Dakshin Gujarat

ડાંગમાં ભરઉનાળે વરસાદ પડતા પર્યટકોને મજા પડી ગઈ

સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લામાં ભરઉનાળે (Summer) ઋતુચક્રનાં બદલાવમાં કમોસમી છાટણા (Rain) પડતા સમગ્ર પંથકોમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી. રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં હાલનાં તબક્કે કાળઝાળ ગરમી પડી રહી છે. ઉનાળાની ઋતુમાં ગરમીથી બચવા માટે લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા (Saputara), આહવા, વઘઇ, સુબિર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં રવિવારે દિવસ દરમ્યાન કાળઝાળ ગરમી વર્તાયા બાદ મોડી સાંજે કમોસમી વરસાદનાં અમીછાટણા પડતા સર્વત્ર શીતલહેર વ્યાપી જવા પામી હતી.

  • ડાંગ જિલ્લામાં ભરઉનાળે કમોસમી વરસાદ
  • કાળઝાળ ગરમી બાદ કમોસમી વરસાદનાં અમીછાટણા પડતા શીતલહેર વ્યાપી
  • દ્વિભાસી વાતાવરણનાં પગલે સાપુતારાની સહેલગાહે આવેલા પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો

ડાંગ જિલ્લામાં અચાનક ઋતુચક્રનાં મૌસમમાં બદલાવ આવતા નીલગગન વાદળોથી ઘેરાઈ ગયા હતા. ગિરિમથક સાપુતારા ખાતે પણ મોડી સાંજે વાતાવરણનાં પલટા બાદ કમોસમી વરસાદનાં છાટણા પડતા અહીના સમગ્ર જોવાલાયક સ્થળો ઠંડાગાર બની ગયા હતા. દ્વિભાસી વાતાવરણનાં પગલે રવિવારે ગિરિમથક સાપુતારાની સહેલગાહે આવેલા પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો. સાપુતારાનાં ઠંડાગાર વાતાવરણમાં પ્રવાસીઓએ વિવિધ એક્ટિવિટીઓનો આસ્વાદ માણ્યો હતો. આજરોજ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ભરઉનાળે ઋતુચક્રએ મિજાજ બદલતા સમગ્ર પંથકોનું વાતાવરણ દ્વિભાસી પ્રતિત થયુ હતુ. સાથે ડાંગી ખેડૂતોનાં શાકભાજી સહીત ફળફળાદી પાકોને જંગી નુકસાન થવાની ભીતિ સર્જાઈ હતી.

ખેરગામમાં ટીટોડીએ ચાર ઈંડા મુકતા ચોમાસું વહેલું અને સારું રહેવાનાં એંધાણ
બીલીમોરા : ગણદેવીના ખેરગામ ગામે સમયસર અને સારા વરસાદના એંધાણ પ્રાપ્ત થયા હતા. આંબાવાડી ખેતરમાં શુક્રવારે સવારે ટીટોડી પક્ષીના ચાર ઈંડા મળી આવ્યા હતા. વૈશાખ મહિનામાં જ ઈંડા મળતાં ચોમાસુ વહેલુ અને સારું જવાની આશા બંધાઈ છે.

પહેલાના સમયમાં જ્યારે વિજ્ઞાનનો વિકાસ ન હતો. ત્યારે વરસાદની આગાહી આપણા પૂર્વજો અવલોકન અભ્યાસની કોઠાસુઝ આધારે કરતા હતા. ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરાતી હતી. જેમાંની કેટલીક પ્રથા આજે પણ જીવંત છે. વરસાદના આ પરંપરાગત વિજ્ઞાનને વડવાઓએ જાળવી રાખ્યું છે. જેમાં ટીટોડી નામનું પક્ષી ચાર કે તેથી વધુ ઇંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ વરસે, ટીટોડી ઊંચાઈ પર ઈંડા મૂકે તો વ્યાપક ધોધમાર વરસાદ વરસે અને ઈંડા વૈશાખ મહિનાના પ્રારંભે મૂકે તો ચોમાસું વહેલું બેસી જાય એવી લોક માન્યતા પ્રચલિત છે. દરમિયાન ગણદેવી નગર નજીક ખેરગામ ગામે પ્રાથમિક શાળા સામે અથાણાં બનાવતી ફેકટરી પરિસરમાં ગજરાબેન ભંડારીના ખેતરમાં ટીટોડીના એક બે નહીં પુરા ચાર ઈંડા મળી આવ્યા હતા. ખેડૂત પરિવાર ટીટોડીના ઇંડાનુ જતન કરી રહ્યો છે. સારું ચોમાસું બેસવાનાં એંધાણ વર્તાતા જગતનો તાત હરખાયો છે. સતત ચોથા વર્ષે આ જ આંબાવાડીમાં ટીટોડીએ ઈંડા મુક્યાની ઘટના સામે આવી હતી.

Most Popular

To Top