કોંગ્રેસ રાજસ્થાનનો ‘ચમત્કાર’ ફરી કરે

છેલ્લા કેટલાક વખતથી કોંગ્રેસને હકારાત્મક મથાળામાં અખબારોમાં ચમકતી જોવાનું દુર્લભ થઇ ગયું છે. આવી પરિસ્થિતિ માટેનાં અન્ય કારણો ઉપરાંત મહત્ત્વનું કારણ એ છે કે કોંગ્રેસનો મજબૂત હાથ છે.

કોંગ્રેસ રાજસ્થાનનો ‘ચમત્કાર’ ફરી કરે

‘હાથ’ ચૂંટણી ચિહ્‌નના સંદર્ભમાં વાત નથી કરતા. પણ પક્ષના વરિષ્ઠ નેતાઓમાં એકહથ્થુવાદની કયારેય નહીં સમાપ્ત થનારી રમતમાં એક બીજાને કરડવાની અને કાદવ ઉછાળવાની તથા લડવાની પ્રવૃત્તિ દ્વારા વિવાદ કરવાની સક્રિયતાની વાત છે.

પક્ષમાં જયારે જયારે કોઇ હકારાત્મક ઘટના બને છે ત્યારે તેની કદર કરી લાભ ઉઠાવવાની વૃત્તિવાળાં લોકો પણ છે, પછી ભલે તેની વ્યાપક ટીકાઓ થાય અને પછી તરત જ કર્યા કારવ્યા પર પાણી ફેરવવા નકારાત્મક બળો ટાંપીને બેઠાં હોય છે. પરિણામે માત્ર ‘ઠેરના ઠેર’ આવીને ઊભા રહેવા ઉપરાંત પરિસ્થિતિ એવી આવીને ઊભી રહે છે કે મોટી સમસ્યાઓ પેદા થાય.

રાજસ્થાન અને તામિલનાડમાં પક્ષનાં એકમોમાં તાજેતરમાં કરાયેલી ફેરબદલી એક સમસ્યાના સ્થાને બીજી સમસ્યા સર્જવાની કોંગ્રેસની જૂની અને જાણીતી તથા વિશ્વસનીય નીતિને સુસંગત છે. દેશનાં અન્ય રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ આ નીતિ એકસરખી ચાલુ રહેવી જોઇએ એવો આગ્રહ રાખવાની કોઇ વાત નથી પણ તે અન્યત્ર પણ  અજમાવાય તો કંઇ ખોટું નથી.

કોંગ્રેસ કંઇ નાના પાયે તો કરવા માંગતી જ નથી પણ દરેક વાત વિરાટ જ હોય છે. નાનું કરવામાં તો સમજે જ નહીં. કેન્દ્રીય સમિતિ હોય કે પ્રદેશ સમિતિ, જે આવે તેને સમિતિઓમાં મૂકો અને સમસ્યાઓનો કચરો જાજમ નીચે ઢાંકી દો એટલે વાત પૂરી. બધાને રાજી રાખો અને કોઇને આડા નહીં ઊતરો એ કોંગ્રેસનો છૂપો સિદ્ધાંત લાગે છે. પરિણામે સમસ્યાઓ ઉકેલવાને બદલે વધુ ઘેરી બની છે.

હજી છ મહિના પહેલાં રાજસ્થાનમાં કોંગ્રેસ ખોટાં કારણોસર સમાચારમાં હતી. મુખ્ય પ્રધાન અશોક ગેહલોત  અને નાયબ મુખ્ય પ્રધાન સચીન પાઇલોટે એક-બીજાની ગળચી પકડી હતી. પાઇલોટ ઊડીને ભારતીય જનતા પક્ષમાં આવે તેવો કારસો ભારતીય જનતા પક્ષે બરાબર ઘડયો હતો.

ગેહલોત અને પાઇલોટ જૂથની યાદવાસ્થળી જોતાં રાજસ્થાન કોંગ્રેસમાં તાજેતરમાં બંને પક્ષોને સ્વીકાર્ય પદાધિકારીઓને બેસાડવા તે સિધ્ધિ નાની-સૂની નથી. તે પહેલાં ગોવિંદસિંહ દોનાસરાની નિમણૂકને વિધાનસભાના અધ્યક્ષ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સી.પી. જોષી સહિત તમામ ઝઘડતાં જૂથોએ આવકાર આપ્યો હતો.

આ જ ભાવના ફરી એક વાર નવી પ્રદેશ કોંગ્રેસ સમિતિની રચનામાં પ્રતિબિંબિત થતી હતી. સંગઠનના પુનર્ગઠનના વ્યાયામના જંગે ચડેલા બંને પક્ષો કદર કરે એવું કોંગ્રેસમાં ભાગ્યે જ બને છે. ગેહલોત અને પાઇલોટ બંનેએ ટવીટર પર નવી પ્રદેશ સમિતિની કદર કરી છે, ભલે આ નવી સમિતિ નાની અને વ્યવહારુ છે.

તમામ જૂથોને ભેગા લાવી સમાન ભૂમિકા રચવાનું શ્રેય મોટે ભાગે પશ્ચાદ્‌ભૂમાં રહેલા પક્ષના મહામંત્રી અને રાજસ્થાનના પ્રભારી અજય માકેનને જાય છે.

નમ્ર અને સાલસ એવા આ રાજકારણીએ ગેહલોત – પાઇલોટ લડાઇ પરાકાષ્ટાએ હતી અને રાજસ્થાનનો કાર્યભાર સોંપાયો ત્યારે કોઇએ આવકાર્યો ન હતો, બલ્કે હરીફ જૂથોએ માકેનના નબળા બાંધાની ઠેકડી ઉડાવી હતી, જયારે તેના મિત્રો શંકાશીલ હતા. દોનાસરાની નિમણૂકથી માંડી નાના કદની પ્રદેશ સમિતિના ગઠન સુધીની તેમની કામગીરીએ તેના મિત્રો અને દુશ્મનો બંનેને ખોટા ઠેરવ્યા.

રાજસ્થાન કદમાં નાનું નથી. નવી પ્રદેશ સમિતિમાં માત્ર ૩૯ પદાધિકારીઓ જ છે. તેમાં સાત ઉપપ્રમુખો, આઠ મહામંત્રીઓ અને ૨૪ મંત્રીઓ છે. કોંગ્રેસનાં ધોરણો જોતાં આ બળવો જ હતો અને હિંદી ફિલ્મો જ ખાધું, પીધું અને રાજ કીધું’ના અંતની જેમ સુખદ અંત હતો અને કોંગ્રેસ મોવડીમંડળે રાહતનો શ્વાસ લીધો. પણ કોંગ્રેસના કોઇ પણ મોવડીએ પ્રશંસા કરી હોત તો તે આશ્ચર્ય ગણાયું હોત.

વધુ સમયોજિત માળખાંની રચનાની માંગ મુજબ અને કોંગ્રેસમાં ભાગ્યે જ જણાતી આવી ઘટનાને જોતાં નીતિમત્તાના પાલન માટે કોંગ્રેસના વ્યૂહરચનાકારો માટે વધુ એક કારણ હતું. બીજું કારણ હતું: જયાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે.

તે તામિલનાડમાં પણ પ્રદેશ કોંગ્રેસનું પુનર્ગઠન કરવાનું; તામિલનાડ પણ  લગભગ રાજસ્થાન જેટલું જ મોટું રાજય છે પણ અલગ પડે છે. તામિલનાડમાં રાજસ્થાન કરતાં ચાર ગણા પ્રદેશ પદાધિકારીઓ છે. ત્યાં પ્રદેશ સમિતિનું પુનર્ગઠન થયું પછી રાજસ્થાનમાં થયું.

રાજસ્થાનમાં યુદ્ધે ચડેલાં જૂથોએ પક્ષના નવા માળખાને સમાન ઉત્સાહથી વધાવી લીધું જયારે તામિલનાડમાં ઉકળતો ચરુ છે. તામિલનાડની પુનર્ગઠિત પ્રદેશ સમિતિમાં ૩૨ ઉપપ્રમુખો, ૫૭ મહામંત્રીઓ અને ૧૦૪ મંત્રીઓ સમેત ૧૯૩ પદાધિકારીઓ છે.

કોંગ્રેસનાં ઉચ્ચ વર્તળોમાં રાજસ્થાન પ્રદેશ સમિતિની પુનર્રચનાની કોઇ કદર નહીં થઇ હોય તો તામિલનાડમાં બધાને રાજી રાખવા વિરાટ કદની પ્રદેશ સમિતિની રચના થઇ તે સામે પણ કોઇ રચનાત્મક ટીકા-ટિપ્પણ નથી થયા.

રાજસ્થાન પ્રદેશ સમિતની પુનર્રચનાની પ્રશંસા કરવાનું અને તામિલનાડની વિરાટ પ્રદેશ સમિતિની રચનાની ટીકા કરવાનું તેમને માટે સહેલું હતું. તામિલનાડમાં જે કંઇ થઇ ગયું તેવું થવા સામે તો પેલા ૨૩ બળવાખોરોએ અવાજ ઉઠાવ્યો હતો.

આ બળવાખોરો પક્ષમાં લોકશાહીકરણ કરવાની અને સંગઠનીય માળખાનું કદ નાનું કરવાની માંગ કરી રહ્યા હતા. પણ એવું કંઇ થયું નથી. તેમની નેમ રાહુલ ગાંધીને મ્હાત કરવાની અને પેઢીગત પરિવર્તન રોકવાની લાગે છે. અન્યથા તેઓ પોતાના આ બંને મુદ્દાઓ પરત્વેના મૌનનો ખુલાસો કઇ રીતે સમજાવી શકે?

રાહુલ ગાંધી અને માકેનના ટીકાકારો પણ ખંચકાતાં ખંચકાતાં સ્વીકારે છે કે રાજસ્થાનમાં એવું કંઇક બન્યું છે, જે વિચારી ન શકાય. એકબીજાના ગળા પર રાજકીય છૂરી મૂકનાર ગેહલોત અને પાઇલોટના ઊંડાણને માપવાનું તેમની કલ્પના બહારનું હતું છતાં તેમણે નવા ચુસ્ત માળખાને એકસરખા શબ્દોમાં આવકાર્યું છે.

હવાતિયાં મારી રહેલા કોંગ્રેસ પક્ષ માટે ઉત્તરદાયિત્વના સિદ્ધાંત સાથે કોઇ માળખું રચવાની જરૂર છે. વખારમાં નાંખવાની ભાવના સાથે પ્રદેશ સમિતઓ રચવાને બદલે વ્યવહારુ રીતે સાચવી શકાય તેવી સમિતિઓ રચવાને પ્રાધાન્ય આપવું જોઇએ. રાજસ્થાનમાં કોંગ્રેસ સંગઠને જે સિદ્ધ કર્યું તેનું અન્ય રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અનુકરણ થયું છે.

હકીકતમાં મહાસમિતિમાં આવી માગણી થઇ જ છે. રાજસ્થાનની ભાવના અન્યત્ર ફેલાવી જોઇએ. રાજયોના પ્રદેશ મહામંત્રીઓને કયાં તો પૂરી સત્તા આપો અથવા સમસ્યાઓની પથારી કરી તેના પર નિરાંતે ઊંઘી જાવ. પોતપોતાનાં રાજયોમાં પ્રવાસ કરવાનો હેતુ માત્ર પર્યટન જ નહીં હોવો જોઇએ.   

            – આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Related Posts