Charchapatra

સરકારી નોકરી કરતા પતિ-પત્નિને એકત્ર કરવાનો સ્તુત્ય નિર્ણય

તાજેતરમાં નવનિયુક્ત મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડી રાજ્ય સેવા, પંચાયત સેવા, બોર્ડ-નિગમ, ગ્રાન્ટ ઈન એઈડ સસ્થા, મ્યુ. કોર્પોરેશન વગેરેમાં પતિ-પત્નિ અલગ અલગ જીલ્લામાં ફરજ બજાવતા હોય તો પત્નિને 1 વર્ષ અને પતિને બે વર્ષ થયેલ હોય તો બંનેને એક જ સ્થળે જેમ બને તેમ સત્વરે એકત્ર કરવાનો નિર્ણય આવકારદાયી છે. વર્ષો પહેલાં પાંચ વર્ષની સેવા પૂર્ણ થાય પછી જ બદલી થતી હતી. ત્થા દિવ્યાંગ અને ફિક્સ પગારથી ફરજ બજાવતા સરકારી કર્મચારીને પણ શામેલ કરવા સ્તુત્ય નિર્ણય લીધો છે. સરકારી કર્મચારીઓ કે પતિ-પત્નિ દૂર-સુદુર નોકરી કરતા હતા તેઓ હવે પરિવાર સાથે રહી પ્રસન્ન જીવન જીવતાં થશે. પહેલાં પંદર દિવસ-મહિને પિતા માતાને જોવા સાથે રહેવા મળતા હતા તે નાના ભૂલકાઓ પણ ખુશ થશે. નવી સરકાર પાસે પ્રજાને ઘણી આંકાક્ષાઓ છે. પૂર્ણ કરે એવી શ્રધ્ધા બેસે છે.
જહાંગીરપુરા – ભગુભાઈ પ્રે. સોલંકી   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top