Vadodara

કરોડોના કૌભાંડી ધીરજ હોસ્પિટલના આખરે કોરોના રીઝર્વ બેડ રદ કરાયા

વડોદરા: કૌભાંડી હોસ્પિટલના નામે ઓળખાતી ધિરજ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના બોગસ આંકડા રજૂ કરીને સરકારની આંખમાં ધૂળ નાંખતા સફેદ ઠગ જેવા સંચાલકોએ કરેલા કરોડોના કૌભાંડના પગલે હોસ્પિટલમાં કોરોના પેશન્ટની સારવારની પરવાનગી રદ્દ કરી દેવાતા ખળભળાટ મચી ગયો હતો.

એસએસજી અને ગોત્રીની હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો ધસારો વધી જાય તો તેમને પારૂલ, ધિરજ તથા પાયોનિયરમાં રિઝર્વ બેડ પર સારવાર આપવામાં આવતી હતી. જે ઉકત ત્રણ હોસ્પિટલોમાં સરકાર ખાલી બેડના પણ નાણાં ચૂકવતી હતી. ધિરજ હોસ્પિટલને નાણાં છાપવાનું મશિન સમજતા લાંચિયા મનસુખના પુત્ર દિક્ષિતે કરોડોના કૌભાંડનો પર્દાફાશ થતાં કૌભાંડી િપતાના પગલે ચાલીને માનવતા સુધ્ધા નેવે મૂકી દીધી હતી અને તબીબી ક્ષેત્રે લાંછનરૂપ શર્મસાર ઘટના ઉપર ઢાંકપિછોડો કરવા તપાસ અિધકારીઓ સાથે ઉધ્ધતાઈપૂર્વક વર્તન કર્યું હતું. સરકારને રોજનો 8 થી દસ લાખનો ચૂનો કોરોનાકાળના પ્રારંભથી ચોપડાતો હોવાની તંત્રની શંકા પ્રબળ બની ચૂકી છે.

તેથી જ આખા કૌભાંડના સૂત્રધાર મનાતા નાણાભુખ્યાા મનસુખના પુત્રના કરતુતો ખુલ્લાપડતા જ બે કરોડના બીલની ચૂકવણી ઉચ્ચ અિધકારીઓએ સ્થગિત કરી દીધી હતી. જો કે તબીબી ક્ષેત્રે કૌભાંડોની હારમાળા રચનાર મનસુખને સરકારના જ કેટલાક ખાંધિયા અને ભ્રષ્ટ ઉચ્ચ રાજકીય અગ્રણીઓના પીઠબળથી હોસ્પિટલમાં ચાલતા કૌભાંડ થવા છતાં ઉની આંચ આવવા દીધી નથી તેથી હાલના બે કરોડના કૌભાંડ ઉપર પાણી રેડાવી દેવા તેનો પુત્ર પણ ઉપર સુધી એડી ચોટીનું જોર લગાવી રહયો છે. પરંતુ હાલ જે રીતે  નિષ્પક્ષ તપાસ થતાં ભાંડો ફૂટયો છે તે જોતા ટૂંક સમયમાં એકેડેમીક એકટ મુજબ ગુના પણ દાખલ થાય. તેવુ સરકારી તંત્રના જ ઉચ્ચ અિધકારીઓ દ્વારા જાણવા મળ્યું હતું. સરકારને ઉંધી ટોપી પહેરાવતા ધિરજ હોસ્પિટલના સંચાલકો સામે પોલીસ કાર્યવાહી કરવા રાજય સરકારનું માર્ગદર્શન મેળવવાની હિલચાલ તો આરંભાઈ ચૂકી છે. તેમના માર્ગદર્શન મુજબ ગમે ત્યારે કાનૂની કાર્યવાહીનો ધડાકો થવાનો સંદેહ સેવાઈ રહયો છે.

ગેરકાયદે બાંધકામ સામે નાણાંના જોરે કોર્ટમાંથી સ્ટે  મેળવાયો

રાજય સરકારને ઉંધા ચશ્મા પહેરાવાની હિંમત રાખતા સુમનદિપ વિદ્યાપિઠના સંચાલકોએ 3.50 લાખ ચોરસ ફુટનું ગેરકાયદે બાંધકામ કરી નાંખ્યું છે તેને તોડી પાડવા માટે આઠ માસ પૂર્વે કલેકટરે હુકમ કર્યો હોવા છતાં સુમનદિપની કાંકરી સુધ્ધા ખેરવી શકયા નથી. પાિલકાના તમામ નિતિનિયમોને નેવે મુકીને આંતરિક માળખામાં અગણિત ગેરકાયદે બાંધકામ કરી નાંખવાનો ભાંડો ફુટતા જ સત્તાધિશોએ કલેકટરે હુકમને અદાલતમાં પડકારીને સ્ટે મેળવી લીધો છે. નાણાંના જોરે બેફામ ઉલટા ધંધા કરતા સંચાલકોનો સરકારી તંત્ર વાળ સુધ્ધા વાંકો કરી શકતું નથી. ભ્રષ્ટ રાજકીય પીઠબળ અને ખુલ્લી મુકાતી નાણાંની કોથળીઓની આડમાં િધરજ હોસ્પિટલ સેવાના કાર્યના બદલે કરોડોની કાળી કમાણીનો સ્ત્રોત બનાવી દેવાયો છે. પરંતુ પાપનો ઘડો તો આજે નહીં તો કાળે ફુટે જ છે.

ધીરજના કરોડોના કૌભાંડમાં કર્તવ્યનિષ્ઠ ડૉ. વનોદ રાવ હચમચી ઉઠયા

કોરોનાનો દર્દી હોય કે ના હોય પરંતુ સરકારના ખિસ્સા ખંખેરવા માટે હોસ્પિટલના સંચાલકો ગુમનામ દર્દીઓની સંખ્યા ત્રણ ગણી બતાવતા હોવાનો ભાંડો ફૂટતા તા. 13 થી રીઝર્વ બેડ રદ્દ કરી દેવાયાના ચોંકાવનારો ઘટસ્ફોટ ઓએસડી વિનોદ રાવે કર્યો હતો. કોરોનાના દર્દીઓની સારવાર કર્યા વિના આટલા મોટા કૌભાંડથી ઓએસડી ખુદ હચમચી ઉઠયા હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, િધરજ હોસ્પિટલનું ભોપાળુ બહાર આવ્યા બાદ તંત્ર એકશનમાં આવી ગયું છે. િધરજની સાથોસાથ પારૂલ તથા પાયોનિયર હોસ્પિટલમાં તપાસનો ધમધમાટ આરંભાયો છે. ઓનલાઈન ભરેલા બેડ બતાવતા કોમ્પ્યુટર, સીપીયુની ચોકસાઈપૂર્વક ચકાસણી હાથ ધરાઈ છે તેમજ ખાલી બેડ દર્દીઓની ફોરેન્સીક ચકાસણી કરાવવાની પણ તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

Most Popular

To Top