Dakshin Gujarat

વાગરા: વેગનઆર કાર નાળા પરથી નીચે ઉતરી, પાંચ લોકોને રેસ્ક્યુ કરાયા

ભરૂચ: (Bharuch) વાગરા તાલુકામાં ધોધમાર વરસાદ (Rain) પડતા જનજીવન પર ભારે અસર પડી છે. વાગરાના વસ્તી ખંડાલી રોડ પર વેગનઆર કાર (Car) નાલા નીચે ઉતરતા પોલીસે રેસ્ક્યુ (Rescue) કરી પાંચ લોકોને બચાવી લીધા હતા.સ્થાનિક લોકોના સહારે ગાડીમાં બેઠેલા લોકોને સલામત બહાર કાઢ્યા હતા.

વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામે દુર્ઘટના થતાં રહી ગઈ હતી. અહીં નાળા પર પાણીના ધસમસતા પ્રવાહ કાર ફસાઈ હતી. વેગનઆર ગાડી ધીરે ધીરે આગળ વધતી વખતે એક તબક્કે નાળા પરથી નીચે ઉતરવા માંડી હતી. સમગ્ર ઘટનાને પગલે વાગરા પોલીસ વિભાગને મેસેજ મળતા તરત જ ઘટના સ્થળે પહોચી ગયા હતા. જો કે સ્થાનિક લોકોના સહારે ગાડીમાં બેઠેલા લોકોને સલામત બહાર કાઢ્યા હતા. આખી ઘટનાના પગલે પોલીસ (Police) કાફલો અને સ્થાનિકોની મદદથી સરકારી બોલેરો ગાડીને વેગનઆરને ટોઈંગ કરી રેસ્ક્યુ (Rescue) કરી બહાર કાઢવામાં આવી હતી. આ નાળું ગામ તરફ જવા માટેનો એકમાત્ર વિકલ્પરૂપ રસ્તો હોવાથી હાલમાં પાણી ઓછું થાય ત્યાં સુધી બંધ કરવામાં આવ્યો હતો.

હાંસોટ તાલુકા ના ચાર ગામો ના 405 અસરગ્રસ્તોને અન્યત્ર સલામત સ્થળે ખસેડવાની કવાયત કરતું વહીવટી તંત્ર
અંકલેશ્વર: છેલ્લા ચાર દિવસથી હાંસોટ તાલુકા માં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે આજુબાજુના તાલુકામાં પણ વઘુ વરસાદ પડતાં નર્મદા નદી તથા કીમ નદીમાં પાણી નું જળસ્તર સતત વઘતા હાંસોટ તાલુકાના કીમ નદી નજીક ના ગામોમાં ભય વઘતા હાંસોટ તાલુકાના ચાર ગામો કઠોદરા – પાંજ રોલી-ઓભા તથા આસરમા ગામના 405 જેટલા અસરગસ્તો ને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાંસોટ તાલુકાના મામલતદાર હાર્દિક બેલરીયા તથા સ્ટાફ તથા ગામના સરપંચ તથા તલાટી ની મદદ થી કરાઇ રહી છે. તમામને ગામની પ્રાથમિક શાળામાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવનાર છે. જેમાં કઠોદરા માથી 54 પાંજરોલી માંથી 107 ઓભા ગામેથી 96 તથા આસરમા ગામેથી 148 મળી કુલ 405 અસરગ્રસ્તો ને સલામત સ્થળે ખસેડવામાં આવનાર છે. તાલુકા નો સિઝન નો 30 ટકા વરસાદ તો ચાર દિવસ માં જ પડી ગયો છે. આ લખાય છે ત્યાં સુધી 462 મી. મી વરસાદ પડી ગયો છે. આમ લગભગ 18 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્ય છે.

Most Popular

To Top