National

PM મોદીએ કરી દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા: કિશોરોના વેક્સિન ડ્રાઈવને વધુ ઝડપી બનાવવા કહ્યું

દેશમાં કોરોનાના (Corona) રોકેટગતિએ વધી રહેલા કેસ અંગે કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થતાં તંત્રની સાથે હવે લોકો પણ ચિંતિત બની રહ્યાં છે. રાજ્યનું આરોગ્ય વિભાગ પણ સતત વધતા કેસથી દોડતું થઈ ગયું છે. આ તમામ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે કોવિડની સ્થિતિને ઘ્યાનમાં રાખી સમીક્ષા બેઠક બોલાવી હતી. સમીક્ષા બેઠક દરમિયાન પીએમ મોદીએ જિલ્લા સ્તરે પર્યાપ્ત આરોગ્ય માળખાને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને આ બાબતે રાજ્યો સાથે સંકલન જાળવવા જણાવ્યું હતું. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. વીડિયો કોન્ફરન્સિંગથી કરવામાં આવેલી આ મીટિંગમાં PM મોદીએ મિશન મોડ પર બાળકોના વેક્સિન ડ્રાઈવને વધુ ઝડપી બનાવવાનું કહ્યું છે. મોદીએ નિર્દેશ આપ્યો કે જે રાજ્યોમાં કોરોનાના વધુ કેસ સામે આવી રહ્યાં છે તે રાજ્યોમાં ટેક્નિકલ સપોર્ટ આપવામાં આવે. મોદીએ રાજ્યોને સ્થિતિ પર ચર્ચા કરવા માટે CMની સાથે બેઠક બોલાવવાનું પણ કહ્યું.

દેશમાં આજે દોઢ લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. દેશના ઘણા રાજ્યોમાં કોરોનાને અંકુશમાં લાવવા માટે કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે, પરંતુ આ નિયંત્રણો વચ્ચે સંક્રમણ અટકવાને બદલે સતત વધી રહ્યું છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં 1,59,653 નવા કોરોનાના નવા કેસ નોધાયા છે. તે દરમિયાન 40,863 લોકો સ્વસ્થ્ય થયા છે અને 327 લોકોના મોત નિપજ્યા છે. વર્તમાન સ્થિતિમાં દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસ 5,90,611 છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,44,53,603 લોકો સ્વસ્થ્ય થઈને કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. દેશમાં પોઝિટિવિટી રેટની વાત કરીએ તો 10.21% પર પહોંચ્યો છે. પહેલા અને બીજા ડોઝની રસીની વાત કરીએ તો છેલ્લાં 24 કલાકમાં 151.58 કરોડનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

દેશની રાજઘાની દિલ્હીમાં કોરોના દરરોજ પોતાનો રેકોર્ડ તોડી રહ્યી છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 20 હજાર 181 નવા કેસ સામે આવ્યા છે. આ દરમ્યાન કેજરીવાલે જણાવ્યું કે દિલ્હીમાં હાલ લૉકડાઉન લાગૂ કરવામાં આવશે આવશે નહીં સાથે જ તેઓએ જણાવ્યું કે કોરોનાથી ડરવાની જરૂર નથી તેમજ તેની સામે રક્ષણ મેળવવા માસ્ક પહેરવુ જોઈએ. તેઓએ કહ્યું કે લૉકડાઉન નહીં લાગે જો પ્રજા કોરોના નિયમોનું પાલન કરે.

મહારાષ્ટ્રમાં કોવિડ સામે પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. સરકારે પાંચથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂક્યો છે. 15 ફેબ્રુઆરી સુધી શાળા અને કોલેજો બંધ, શોપિંગ મોલ, માર્કેટ કોમ્પ્લેક્સ 50 ટકા ક્ષમતા પર કામ કરશે. રાત્રિ કફર્યુનો સમય રાત્રે 10 થી સવારે 8 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. ઉદ્ધવ ઠાકરે પણ ટ્વિટમાં જણાવ્યું કે તેઓ મહારાષ્ટ્રમાં કોઈ લોકડાઉન લાગુ કરવા માંગતા નથી. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેષ બધેલે નિવેદન આપ્યુ કે, પ્રદેશમાં હાલ લૉકડાઉનની જરૂર નથી. તેમજ તેઓ આ સંક્રમણ અટકાવવા જરૂરી પગલા ભરી રહ્યા છે. સાથે જ તેઓએ જણાવ્યું કે હાલમાં પ્રદેશમાં આર્થિક ગતિવિધિઓ પર પ્રતિબંધ લાગશે નહીં.

Most Popular

To Top