National

દિલ્હીમાં યમુના કિનારેથી 2 બાળકોના મૃતદેહ મળ્યા, રાજસ્થાનથી ત્રણ માસૂમોનું અપહરણ કરાયું હતું

રાજસ્થાનના (Rajasthan) અલવર જિલ્લાના ભિવાડીમાંથી 15 ઓક્ટોબરે અપહરણ (Kidnapping) કરાયેલા ત્રણ સગીર ભાઈઓમાંથી બેની મંગળવારે દિલ્હીમાં હત્યા (Murder) કરવામાં આવી હતી. દિલ્હી પોલીસ અને રાજસ્થાન પોલીસના સંયુક્ત સર્ચ ઓપરેશન (Search Operation) દરમિયાન દિલ્હીના (Delhi) મહેરૌલી વિસ્તારના જંગલોમાં (Jungle) બે બાળકોના મૃતદેહ (Dead Body) મળી આવ્યા છે. મૃતક બાળકોની ઉંમર 7 વર્ષ અને 5 વર્ષની આસપાસ છે. રાજસ્થાનના 3 બાળકોનું અપહરણ કરીને દિલ્હી લાવવામાં આવ્યા હતા. પોલીસ (Police) અધિકારીએ જણાવ્યું હતું કે ત્રીજો કિશોર સુરક્ષિત છે અને હાલમાં તે નવી દિલ્હીના લાજપત નગર સ્થિત બાળ ગૃહમાં છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

  • દિલ્હીના મહેરૌલીમાં બે બાળકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે
  • રાજસ્થાનના 3 બાળકોનું અપહરણ કરીને દિલ્હી લાવવામાં આવ્યા હતા
  • શાકભાજી વેચનારના ત્રણ પુત્રોનું અપહરણ કરવામાં આવ્યું હતું
  • અપહરણકર્તાઓની નિશાનીના આધારે બે બાળકોના મૃતદેહ મળી આવ્યા
  • હત્યા કરી અને મૃતદેહ યમુના પાસે ફેંકી દેવાયા હતા

શાકભાજી વેચનારના ત્રણ પુત્રોનું અપહરણ કરવામાં આવ્યું હતું
ભીવાડીના પોલીસ અધિક્ષક શાંતનુ કુમારે જણાવ્યું કે 15 ઓક્ટોબરની સાંજે 13 વર્ષીય અમન, 8 વર્ષીય વિપિન અને 7 વર્ષીય શિવ (શાકભાજી વિક્રેતા જ્ઞાન સિંહના પુત્રો)નું અલવરના ભીવાડીમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓ બાળકોને દિલ્હી લઈ ગયા અને રવિવારે જ્ઞાન સિંહને 8 લાખ રૂપિયાની ખંડણી માટે બોલાવવામાં આવ્યા જ્યારે બાળકો રડવા લાગ્યા તો આરોપીઓએ તેમની હત્યા કરી અને મૃતદેહ યમુના પાસે ફેંકી દીધા હતા.

દિલ્હીમાં યમુના પાસે 2 મૃતદેહ મળ્યા, ત્રીજાની શોધ ચાલુ
દરમિયાન પોલીસે સોમવારે રાત્રે ખંડણી માંગેલા મોબાઈલ નંબરના આધારે આરોપીઓને ટ્રેસ કરીને કસ્ટડીમાં લીધા હતા. રાજસ્થાન પોલીસ અપહરણકર્તાઓને લઈને દિલ્હી પહોંચી હતી અને અપહરણકારોના સ્થળ પરથી બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપી મહાવીર તેલી અને મંઝા કુશવાહાએ બાળકોની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. તેમની માહિતી પર મંગળવારે દિલ્હીમાં યમુના પાસે બે મૃતદેહ મળી આવ્યા હતા અને ત્રીજાની શોધ ચાલી રહી છે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સાચી માહિતી મળશે.

બંને અપહરણકર્તાઓ ડ્રગ્સના વ્યસની છે
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ બિહારના છે અને ભીવાડીમાં પીડિત પરિવારના ઘર પાસે રહેતા હતા. પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ નશાના વ્યસની છે. તેમાંથી એક નાની દુકાન ચલાવે છે જ્યારે બીજો ફેક્ટરીમાં કામ કરે છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Most Popular

To Top