Madhya Gujarat

કણજરીમાં મદરેસાના બાંધકામ સામે ગ્રામજનોમાં રોષ ભડક્યો

નડિયાદ: નડિયાદના કણજરી ગામે જાદવપુરા રોડ પર મદરેસા બનાવવા સામે ગ્રામજનોમાં રોષની લાગણી જન્મી છે અને રાતોરાત મદરેસાના થઇ રહેલા બાંધકામને અટકાવી તાત્કાલિક પગલાં ભરવા માગણી કરતું આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું છે. કણજરીના રહિશોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, કણજરીના સર્વે નં.109 (જાદવપુર રોડ) વાળી જમીન મુળ હિન્દુની જ જમીન હોય તેની આસપાસ પણ જમીનો હિન્દુ માલિકીની આવેલી છે. જોકે, આ જમીનમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા હાલ રાતોરાત કંઇક ખાસ હેતુથી ભેદી બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જ્યાં રાતોરાત મદરેસા ઉભી કરવાનું પૂર્વયોજિત કાવતરૂ રચાઇ રહ્યું છે, જે હિન્દુ સમાજ માટે ઘાતક છે. આ જમીન મુખ્ય રસ્તા પર આવેલી છે. જ્યાં આસપાસના ગામના લોકોની પણ અવર જવર રહે છે.

ગંભીર બાબત એ છે કે, આંતરરાષ્ટ્રીય ષડયંત્રના ભાગરૂપે લવજેહાદ ચલાવવામાં આવી રહ્યું છે. અહીં સૌ હિન્દુ પરિવારના પુરૂષો દિવસ દરમિયાન નોકરી, મજુરી, ધંધાએ જતા હોય તે સમયે મહિલાઓ ઘરે એકલી હોય છે. તેઓ લવ જેહાદના ષડયંત્રનો ભોગ બની શકે છે.  અહીં કોઇ પણ પ્રકારની કાર્યરીતિ શરૂ થશે તો કણજરી ગ્રામના રહિશોના બાળ – બચ્ચા સાથે હિજરત કરવાનો વારો આવશે. આ ઘટનાને સહજ ન લેતા સત્વરે મુસ્લિમોના પક્ષમાં થયેલા જમીનનો દસ્તાવેજ રદ કરી થઇ રહેલા ભેદી બાંધકામને રોકવા માગણી કરવામાં આવી છે.

Most Popular

To Top