Gujarat

ગુજરાતમાં એક પણ ઘટના એવી નથી બની કે ઓક્સિજન ખૂટી જવાથી કોઈનું મરણ થયું હોય- CM Rupani

ગાંધીનગર: (Gandhinagar) મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Rupani) આજે ‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ હેઠળ કલોલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે આરસોડિયા ગામના સરપંચ અને અગ્રણીઓ સાથે ચર્ચા કરીને ગામના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. ત્યારે મીડિયા સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, હજુ સુધી ગુજરાતમાં એક પણ ઘટના એવી નથી બની કે ઓક્સિજનના (Oxygen) લીધે કોઈનું મરણ થયું હોય. આજે એવો પ્રશ્ન નથી કે કોઈ દર્દીને બેડ નથી મળ્યો. આજે બીજી લહેરમાં સંક્રમણ વધતા દરરોજ 1 હજાર મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત ઉભી થઇ છે. તે માટે પણ રાજ્ય સરકારે સુચારું આયોજન કર્યું છે. રાજ્યની હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય સતત અવિરત મળતો રહે છે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાતના ગ્રામજનોને અભિનંદન આપું છું, જે વ્વવસ્થા કરી છે. થાકવું નથી અને નિરાશ પણ નથી થવું. 100 વર્ષ પહેલાં સ્પેનિશ ફલૂ નામની મહામારી આવી હતી. 100 વર્ષ પહેલાં લોકોએ મહામારીને હરાવી હતી. કોરોનાની પહેલી લહેર વખતે આટલી વ્યવસ્થા ન હતી અને પૂરી કરી હતી. પણ બીજી લહેરમાં આપણી પાસે બધી વ્યવસ્થા છે. ગુજરાત પાસે ડોક્ટરો છે, ઓક્સિજન છે, રેમડેસિવર છે. રાજ્ય સરકારે વ્યવસ્થા કરી છે. વધુ વ્યવસ્થા કરીશું. દરરોજ 55 હજાર બેડ ઓક્સિજન આઈસીયુ બેડ પર 1 હજાર ટન ઓક્સિજન આપી રહ્યા છીએ. 1 મિનિટ પણ ઓક્સિજન રોક્યો નથી. 

મુખ્યમંત્રીએ કહ્યુ હતું કે, આ પ્રકારની મહામારી સદીમાં એક વખત આવતી હોય છે. ગત સદીમાં 1920માં સ્પેનિશ ફ્લૂ નામની મહામારી આવી હતી. તે સદીમાં કયાં આટલી મેડિકલ સુવિધા કે ડૉક્ટરો હતા, તેમ છતાં તે મહાબીમારીને નાથવામાં માનવ જાત સફળ રહી હતી. ગુજરાત પાસે ડોક્ટરો છે, ઓક્સિજન છે, રેમડેસિવર છે. રાજ્ય સરકારે વ્યવસ્થા કરી છે. કોરોનાની પહેલી લહેર વખતે આટલી વ્યવસ્થા ન હતી અને પૂરી કરી હતી. પણ બીજી લહેરમાં આપણી પાસે બધી વ્યવસ્થા છે.

આજના દિવસમાં હોસ્પિટલોમાં બેડ નથી તેવી સ્થિતિ આપણે નિવારી શક્યા છીએ. તેમણે કહ્યું હતું કે, રેમડેસિવીરની સમગ્ર દેશમાં તાકીદની જરૂરિયાત છે, તેમ છતાં એક માસમાં 7 લાખ જેટલા રેમડેસિવિરની વ્યવસ્થા કરીને ગુજરાતમાં કોરોનાના અનેક દર્દીઓના જીવન બચાવ્યા છે. બીજી લહેરમાં વધુ નુકસાન ન થાય તેવા પ્રયાસ કરીશું. ત્રીજી લહેર માટે રાજ્ય સરકારે પ્લાનિંગ શરૂ કર્યું છે. એક્સપર્ટસ તબીબોની ટીમ, રિસર્ચની ટીમ, વૈજ્ઞાનિકો, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના એક્સપર્ટસની મીટિંગ કરીશું. ત્રીજી લહેર માટે જરૂરી તૈયારી રાજ્ય સરકાર ગંભીરતાથી કરી રહી છે. લોકોની જાગૃતિ ગ્રામજનોના સહયોગ અને રાજ્ય સરકારની આરોગ્ય સેવા વ્યાપ વધારીને આ અભિયાન થકી ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ ઘટાડી શકાશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top