Gujarat

PSI ભરતી પરીક્ષામાં વિવાદ: ચાલુ પરીક્ષાએ ઉમેદવારો પાસેથી OMR સીટ અને કોલ લેટર લઈ લેવામાં આવ્યા

અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) એક પછી એક સરકારી ભરતી પરીક્ષાના (Exam) વિવાદો સામે આવી રહ્યા છે. ત્યારે આજે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી પીએસઆઈની (PSI) પ્રિલિમીનરી પરીક્ષાનું પેપર લીક થયું હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદમાં (Ahmadabad) ચાલી રહેલી પીએસઆઈની પરીક્ષા વચ્ચે જ લાંભાની ગીતા હાઈસ્કૂલમાં પેપર ફૂટવાની (paper leak) વાત સામે આવી છે. ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીઓ પાસેથી OMR સીટ અને કોલ લેટર (call latter) લઈ લેતા વિવાદ સર્જાયો હતો. કોલ લેટર અને OMR સીટ લઈ લેતા વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવ્યો હતો.

સમગ્ર ગુજરાતમાં આજે પીએસઆઈની પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં આજે અમદાવાદની લાંભાની ગીતા હાઈસ્કૂલમાં પણ પીએસઆઈ ભરતી પરીક્ષા લેવામાં આવી રહી છે. પરંતુ પેપર ફૂટ્યાના સમાચાર મળતા જ પરીક્ષાની અધ વચ્ચેથી વિદ્યાર્થીઓ પાસેથી OMR સીટ અને કોલ લેટર લઈ લેતા વિદ્યાર્થીઓએ બારે વિરોધ નોંધાવ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓએ એવા પણ આક્ષેપ કર્યા છે કે તેમના OMRમાં જવાબ બાકી રહ્યા ગયા હતા, તેઓએ OMR સીટમાં સિરીઝ મેચ કરી જવાબ લખાયા હતા. પરીક્ષા સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા પછી પણ તેમના કોલ લેટર્સ પરત ન આપ્યા હતા, એટલે વિદ્યાર્થીઓએ હાઈસ્કૂલની બહાર જ મોટાપાયે વિરોધ દર્શાવ્યો હતો.

પીએસઆઈ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયે જણાવ્યા હતું કે લાંભામાં જે કઈ પણ બન્યું એ અમારી ધ્યાને આવ્યું છે. પરીક્ષામાં જે કઈ પણ બન્યું છે તે માત્ર એક ગેરસમજના કારણે ઘટના બની હતી. ગેરસમજના કારણે ઉમેદવારો પાસે પ્રશ્નપત્ર લેવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું કે પ્રશ્નપત્ર કે કોલ લેટર અમે રાખતા નથી. તેમણે કહ્યું કે સ્કૂલની ગેરસમજના કારણે જે થયું એ સોલ્વ થઈ જશે. તેમણે કહ્યું કે સ્ટ્રોગ રૂમથી વર્ગખંડ સુધી પેપર સલામતી અને સાવચેતી પૂર્વક પહોંચ્યા હતા. તેમજ અમારી સામે અમદાવાદમાંથી બે બાબતો ધ્યાનમાં આવી છે. એક કેન્દ્ર પર મોબાઈલ લઈ ઉમેદવાર અંદર ગયા હતા જે બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ બજી એક ઘટના ધ્યાનમાં આવી હતી કે કોઈ ઉમેદવારે પોતાની જન્મ તારીખ સાથે ચેકચાક કરી છે. લાંભા હાઈસ્કૂલના પ્રિન્સીપાલે પોતાની સ્કૂલ તરફથી થયેલી ભૂલ સ્વીકારી લીધી હતી. તેમણે કહ્યું કે કોલ લેટર પરત આપી દેવાના હતા, જે આપ્યા નહિ તે અમારી ભૂલ હતી.

ઉલ્લેખનીય છે કે આજે PSI ની ભરતી માટે પ્રિલિમીનરી પરીક્ષાનું સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય કેન્દ્ર અમદાવાદ અને ગાંધીનગર ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાંથી 96 હજાર કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપી છે. જેમાં અમદાવાદમાં 32 હજાર કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપી હતી. અમદાવાદ શહેરમાં 107 શાળાઓમાં પરીક્ષા કેન્દ્ર હતા.

ગુજરાતમાં સરકારી ભરતી પરીક્ષાના કૌંભાડો વચ્ચે કડક તૈયારીઓ કરી હતી. જેમકે પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ સેન્ટર ચાલુ રાખવા પર પ્રતિબંધો રાખવામાં આવ્યા હતા. તેમજ પરીક્ષા કેન્દ્રોની આસપાસના સ્થળ પર લાઉડ સ્પીકરો વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમજ પરીક્ષા સ્થળ પર ઉમેદવારો મોબાઇલ અને કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવા પર મનાઈ ફરવામા આવ્યો હતો.આ સાથે જ પરીક્ષા કેન્દ્રો પર ઝામર પણ લગાવવામાં આવ્યા હતા.

Most Popular

To Top