Dakshin Gujarat

નવરાત્રિ દરમ્યાન પિતા સાસરે રોકાયા, ચાલવા નીકળ્યા અને બાળકીનું કમકમાટીભર્યું મોત થઈ ગયું

ધરમપુર : ધરમપુર (Dharampur) તાલુકાના ખાડા ભવાડા રોડ ઉપર માર્ગનીની બાજુમાં ચાલતી બાળકીને પીક અપ વાન (Van) ચાલકે અડફેટમાં લેતાં ગંભીર ઇજા થતાં લોહી લુહાણ હાલતમાં ખાનગી વાહનમાં સરકારી હોસ્પિટલ (Hospital) ખાતે લઈ જતાં સારવાર દરમ્યાન બાળકીનું કરુણ મોત (Death) નિપજ્યું હતું. ઘટના અંગેની જાણ બાળકીના પિતાએ પોલીસ મથકમાં કરતા પોલીસે વઘુ તપાસ હાથ ધરી છે.

વાસંદાના જુજ ગામના વચલા ફળીયા ખાતે રહેતાં વિજય અમરત જાદવ નવરાત્રી દરમિયાન પોતાના સાસરે મહેમાન તરીકે આવ્યા હતાં ને રોકાઈ જતાં વિજય જાદવ પત્ની ગૌરવી બેન તથા બન્ને દિકરીઓ તેમજ સાળી હિના બેન જમીને રાત્રે 11 વાગ્યે ઘરની બાજુમાં ચાલવા માટે નીકળ્યા હતા. તેજ અરસામાં પીક અપ વાન નં- એમ.એચ. 15 જે.વી.બી. 8843ના ચાલક નિતીન મધુરકર ઝીરવાલે ગફલત ભરી રીતે હંકારી રોડની નીચે સાઈટમાં ચાલતી પિયાશી વિજય જાદવ (ઉ.4)ને અડફેટમાં લેતાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. તેને તાત્કાલિક ખાનગી વાહનમાં સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાઈ હતી. જ્યાં સારવાર દરમ્યાન બાળકીનું કરુણ મોત નિપજ્યું હતું. જે અંગેની ફરિયાદ બાળકીના પિતા વિજય અમરત જાદવએ ધરમપુર પોલીસ મથકે નોંધાવતા પોલીસ વધુ તપાસ કરી રહી છે.

લસકાણા-ખોલવડ રોડ પર મોપેડ અને બાઇક અથડાતાં આધેડનું મોત
કામરેજ: લસકાણા ખોલવડ જતા રોડ પર મોપેડ અને મોટરસાઇકલ સામસામે અથડાતાં મોપેડસવાર આધેડનું મોત નીપજ્યું હતું. મૂળ ભાવનગરના જેસર ગામના વતની અને હાલ સુરતના કામરેજના ખોલવડ ગામે અમૃતકુંજ સોસાયટીમાં ફ્લેટ નં.203માં રહેતા અને સુરત રત્ન કલાકાર તરીકે કામ કરતા 50 વર્ષીય અશોક રાઘવ હીરપરા મોપેડ લઈને બુધવારે કારખાનેથી મોપેડ નં.(જીજે 5 એનકે 5627) પર ઘરે આવતાં સાંજે 7.30 કલાકે લસકાણાથી ખોલવડ જતા રોડ પર સામેથી આવતી બાઇક નં.(જીજે 05 એસડી 0601) સવાર અરવિંદભાઈનું બાઇક અને મોપેડ સામસામે અથડાતાં અશોકભાઈને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરતાં સારવાર દરમિયાન ગુરુવારે મોત નીપજ્યું હતું. જે અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top