Entertainment

કપિલ શર્માનો શો છોડ્યા બાદ સુનિલ ગ્રોવર રસ્તા પર સીંગ વેચવા લાગ્યો, વીડિયો જોઈ ફેન્સ હેરાન

મુંબઈ: કોમેડિયન સુનીલ ગ્રોવર (Sunil Grover) ચાહકોનું મનોરંજન કરવાની કોઈ તક છોડતા નથી. પરંતુ હવે સુનીલ ગ્રોવરનો એક વીડિયો (Video) સામે આવ્યો છે, જેને જોઈને યુઝર્સ દંગ રહી ગયા છે. કોમેડિયન સુનીલ ગ્રોવરે પોતાનો ફની વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તે રસ્તાના કિનારે મગફળી શેકતો જોવા મળે છે. કોમેડિયનનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો સુનિલ ગ્રોવરના વખાણ કરી રહ્યાં છે. કેટલાકે મગફળી વેચવા બદલ સુનીલ સાથે ટીખળ પણ કરી હી. એક યુઝરે લખ્યું, કપિલ શર્મા શો છોડ્યા પછી આવી હાલત થઈ ગઈ.

આટલો મોટો સ્ટાર અને રસ્તાના કિનારે મગફળી વેચે છે? આ સાંભળીને તમને પણ આશ્ચર્ય થયું હશે. તો સાહેબ, આશ્ચર્ય અને પરેશાન થવાની જરૂર નથી. કોમેડિયનના દિવસો સારા ચાલી રહ્યા છે. આ બધું સુનીલ ગ્રોવરની તેના ચાહકોનું મનોરંજન કરવાની રીત છે. જેના ખાતર તે મગફળી વેચવા રસ્તા પર બેસી ગયો હતો.

સુનીલ ગ્રોવરે મગફળી વેચતી વખતે વીડિયો શેર કર્યો અને લખ્યું
‘ખાઓ ખાઓ…’ આ વીડિયો પોસ્ટ થતાની સાથે જ વાયરલ થવા લાગ્યો છે. સુનીલનો વીડિયો વાયરલ થયો વીડિયોમાં તમે જોઈ શકો છો કે સુનીલ ગ્રોવર રસ્તાની બાજુમાં આવેલી મગફળીની દુકાનમાં જાય છે અને ત્યાં મગફળી શેકવા લાગે છે. આટલો મોટો સ્ટાર લોકોને ગરમ મગફળી વેચી રહ્યો છે તે આશ્ચર્યજનક છે. જેકેટ-ટી-શર્ટ, જીન્સમાં મગફળી શેકતા સુનીલ ગ્રોવરના આ ટશનને તમે ક્યારેય નહીં જોયો હોય. કોમેડિયનના આ વીડિયો પર લોકોની ફની પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યુઝરે લખ્યું, વિચારો કે તમે મગફળી ખરીદવા જાઓ અને ત્યાં સુનીલ ગ્રોવર મળી જાય. ઘણા લોકો આ મગફળીની દુકાનનું સરનામું પૂછતા પણ જોવા મળ્યા હતા.

યુઝર્સે સુનીલ ગ્રોવરની ડાઉન ટુ અર્થ નેચરની પ્રશંસા કરી છે. તેને રિયલ સ્ટાર પણ કહેવામાં આવે છે. સુનીલના કાન આમળતા એક યૂઝરે લખ્યું, કપિલ શર્માનો શો છોડ્યા બાદ સુનિલ ગ્રોવરની હાલત. અન્ય યુઝરે લખ્યું, સુનીલ જી ખાવા, પહેલા મગફળીને સારી રીતે શેકી લો.

સુનીલ ગ્રોવર ફિલ્મોમાં વ્યસ્ત છે
સુનીલ ગ્રોવરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મોમાં સક્રિય છે. તેની છેલ્લી રિલીઝ ગુડબાય હતી. ગુડબાય ફિલ્મમાં સુનિલ ગ્રોવરે પંડિતજીની ભૂમિકા ભજવી હતી. સુનીલની આગામી ફિલ્મ જવાન છે. સુનીલને ડોક્ટર મશહૂર ગુલાટી, રિંકુ દેવીના પાત્રથી ઓળખ મળી. કપિલ શર્મા શોમાં તે પરત ફરી રહ્યો હોવાના સમાચાર અવારનવાર આવે છે. ચાહકો પણ ઈચ્છે છે કે કપિલ અને સુનીલ તેમની ફરિયાદો ભૂલીને એક થાય. બંને વચ્ચેના સંબંધો પણ વર્ષોથી સુધર્યા છે. પરંતુ સુનીલ અને કપિલ સાથે કામ કરવું મુશ્કેલ લાગે છે. તેનું એક કારણ સુનીલની ફિલ્મોમાં વ્યસ્તતા છે.

Most Popular

To Top