો કરણે પોતાના ઇંસ્ટાગ્રામ (Instagram) એકાઉંટ ઉપર શેર કર્યો હતો. પ્રોમો (Promo) રીલીઝ થતાં જ ઘણા ખુલાસાઓ થતાં જોવા મળી રહ્યા છે. અહીં સારા અને અનન્યાએ પોતાના અંગત જીવન વિશે વાત કરી હતી. જેમાં શુભમન ગિલની ગર્લફ્રેન્ડ વિશે પણ ખુલાસાઓ થયા છે.

મળતી માહિતી મુજબ શોના હોસ્ટ કરણ જોહરે સારાને તેના બોયફ્રેન્ડ વિશે પૂછ્યું હતુ. ત્યારે સારાએ કહ્યુ કે, ‘આખી દુનિયા ખોટી સારા વિશે વાાત કરી રહી છે.‘ આ સાથે જ તેણે શુભમન ગિલના સચિન તેંદુલકરની દિકરી સારા તેંદુલકર સાથેના સંબંધ તરફ ઇશારો કર્યો હતો.

સારા અને અનન્યાએ ડેટિંગની અફવાઓ ઉપર કર્યા ખુલાસા
જ્યારે કરણે સારાને તેની શુભમન ગિલ સાથે ડેટિંગની ‘અફવાઓ’ વિશે પૂછ્યું ત્યારે અભિનેત્રીએ જવાબ આપ્યો, “તમે ખોટી સારા સમજી ગયા છો. ‘સારા કા સારા દુનિયા ગલત સારા કે પીછે પડા હૈ‘. ત્યારબાદ કરણે અનન્યાને પૂછ્યું કે તેણીના રિલેશનશિપની શું અપડેટ છે? ત્યારે સારાએ કહ્યું હતું કે અનન્યા પાસે ‘ધ નાઈટ મેનેજર’ છે. જણાવી દઇયે કે આ વેબ સિરીઝમાં આદિત્ય રોય કપૂર લીડ રોલમાં છે. જેથી સ્પષ્ટ થાય છે કે અનન્યા અને આદિત્ય રોય કપૂર રિલેશનશિપમાં છે.

“સારા અને અનન્યાની કોફી વિથ કરણની જર્ની
સારાએ 2018માં સિઝન 6 સાથે KWKમાં ડેબ્યુ કર્યો હતો. તે તેના પિતા અને અભીનેતા સૈફ અલી ખાન સાથે સેલિબ્રિટી ચેટ શોના એક એપિસોડમાં દેખાયી હતી. ત્યારબાદ તેણીએ પોતાના કરિયરની શરૂઆત અઠવાડિયા બાદ રિલિઝ થયેલી રોમેન્ટિક ફિલ્મ કેદારનાથ સાથે કરી હતી. જેમાં તેણી સ્વર્ગસ્થ સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળી હતી.

ત્યારબાદ ગત વર્ષે સારા કોફી વિથ કરણ સીઝન7 માં કોફી કાઉચ ઉપર અભિનેત્રી જાહ્નવી કપૂર સાથે જોવા મળી હતી. અનન્યા સૌપ્રથમવાર 2019માં કરણ જોહર દ્વારા હોસ્ટ કરાયેલા આ શોમાં જોવા મળી હતી. કોફી વિથ કરણ સીઝન 6માં અનન્યા તેની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યર 2ની રિલીઝ પહેલા ટાઈગર શ્રોફ અને તારા સુતરિયા સાથે જોવા મળી હતી. 2019માં રિલિઝ થયેલી આ ફિલ્મમાં અનન્યાએ બોલિવૂડમાં ડેબ્યુ કર્યો હતો. આ સાથે જ અનન્યા અને અભિનેતા વિજય દેવેરાકોંડાએ કોફી વિથ કરણ સીઝન 7ના ચોથા એપિસોડમાં કોફી કાઉચમાં હાજરી આપી હતી.

Most Popular

To Top