મહાનગર પાલિકાના તંત્ર વાહકોએ પ્રજાને આપેલા વચન, નેતાઓએ આપેલા વાયદા કયારે પૂરા થશે ?

વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2022-23નું ડ્રાફ્ટ બજેટ રજુ  કરાયું હતું, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે 3833.49 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું. વિધાનસભા ચૂંટણીના પગલે કર દર વિનાનું બજેટ રજુ કરાયું છે. જેમાં અંદાજે 1330 કરોડ રૂપિયાના રોડ સહિતના નવા કામો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. બજેટમાં રજૂ થયેલા આગામી વિકાસના કામોમાં કમિશનર ઇ આપેલા વચન અને નેતાઓએ આપેલા વાયદા પૂરા થશે ખરા ? જોકે હાલના બોર્ડે પ્રોજેક્ટ શરૂ કરવા માટે પૂરો કરવામાં નસીબમાં નથી. ગત બોડ ના પૂર્વ મેયર, પૂર્વ ચેરમેન,પૂર્વ મ્યુનિ. કમિશનરે  એકમાત્ર વડોદરા શેલ્ટર હાઉસ ની ભેટ આપી હતી તેનું લોકાર્પણ થયું છે. પાલીકા દ્વારા મોટા મોટા વિકાસના કામોની વાતો કરવામાં આવે છે પરંતુ ગત બોર્ડને હાલના બોલે માત્ર વડોદરા શહેરને એક જ ભેટ લોકાર્પણ કરી છે.

શહેરમાં 1330 કરોડના વિવિધ નવા કામોનું આયોજન
શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત શહેરને વાઇબ્રન્ટ શહેર તરીકે વિકસાવવા માટે અને સમાન તથા ઝડપી વિકાસ દ્વારા શહેરના નાગરિકો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની જીવનશૈલી પૂરી પાડવાની દ્રષ્ટિકોણ સાથે વડોદરા શહેરના નાગરિકો નામાંકિત ,બુદ્ધિજીવીઓ, એનજીઓ વગેરે ખાતેના સૂચનો અને અભિપ્રાય મેળવી અત્યારે રૂ 2213.4 કરોડના કુલ 54 પ્રોજેક્ટ GOI મોકલવામાં આવ્યા છે. જેમાં SCM ફંડ રૂપિયા 969 કરોડ રૂપિયા. CON 355 કરોડ,PPP જેમાં સ્માર્ટ સિટીના કુલ રૂપિયા 969 કરોડમાં કેન્દ્ર સરકારને ૫૦ ટકાનો ફાળો તેમજ રાજ્ય સરકારનાં ૨૫ ટકાનો ફાળો તેમજ પાલિકા ૨૫ટકા ફાળો ભાગ રૂપે રાખેલ છે.

પાલિકાને આવક ક્યાંથી મળશે ?
મહાનગરપાલિકાની વિકાસ પરવાનગી થકી ચાલુ નાણાકીય વર્ષ ડિસેમ્બર 2021 સુધીમાં અંદાજે રૂપિયા ૨૭૦ કરોડની આવક થયેલ છે. જે ચાલુ વર્ષે સૌથી વધારે આવક થયેલ છે. નોન ટીપી વિસ્તારમાં ૪૦ ટકા સુધીની તપાસ દ્વારા કુલ ૩૭ લોટના દ્વારા અંદાજે રૂ 64 કરોડની કિંમતની જમીનમાં પાલિકાનું રેવન્યુ રેકોર્ડ ની દિશામાં નક્કર કામગીરી કરેલ છે .આ વર્ષે Land Monetization થકી કુલ રૂ 131.50 કરોડનો લક્ષ્યાંક રાખેલ છે. અમૃત યોજના અંતર્ગત પ્રસ્તાવિત મ્યુનિસિપલ બોન્ડ થકી પ્રથમ તબક્કામાં રૂપિયા 100 કરોડ ઉગવવા  અંગેની કામગીરી પૂર્ણતાને આરે છે અને ચાલુ વર્ષે નાણાં ઉગાવવામાં આવશે.

દિનદયાલ અંત્યોદય યોજના જેવી વિવિધ યોજનાઓ થકી નિરાશ્રિતોને આશ્રય મળશે
દિન દયાલ અંત્યોદય યોજના-, નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત ઘરવિહોળા લોકો માટે શેલ્ટર હોમ બનાવવા માટે લાલબાગ બ્રિજ અક્ષરચોક બ્રિજ વડસર બ્રિજ અને સોમા તળાવ બ્રિજ નીચે 5.5 કરોડના ખર્ચે બનાવેલ છે.જેનું લોકાર્પણ કરવામાં આવેલ છે.

Most Popular

To Top