Dakshin Gujarat

ડાંગના આહવામાં આંકડાનો ધોધ રોદ્ર સ્વરૂપમાં આવી જતા માર્ગ પર પાણી ધસી આવ્યું

સાપુતારા: (Saputara) રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં (Dang District) છેલ્લા પાંચ દીવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદનાં (Rain) પગલે નદી, નાળા, વહેળાઓ અને નાનકડા જળધોધ હાલમાં રોદ્ર સ્વરૂપ ધારણ કરીને વહેતા જોવા મળી રહ્યા છે. ડાંગ જિલ્લાનાં આહવા પંથકમાં સાંબેલાધાર વરસાદનાં પગલે આહવા નજીક આવેલા આંકડા અને શિવઘાટનો ધોધ (Waterfall) રોદ્ર સ્વરૂપમાં આવી જતા પાણી માર્ગ પર ધસી આવ્યુ હતું.

  • ડાંગ જિલ્લાનાં આહવા પંથકમાં સાંબેલાધાર વરસાદનાં પગલે ઠેર ઠેર ધોધ વહી રહ્યા છે
  • આહવા નજીક આવેલા આંકડા અને શિવઘાટનો ધોધ રોદ્ર સ્વરૂપમાં આવી જતા પાણી માર્ગ પર ધસી આવ્યુ

આહવા પંથકમાં મંગળવારે સવારનાં અરસામાં પડેલ ધોધમાર વરસાદનાં પગલે આહવા-સાપુતારા માર્ગ પર આવેલ આંકડાનો ધોધ તથા આહવા-વઘઇ માર્ગ પર આવેલ શિવઘાટનો ધોધ રોદ્ર સ્વરૂપમાં દેખાયો હતો. આ બન્ને ધોધનું પાણી માર્ગો પર ધસી આવતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાવા પામી હતી. આહવા નજીકનાં બન્ને ધોધનું પાણી રસ્તા પર ધસી આવવાનાં પગલે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે આહવા પોલીસની ટીમે થોડાક સમય માટે આ બન્ને માર્ગો બંધ કર્યા હતા. જ્યારે ભારે વરસાદમાં પીંપરીથી ભેંસકાતરીને જોડતા માર્ગમાં આવેલ સૌથી ઉંચા ગોદડીયાનાં પુલ પરથી પુર્ણા નદીનો ધસમસતો પ્રવાહ ફરી વળતા સ્થળ પર પુલની રેલીંગ ધોવાઈ ગઈ હતી.

ડાંગમાં ભારે વરસાદને પગલે ઉદ્ભવેલી સ્થિતિ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રજાજનોની વ્હારે
સાપુતારા: ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઉદ્ભવેલી સ્થિતિ વચ્ચે અસરગ્રસ્ત પ્રજાજનોની કોઈ પણ જરૂરિયાત માટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આગળ આવ્યુ છે. ડાંગ જિલ્લાનાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના, ઘરવખરીને નુકસાન થવાના કે ફલડને કારણે ઉદ્ભવેલી કોઈ પણ સ્થિતિમાં જરૂર પડ્યે તમામ પ્રકારની મદદ માટે હેલ્પલાઈન નંબરો જાહેર કરી મદદ માટેનો હાથ લંબાવ્યો છે. ખાસ કરીને ભારે વરસાદને કારણે છૂટક મજુરી કરીને પેટીયુ રળનારા શ્રમજીવીઓ, કે જરૂરીયાતમંદોને જરૂર પડ્યે ફૂડ પેકેટ, આવશ્યક દવાઓ સહિતની કોઈ પણ જરૂરીયાત માટે સંઘ પરિવારે તત્પરતા દર્શાવી છે. આ માટે ડાંગ જિલ્લાના આહવા, વઘઈ, સુબીર, શામગહાન,અને પીપલદહાડ સેક્ટરમાથી તાત્કાલિક મદદ માટે સંપર્ક નંબર:- (આહવા :-૯૪૨૭૪ ૬૬૩૨૦, ૭૦૪૬૮ ૦૪૩૦૩, ૯૪૨૭૭ ૦૬૬૮૫, અને ૯૪૨૬૪ ૪૬૧૫૪), (વઘઈ:- ૯૯૨૪૦ ૦૯૧૧૧, ૮૧૪૧૬ ૯૧૪૫૬, અને ૯૭૩૭૧ ૭૧૧૪૯), (સુબીર અને પીપલદહાડ:-૯૬૦૪૯ ૮૮૪૯૮, ૯૪૨૮૫ ૧૩૨૦૦, અને ૯૪૨૬૧ ૧૦૬૧૦) તથા (શામગહાન અને ગલકુંડ :-૯૮૨૪૬ ૭૬૭૩૪, ૯૪૨૭૮ ૬૯૨૩૭, અને ૯૫૫૮૬ ૫૧૯૯૧) ઉપર સંપર્ક સાધવા અપીલ કરવામા આવી છે.

Most Popular

To Top