National

બિહારમાં 84 વર્ષના વૃધ્ધને વારંવાર કોરોના વેક્સિન લગાવવાની થઈ ધુન સવાર: જાણો શું થઈ અસર?

બિહાર(Bihar) ના મધેપુરા(Madhepura) વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે કોરોના વાયરસ (Coronavirus) ની વેક્સિનના 11 ડોઝ લીઘા છે. આ ઘટનાએ સમગ્ર દેશનુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. બિહારના મધેપુરા પોલીસે આ વૃદ્ધ વિરુદ્ધ એક ફરિયાદ (FIR) દાખલ કરી લીધી છે. પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રની ફરિયાદના આધારે વૃદ્ધ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હોવાની માહિતી મળી રહી છે.

  • બિહારમાં 84 વર્ષના દાદાએ 11 વાર કોરોના વેક્સિન મૂકાવી
  • રસી લીધા બાદ બીમારી તેમજ ધૂંટણના દુખાવામાંથી મળી રાહત
  • ચૌસા સેન્ટર પર પકડાય વૃધ્ધની આ પોલ

મળતી માહિતી મુજબ કોવિડ 19 વેક્સિનના 11 ડોઝ લેવાનો દાવો કરનાર વૃધ્ધાનું નામ બ્રહ્મદેવ મંડલ છે. બ્રહ્મદેવ મંડલ મધેપુરાના જૂના વિસ્તારમાં રહે છે. તેમજ તેઓની ઉંમર 84 વર્ષની છે. તેઓ પોસ્ટ વિભાગના નિવૃત્ત કર્મચારી છે. વેક્સીનના 11 ડોઝ લેનાર બ્રહ્મદેવ મંડલના દાવા બાદ સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી ગયો હતો. તેઓએ દાવો કર્યો છે કે વેકસિનના 11 ડોઝ લીધા બાદ તેઓ બીમાર પડ્યા નથી તેમજ તેઓને જે ધૂંટણનો દુખાવો હતો તે પણ ઓછો થયો છે. તેમના શરીરમાંથી અનેક રોગ મટી ગયા છે.

પુરૈની પોલીસ સ્ટેશનના SHO એ જણાવ્યું છે કે જયારે તેઓ વેકસિનનો 12મો ડોઝ લેવા ગયા ત્યારે ચૌસા સેન્ટર પર ગયો ત્યારે લોકોએ તેમને ઓળખી લીધા હતા. આ બાદ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર તરફથી આ વિરુધ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. તપાસ કરતા જાણકારી મળી છે કે બ્રહ્મદેવ મંડલે 13 ફેબ્રુઆરી 2021થી 4 જાન્યુઆરી 2022ની વચ્ચે ઘણી વખત કોરોના વાયરસની વેક્સિનના 11 ડોઝ લીધા. મળતી માહિતી મુજબ આરોપીએ દરેક વખતે અલગ અલગ પુરાવાનો ઉપયોગ કર્યો હતો. તેઓએ સ્વાસ્થ્યકર્મીઓને ભ્રમિત કરીને રસીના ડોઝ લીધા છે.

અગાઉ મધેપુરાના સિવિલ સર્જન ડોક્ટર અમરેન્દ્ર પ્રતાપ શાહીએ જણાવ્યું હતું કે, બ્રહ્મદેવ મંડલનો દાવો સાચો છે ખોટો તે તપાસનો વિષય છે. તેઓ હોસ્પિટલના રેકોર્ડને ચેક કરી રહ્યા છે. જો આ દાવો યોગ્ય ઠરશે તો તેમાં સામેલ તમામ લોકો વિરુદ્ધ કડક પગલા લેવામાં આવશે તેમજ તેઓ સજાને પાત્ર ઠરશે.

Most Popular

To Top