Business

મુંબઈમાં સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર: ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરાયો

મુંબઈ: ટાટા સન્સ(Tata Sons)ના ભૂતપૂર્વ ચેરમેન અને પીઢ ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રી(Cyrus Mistry)ના મંગળવારે વર્લી સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર(Funeral) કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ પારસી રિવાજો સાથે કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને HDFCના ચેરમેન દીપક પારેખ ત્યાં હાજર હતા. એનસીપીના નેતાઓ સુપ્રિયા સુલે અને મિલિંદ દેવરા પણ તેમને અંતિમ વિદાય આપવા આવ્યા હતા. આ દરમિયાન પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરાયો
તેઓની અંતિમ યાત્રા મુંબઈના વાલકેશ્વરમાં સી ફેસિંગ મેન્શનથી વરલી સ્મશાનગૃહમાં પહોંચી હતી. સાયરસ મિસ્ત્રી માટે આયોજિત પ્રાર્થના સભામાં ગાયત્રી મંત્ર અને ગોવિંદ ગોપાલના ભજનો પણ ગાવામાં આવ્યા હતા. સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર પારસી રિવાજો અનુસાર કરવામાં આવી રહ્યા છે. આકાશ અંબાણી, HDFC ચેરમેન દીપક પારેખ, NCP નેતા સુપ્રિયા સુલે અંતિમ સંસ્કારમાં હાજરી આપવા પહોંચ્યા છે.

મુંબઈ-અમદાવાદ વચ્ચે અકસ્માતમાં થયું મોત
ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રવિવારે માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. આ અકસ્માત મહારાષ્ટ્રના પાલઘરમાં થયો હતો. ઘટના સમયે સાયરસ તેના મિત્રો સાથે ગુજરાતના ઉદવાડાથી મુંબઈ પરત ફરી રહ્યો હતો. આ તમામ લોકો ઉદવાડા સ્થિત ઈરાનશાહ આતશ બહેરામ અગ્નિ મંદિર ગયા હતા. સાયરસ મિસ્ત્રી જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે કાર એક મહિલા ચલાવી રહી હતી. તેની ઓળખ જાણીતી ગાયનેકોલોજિસ્ટ અનૈતા પંડોલ તરીકે થઈ છે. કારમાં તેની સાથે પતિ ડેરિયસ પંડોલ પણ બેઠો હતો. જ્યારે પતિ-પત્ની બંનેની હાલત નાજુક છે, ત્યારે પાછળની સીટ પર બેઠેલા સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે કાસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૂર્યા નદીના પુલ પર ચારોટી નાકા પર આ અકસ્માત થયો હતો. ડિવાઈડર સાથે અથડાયા બાદ મિસ્ત્રીની કાર રિટેન્શન વોલ સાથે અથડાઈ હતી.

2011માં રતન ટાટાના અનુગામી તરીકે સાયરસ મિસ્ત્રીની પસંદગી કરવામાં આવી હતી
2011માં રતન ટાટાના અનુગામી તરીકે સાયરસ મિસ્ત્રીની પસંદગી કરવામાં આવી હતી. અગાઉ પણ તેઓ અગ્રણી બિઝનેસ ગ્રુપ શાપૂરજી પલોનજી મિસ્ત્રી કંપની સાથે સંકળાયેલા હતા. 4 જુલાઈ, 1968ના રોજ મુંબઈમાં જન્મેલા સાયરસના પિતા પલોનજી મિસ્ત્રી પણ મોટા બિઝનેસ ટાયકૂન હતા.

Most Popular

To Top