Columns

શું ખરેખર ગણપતિની મૂર્તિનો આકાર અને કલર તમારા જીવનનો બેડો પાર કરે છે!

સાંસારિક સમસ્યાઓથી પીડાતા, ગ્રહ નડતરોથી દુઃખી અનેક જાતકો અમારી પાસે આવે છે. તેઓમાં આધ્યાત્મિક ચેતનાનો વિકાસ ઓછો હોય છે. તેઓ અનુષ્ઠાન વગેરે પણ નથી કરી શકતા… છતાં પણ એક નિયમ છે કે જે ચાલીને આવ્યો અર્થાત્ તેને ઇશ્વરે જ મોકલ્યો છે એમ સમજીને તેને કોઇ ને કોઇ અનુકૂળતા આપવી. તેની સમસ્યાનું નિવારણ કરવું અને બદલામાં તેની પાસે કંઇક આધ્યાત્મિક કાર્ય કરાવવું. મતલબ કે કંઇક મંત્રજાપ, કંઇક પૂજન કરાવવું વગેરે વગેરે. આવા જાતકોને ફક્ત ગણપતિ પૂજન સિવાય કંઇ કરાવી પણ ના શકાય, કારણ કે ગણપતિ પૂજનમાં સાઇડ ઇફેક્ટ નથી. ગણપતિજી જ શીઘ્ર પ્રસન્ન થાય છે. અડધી-અધૂરી ત્રુટીપૂર્ણ ટેકનિકલ હોશિયારીનો અભાવ, તત્વજ્ઞાનનો અભાવ, અડધી-અધૂરી શ્રધ્ધા તેમજ ભક્તિ પણ ગણપતિ પૂજનના માર્ગમાં આડે નથી આવતી.

લોકોને શું જોઇએ? ફકત પરિણામ. પરિણામ મળે તો દશ વાર આવશે… શ્રધ્ધા વધશે અને ધીરે ધીરે અધ્યાત્મના માર્ગમાં અગ્રેસર રહેશે; નહિંતર પછી ભાગી જશે. દુનિયાદારીમાં એટલે મેં તો ઘોર આધ્યાત્મિક સંશોધન કર્યુ છે ગણેશજી પર. તેમજ મારી નજરમાં તેમનું કોઈ પણ રૂપ હજુ સુધી બચવા નથી દીધું. ગણેશશાસ્ત્રમાંમેં ગણેશજીના 24 તાંત્રોક્ત સ્વરૂપનું વર્ણન વાંચ્યુ છે. ઘણી ગણપતિ સાધનાઓ લખી છે. પરંતુ કોઈ સાધક કે ન તો ગણેશશાસ્ત્ર વાંચે છે કે ના તો તેની કોઈ તાંત્રિક ઉપાસના કરે છે. હવે શું કરવું?

ત્યારે જઇને મેં ગણેશજીના વિભિન્ન વિગ્રહો (મૂર્તિ, આકાર) પર શોધ કરી અને જોયું તો પરિણામ ૧૦૦ ટકા તો દૂર રહ્યું ૫૦૦ ટકાથી પણ ઉપર પહોંચી ગયું!! ગણેશજીની વિવિધ કારની ખબર નથી કેટલીયે મૂર્તિઓ તેમ જ મંત્ર એકત્ર કર્યા… અને સાધકોને તેમની સમસ્યાઓ અનુસાર ગણેશોષધિના રૂપે આપી છે. અહીં સક્ષિપ્તમાં શ્રી ગણેશના વિગ્રહોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેનો લાભ દરેક સાધકે ઉઠાવવો જોઇએ.

ગણેશજીની મૂર્તિઓમાં ખાસ કરીને (૧)સફેદ આંકડાના ગણપતિ (૨) કાળા ગણપતિ (૩) બીલીના વૃક્ષમાંથી બનેલા ગણપતિ (૪) વડના વૃક્ષમી બનેલ ગણપતિ (૫) પીપળાના વૃક્ષમાંથી બનેલ ગણપતિ (૬)લીમડાના વૃક્ષમાંથી બનેલ ગણપતિ (૭) તામ્બુલ (સોપારી) ગણપતિ (૮) રક્ત ગણણપતિ (૯) ગુલાબી ગણપતિ (૧૦) નીલમ ગણપતિ (૧૧) પારાના બનેલ રાજા અને પારદ ગણપતિ… વગેરે.. ઉપરાંત રુદ્રાક્ષોમાં ‘ગણેશ રુદ્રાક્ષ’ કુદરતી રીતે જ હોવાથી તેમાં સાક્ષાત્ ગણપતિ હોય છે.
ઉપરોકત બધી જ મૂર્તિઓ બજારમાં સહેલાઇથી પરંતુ નકલી અને સસ્તી મળી રહેતી હોય છે. લોકો સસ્તું મળવાથી લાવતા હોય છે પરંતુ જયારે લાવ્યા પછી વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ થવા આવવા છતાં પણ શુભ ફળ જોવા ના મળતું હોય ત્યારે તેઓ નિરાશ થાય છે! ઉપરોકત બધી જ ગણપતિની મૂર્તિઓ જુદા જુદાં કામ કરે છે. દરેકના તાંત્રિક મંત્રો છે અને કામ પણ ઝડપથી થતાં હોય છે. પરંતુ ગણપતિજી સાચા રિયલ હોવા જોઇએ. બજારમાં મળતા સફેદ આકડાના ગણપતિની મૂર્તિની જગ્યાએ ભૂરા ફૂલોવાળાં આકડાના ગણપતિજી આપી દેવામાં આવે છે. જે રાખવાથી કોઇ વિશેષ પરિણામ નથી આપતાં. જે આકડાના વૃક્ષ ઉપર સફેદ ફૂલ ખીલે તે જ શ્વેતાર્ક કહેવાય!

પારાના રાજા ગણેશ
દુકાનમાં, શો રૂમમાં, ધંધાના સ્થળે, કારખાનામાં- જયાં પણ રાજા ગણેશ રાજમુદ્રામાં બિરાજમાન થઇ જાય છે…બસ, ત્યાંથી રાજયોગ આારંભ થઇ જાય છે. તમે રાજાની સામે ખુરશી પર બેસો… બધું જ આસાનીથી થવા માંડશે. રાજા ગણેશની સામે રુદ્રાક્ષ માળાથી દરરોજ બે માળા ‘ગં નમઃ’ મંત્રનો જપ કરવો જોઇએ. તેનાથી જાતકના હાથમાં રાજયોગ રેખા બનવા લાગે છે.

‘ગણેશ શંખ’ની અંદર બહાર સિં દૂર જેવો રંગ હોય છે તથા પૂછનો ભાગ નાનો હોય છે. આ શંખ બહુ ઓછા મળે છે. ભારતમાં સામાન્ય રીતે ૫-૭ શંખ જ આવા પ્તિ થાય છે. દરેક વિદ્યાર્થીઓએ, શિક્ષકો, ોફેસરો, કોઇ પણ ક્ષેત્રમાં વ્યાપાર કરતી વ્યકિતઓએ વ્યાપાર-વૃદ્ધિ માટે આ શંખ જીવનમાં એક વખત અવશ્ય વસાવવો જોઇએ. પછી તેનો ચમત્કાર જુઓ. ગણેશ શંખથી | દેવું હોય તો પણ દૂર થાય છે.

સ્ફટિક ગણેશની વિશેષતા એ છે કે મંત્ર-તંત્ર તે દિશા-પરિવર્તન સ્વયં કરી લે છે. તેને તમો નિશ્ચિત દિશામાં આજે રાખી દો. બીજે દિવસે સવારે જેવા જ તમે પૂજાઘરમાં પ્રવેશ કરશો તો તે થોડાક સરકેલા દેખાશે!
રકત ગણપતિ મંગળના પથ્થરમાંથી બને છે અને તે ચામુંડા દેવીની સાથે ચાલે છે. આકસ્મિક ધન પ્રાપ્તિ અને ફસાયેલાં નાણાં પ્રાપ્ત કરવા માટે તેનો ૩૦ દિવસનો યોગ કરવાથી રિઝલ્ટ જોવા મળે છે.

લીમડાના ગણપતિજીથી થતાં કામો: પોતાનું મકાન ના થતું હોય, જમીનજાયદાદમાં ઝઘડો રહેલો હોય, શત્રુ જાન લેવા પર આવી ગયો હોય, તમારી સંપત્તિ કોઇ હડપ કરીને બેઠો હોય, તમે ભૂમિહીન થઇ ગયા હોય, તો તમે ગ્રહણ કાળઅથવા કોઇ પણ રવિવારે લીમડાના ગણપતિનો ૪૫ દિવસ યોગ કરીને જાતે જ પરિણામ જોઇ શકો છો.

નીલમ ગણપતિઃ
જે લોકો શૅર,લૉટરી કે વધારે પરિવર્તનવાળો વ્યવસાય કરતા હોય અથવા રાજકારણમાં હોય તેમણે આ ગણપતિનો યોગ કરવો. સંતાન પ્તિ માટે મ વિવાહમાં સફળતા માટે, સ્ત્રીઓમાંઆકર્ષણ વધારવા માટૅગુલાબી ગણપતિજીનો યોગ કરવો. નિના ભાવથી પીડાતી વ્યક્તિઓએ બચવા માટે કાળા ગણપતિજી સ્થાપવા જોઇએ. આમ, દરેક ગણપતિજી (વિશિષ્ટ પ્રકારના) સ્થાપવાથી બધાં જ કાર્યોમાં ઊંચી સફળતા મળે છે. વિદ્યાર્થીને વિદ્યા મળે છે. દેવાદાર દેવામાંથી બહાર નીકળે છે. કોર્ટ કેસમાં છુટકારો મળે છે. આવા અલૌકિક ગણેશજી ગમે તેટલી સંખ્યામાં રાખવામાં કોઇ પણ વાંધો નથી.

Most Popular

To Top