Vadodara

ક્રાઇમ બ્રાન્ચની ટીમે 15 હજાર કિમીનું અંતર કાપી 8 આરોપી પકડ્યાં

વડોદરા, : આજ સુધીમાં કોઇપણ આરોપી ક્રાઇમ બ્રાન્ચની ટીમથી બચ્યો નથી, બચવાનો નથી અને બચશે પણ નહીં. તેવી પંક્તિ બંધ બેસતી આવે છે. એક વર્ષ દરમિયાન ઓરિસા, ઉતરાખંડા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગણા સહિતના રાજ્યોમાં છપાઇને બેઠેલા વિવિધ ગુનામાં સંડેવાયેલા 8 જેટલા આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંદાજે 15 હજાર જેટલું અંદર કાપીને દબોચી લીધા હતા. તમામ આરોપીઓને વડોદરા લાવ્યા બાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વિવિધ ગુનાઓમાં સંડાવેયાલ આરોપીઓના પકડવામાં માહેર ગણાતી ક્રાઇમ બ્રાન્ચની ટીમથી કોઇ ગુનેગાર બચવુ મુશ્કેલી નથી નામૂમકીન છે. ભલે ઘણા સમયથી પોલીસને હંફાવતો આરોપીની તપાસ જો ક્રાઇમ બ્રાન્ચની ટીમને સોંપવામાં આવે તો પાતાળમાં પણ કેમ આરોપી છુપાઇને બેઠો હોય તેને શોધી કાઢવાની આ ટીમમાં કાર્યક્ષમતા રહેલી છે અપહરણ, ઘરફોડ, એનડીપીએસ, ઠગાઇ, પેરોલ જમ્પ,બળાત્કારના આરોપીઓ વડોદરામાંથી અન્ય રાજ્યોમાં ભાગી જઇને ત્યાં નાનામાં નાના ખુણામાં કેમ છપાઇને બેઠા હોય ડીસીબીની ટીમ ત્યાં પહોંચીને ભલે ત્યાં વેશ પલટો કરવો પડે તો જવાનો તે વિસ્તારનો પહેરવેશ ધારણ કરીને આરોપીને ઝડપી પાડે છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે વર્ષ 2022 દરમિયાન 8 આરોપીઓ મધ્યપ્રદેશ, ઉતરાખંડ,રાજસ્થાન, તલેંગણા અને ઓરિસ્સામાં છુપાયા હતા. જેથી અધિકારીઓ તથા કર્મચારીઓએ રાજ્યોમાં પહોંચવા માટે અંદાજે 12 હજાર કિલોમીટરનું અંતર કાપીને આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તમામ આરોપીને વડોદરા લઇ આવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top