Surat Main

સુરતીઓ માટે ખાસ ઓફર: હવે આટલા રૂપિયામાં આખો મહિનો સુરતની મુસાફરી કરો

સુરત: સુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા સુરતીઓ માટે એક ખાસ ઓફર (Offer) આપવામાં આવી છે. જેમાં સુરતીઓ આખો મહિનો માત્ર 100 રૂપિયામાં આખુ સુરત (Surat) ફરી શકશે. હવેથી સુરતીઓ સિટી, બીઆરટીએસ બસમાં આખા વર્ષમાં માત્ર હજાર રૂપિયામાં અનલિમિટેડ મુસાફરી કરી શકાશે. પાલિકા દ્વારા આ ખાસ નિર્ણય વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝન વર્ગ માટે લેવામાં આવ્યો છે. જો કે લોકોની આ રાહતમાં પાલિકાની તિજોરી પર બોજો પજી શકે છે.

સુરત મહાનગર પાલિકા દ્વારા આ ખાસ ઓફર મનીકાર્ડ ધારકોને આપવામાં આવી છે. આ ઓફરથી પર્યાવરણ અને ટ્રાફિકનું ભારણ પણ ઘટશે. આ ઓફરનો લાભ વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝન વર્ગ લઈ શકે છે. સાથે જ ઓફિસ વર્ક કરાનારાઓને પણ આ સ્કીમનો ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે સરકારે હાલમાં જ વિદ્યાર્થીઓ માટે રાહત દરના પાસની સુવિધા ચાલુ કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓ સસ્તા દરે મુસાફરી કરી શકેશે.

  • સુરત પાલિકા દ્વારા ખાસ ઓફર માત્ર100 રૂપિયામાં આખો મહિનો સુરતની મુસાફરી કરી શકો છો
  • 300 રૂપિયામાં 3 મહિના મુસાફરી
  • 600 રૂપિયામાં 6 મહિના મુસાફરી
  • 1 હજાર રૂપિયામાં એક આખુ વર્ષ મુસાફરી

નોંધનીય છે કે ગુજરાત સરકારે તાજેતજરમાં રજૂ કરાયેલા 2022-23 બજેટમાં વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરી હતી. જેમાં વિદ્યાર્થીઓ માટે મહત્વતની જાહેરાત કરાઈ છે કે રાજ્યમાં શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવેથી ST બસમા ફ્રીમાં મુસાફરી કરી શકશે. તેમજ વિદ્યાર્થીઓ ST વિભાગની એકસપ્રેસ, ડિલક્ષ, સુપર ડિલક્ષ બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. સરકારની આ જાહેરાતથી 11 લાખ વિદ્યાર્થીઓને લાભ થશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ સરકારે વિદ્યાર્થીઓને સસ્તા દરે બસ પાસની સુવિધાઓ આપી હતી. ત્યારે હવે સરકારે વિદ્યાર્થીઓ માટે ફ્રીમાં મુસાફરી કરવાની જાહેરાત કરતા વિદ્યાર્થીઓમાં એક અનેરો આંનદ જોવા મળ્યો હતો. આ અગાઉ સરકારીની સ્કીમ પ્રમાણે રાજ્યની વિદ્યાર્થીનીઓને માત્ર 10 રૂપિયામાં સરકારી બસની મુસાફરી કરી શકે છે. આગામી મહિનાથી વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે.

સુરત પાલિકા દ્વારા બસની સુવિધા વધારવાનો નિર્ણય કરાયો છે. હાલમાં સુરતમાં 1575 સિટી બસ, 140 બીઆરટીએસ બસ અને 49 ઈલેક્ટ્રીક બસ દોડે છે. ત્યારે સુરત મહાનગર પાલિક દ્વારા 250 બસ વધારવામાં આવશે.

Most Popular

To Top