Gujarat

ગુજરાતનો ઉત્તરોત્તર વિકાસ એ જ એજન્ડા : ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર : સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલ તથા કેબિનેટ મંત્રીઓએ આજે સવારે સચિવાલયના સ્વર્ણિમ સંકુલમાં પોતાની સત્તાવાર ઓફિસમા (Office) કાર્યભાર સંભાળી લીધો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પૂજા વિધિ કર્યા પછી વિધિસર ઓફિસમાં કાર્યભાર સંભાળ્યો હતો. કેબિનેટ મંત્રીઓએ પણ આજે સવારે પૂજા વિધી સાથે પદભાર સંભાળી લીધો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલ સામે ચાલીને તમામ મંત્રીઓને સામે ચાલીને તેમની ઓફિસમાં મળવા ગયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ચૂંટણીઓમાં 156 બેઠકો સાથે પ્રચંડ જનસમર્થન મેળવીને સતત બીજીવાર મુખ્યમંત્રીપદનો કાર્યભાર મંગળવારે તા. 13મી ડિસેમ્બરે સવારે શુભ મૂહુર્તમાં વિધિવત સંભાળ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં ભૂપેન્દ્ર પટેલે સીમંધર સ્વામીની મૂર્તિ તથા પૂજ્ય દાદા ભગવાનના શ્રીચરણોમાં ભાવપૂષ્પ અર્પણ કરીને રાજ્યનું જનસેવા દાયિત્વ આજથી સંભાળી લીધું છે. મુખ્યમંત્રીની સાથે રાજ્ય મંત્રીમંડળના નવનિયુક્ત મંત્રીઓ પણ પૂજન-અર્ચનમાં સહભાગી થયા હતાં.

મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર મંત્રીમંડળે સહુજન હિતાય-સહુજન સુખાયની ખેવના તેમ જ ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ધ્યેયમંત્ર સાથે આજે મંગળવાર તા. 13મી ડિસેમ્બરથી જ પોતાના પદભાર સંભાળ્યો છે. મુખ્યમંત્રીએ નવનિયુક્ત સૌ મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું રાજ્યનો ઉત્તરોત્તર અવિરત વિકાસમાં તેમનું યોગદાન મળતું રહે તેવી મંગળ કામનાઓ વ્યક્ત કરી હતી
સત્તાવાર રીતે પદભાર સંભાળ્યા પછી સીએમ ભૂપેન્દ્ર પટેલ તમામ મંત્રીઓની ઓફિસમાં ગયા હતા અને તેઓને વહેલી તકે ગુજરાતના વિકાસના કામે લાગી જવા જણાવ્યું હતું.

Most Popular

To Top