National

કોંગ્રેસ અધ્યક્ષ પદ: અશોક ગેહલોત અને શશિ થરૂર ચૂંટણી લડવા તૈયાર

રાજસ્થાનના (Rajasthan) મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gehlot) આખરે કોંગ્રેસ અધ્યક્ષ (Congress President) પદ માટે ચૂંટણી (Election) લડવા માટે રાજી થઈ ગયા છે. તેમણે પોતે બુધવારે આ વાત પર મહોર મારી દીધી છે. સીએમ ગેહલોતે કહ્યું કે પાર્ટી દ્વારા તેમને જે જવાબદારી આપવામાં આવશે છે તે પૂરી ઈમાનદારીથી નિભાવશે. જો પાર્ટી કહેશે તો કોંગ્રેસ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવશે. સીએમ ગેહલોતે થોડા સમય પહેલા મીડિયાને કહ્યું હતું કે કોંગ્રેસના તમામ લોકોના પરિવારની જવાબદારી મારા પર છે. તેમણે કહ્યું કે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને સમગ્ર દેશના કોંગ્રેસી લોકોનો પ્રેમ અને વિશ્વાસ મળ્યો. આ તરફ રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદની જવાબદારી સંભાળે તે માટે પણ કેટલાક રાજ્યોમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

  • રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા માટે રાજી થયા
  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર પણ પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે
  • કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે

બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર પણ પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. આ ક્રમમાં તેઓ પાર્ટીના સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના વડા મધુસૂદન મિસ્ત્રીને મળ્યા અને નોમિનેશનની પ્રક્રિયા વિશે પૂછપરછ કરી હતી. મિસ્ત્રીએ કહ્યું કે થરૂર તેમને મળ્યા અને મતદાર મંડળની યાદી, ચૂંટણી એજન્ટો અને નામાંકનની પ્રક્રિયા વિશે પૂછપરછ કરી હતી. મિસ્ત્રીએ કહ્યું કે થરૂર અહીંથી સંતુષ્ટ થઈને ગયા છે અને તેઓ 24 સપ્ટેમ્બરે તેમના કોઈ વ્યક્તિને નોમિનેશન ફોર્મ લેવા માટે મોકલશે.

સોનિયા ગાંધીએ આપેલી જવાબદારી નિભાવશે
બીજી તરફ રાજસ્થાનના સીએમએ વધુમાં કહ્યું કે હું કોઈપણ જવાબદારીથી ગભરાતો નથી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તેમને જે જવાબદારી સોંપે તે હું નિભાવીશ. જો મારે નોમિનેશન ફાઈલ કરવું હોય તો હું આ કામ પણ કરીશ. મને જ્યાં જવાબદારી આપવામાં આવી છે તે હું નિભાવી રહ્યો છું. ભવિષ્યમાં પણ મને મળેલી જવાબદારી હું નિભાવતો રહીશ. મારે કોંગ્રેસની સેવા કરવી છે. જ્યાં પણ મારો ઉપયોગ થાય છે પછી તે રાજસ્થાન હોય કે દિલ્હી. હું તેના માટે હંમેશા તૈયાર રહીશ. પાર્ટીએ મને બધું જ આપ્યું છે. હવે પદ મારા માટે મોટી વાત નથી.

કોઈપણ ચૂંટણી લડી શકે છે
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણી અંગે ગેહલોતે કહ્યું કે પાર્ટી અધ્યક્ષનું પદ બધા માટે ખુલ્લું છે અને કોઈપણ ચૂંટણી મેદાનમાં ઉભા રહી શકે છે. નવ હજાર લોકો છે અને તેમાંથી કોઈપણ એક પ્રમુખ પદ માટે ઊભા રહી શકે છે. ધારાસભ્ય હોય, સાંસદ હોય કે મુખ્યમંત્રી હોય. ખબર છે કે અશોક ગેહલોત ટૂંક સમયમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળશે.

17 ઓક્ટોબરે મતદાન, 19 ઓક્ટોબરે પરિણામ
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 22 સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા 24 થી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. એકથી વધુ ઉમેદવારોના કિસ્સામાં 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.

Most Popular

To Top