Dakshin Gujarat

નવસારી સહિત ચીખલી અને વાંસદામાં ફરી ધરા ધ્રુજી, 15 દિવસમાં બીજીવાર ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ

નવસારી: નવસારીમાં (Navsari) ફરી એકવાર ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા છે. ચીખલી (Chikhli), વાંસદા (Vansada) તાલુકામાં સોમવારે મોડી રાતે જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મોડી રાત્રે 3.2 રિક્ટર સ્કેલનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ નવસારીથી 29 કિમી દૂર નોંધાયું છે. નવસારીમાં 15 દિવસમાં બીજીવાર ભૂકંપ થતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર ગઈકાલ સોમવારની મોડી રાત્રે 12:10 કલાકે ધરા ધ્રુજી હતી. નવસારીના ચીખલી, વાંસદા તાલુકામાં અડધી રાત્રે 3.2 રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો દોડીને ઘરની બહાર આવી ગયા હતા. લોકોમાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ નવસારીથી 29 કિમી દૂર નોંધાયું હતું. એક જ મહિનામાં બે વાર ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 15 દિવસ પહેલા વાંસદા તાલુકામાં ભૂકંપ આવ્યો હતો.

15 દિવસ પહેલા નવસારી (Navsari) જિલ્લામાં ભૂકંપનો (Earthquake) આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. નવસારીના વાંસદા મથકમાં 5 ઓગસ્ટના રોજ બપોરે 1 વાગ્યાને 29 મિનિટે ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. 2.9ની તીવ્રતાનો આંચકો લાગતો લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વાંસદાથી 20 કિલોમીટર દુર ભીનાર ગામ ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે વાંસદા મથકમાં બે ડેમો આવેલા છે. અને વરસાદી માહોલમાં આ બે ડેમો ઓવરફ્લો થઈ પાણીના વહેણ બદલાઈ છે ત્યારે ભૂકંપના આંચકા અનુભવાય છે.

16 જુલાઈએ ભૂકંપનાં આંચકા નર્મદા જીલ્લામાં અભુવાયા હતા. રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા માપવામાં આવી હતી. ભૂકંપના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. જોકે ભૂકંપનાં આચંકા અનુભવાતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ભૂકંપ આવવાના કારણે લોકો ધરની બહાર આવી ગયા હતા. બપોરે 2 વાગ્યા આસપાસ ભૂકંપ આવ્યો હોવાનું સામે આવ્યું છે.

સરદાર સરોવર-નર્મદા ડેમથી દક્ષિણ-પૂર્વ બાજુએ 10 કિ.મી.ના એરિયામાં તા.16/07/2022ના રોજ બપોરે 2 વાગ્યાના સમયગાળામાં સરદાર સરોવર-નર્મદા ડેમથી દક્ષિણ-પૂર્વ બાજુએ 10 કિલોમીટરના એરિયામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં ડેમની ઉપરની દક્ષિણ-પૂર્વ બાજુએ ડેડિયાપાડાના માથાસર, કણજી, વાંદરી તથા પાનખલા ગામના 10 કિ.મી. એરિયામાં ભૂકંપના આંચકાની કોઇ અસર થઈ નથી. તેમજ જાનમાલને કોઈ નુકસાન થયું નથી.

Most Popular

To Top