Gujarat

કેબિનેટમાં હવેથી આઈએએસ કે મંત્રીઓ મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં

ગાંધીનગર: મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) હવે કેબિનેટ બેઠક (Cabinet meeting) માટે પણ કેટલાક મહત્ત્વના નિયમો જાહેર કર્યા છે. તેમાં ખાસ કરીને કેબિનેટ બેઠક દરમિયાન આઈએએસ (IAS) તથા મંત્રીઓ (Minister) હવે પોતાનો મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં. દાદાને મળવા જવું હશે તો માસ્ક ફરજિયાત પહેરવું પડશેઆ નિયમનો અમલ આજથી શરૂ કરી દીધો છે. મંત્રીઓને મળવા જતી વખતે પણ મુલાકાતી કોઈ મોબાઈલ ફોન જઈ શકશે નહીં. આમેય પહેલાથી સીએમને મળવા જતી વખતે મોબાઈલ ફોન બહાર રાખવાનો હોય છે, તે હવે આગળ વધીને કેબિનેટ બેઠકમાં પણ મોબાઈલ અંદર લઈ જઈ શકાશે નહીં.

  • કેબિનેટમાં હવેથી આઈએએસ કે મંત્રીઓ મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં
  • દાદાને મળવા જવું હશે તો માસ્ક ફરજિયાત પહેરવું પડશે
  • કેબિનેટ બેઠકમાં પણ મોબાઈલ અંદર લઈ જઈ શકાશે નહીં

કેબિનેટ બેઠકમાં સરકારના નિર્ણયને સ્પર્શતી મહત્ત્વની બાબતો
રાજ્ય કેબિનેટ બેઠક સ્વર્ણિમ સંકુલમાં સપ્તાહમાં એક વખત મળતી હોય છે, તેમાં પહેલાં આઈએએસ અધિકારીઓ તથા મંત્રીઓ મોબાઈલ ફોન અંદર લઈ જઈ શકતા હતા. તેના પર હવે પ્રતિબંધ આવી ગયો છે. કેબિનેટ બેઠકમાં અંદર આવા પહેલા જ મોબાઈલ ફોન બહાર જમા કરાવવાનો રહેશે. કેબિનેટ બેઠકમાં સરકારના નિર્ણયને સ્પર્શતી મહત્ત્વની બાબતો ચર્ચાતી હોય છે. તેના કારણે આ નિર્ણય લેવાયો છે. તમામ સેક્રેટરી કક્ષાના અધિકારીઓએ આ સૂચનાનું પાલન કરવાનું રહેશે, તેમ ચીફ સેક્રેટરી કક્ષાએથી આ સૂચના જારી કરાઈ છે. સેક્રેટરીઓની સાથે મંત્રીઓ પણ હવે કેબિનેટ બેઠકની અંદર મોબાઈલ ફોન અંદર લઈ જઈ શકશે નહીં.

સીએમ ભૂપેન્દ્ર પટેલે કેટલાક નવા નિયમો લાગુ કર્યા
અગાઉ મળેલી કેબિનેટ બેઠકમાં પણ કેટલાંક નિયંત્રણો ચર્ચાયાં હતાં. કેબિનેટ બેઠક બાદ મળતી મુજબ સીએમ ભૂપેન્દ્ર પટેલે કેટલાક નવા નિયમો લાગુ કર્યા છે. તેમાં મંત્રીઓની ચેમ્બરની અંદર મોબાઈલ ફોન લઈ જવાશે નહીં. તેવી જ રીતે સામાન્ય લોકો મંત્રીઓએ સોમવારે, જ્યારે ધારાસભ્યો તથા સાંસદોને મંગળવારે મળવાનું રહેશે. સોમથી શુક્રવાર સાંજ સુધી ચેમ્બરની અંદર બેસવાનું રહેશે. મંત્રીઓનું પર્ફોમન્સ ધ્યાને લેવાશે.

સચિવાલયમાં અમલી બનેલાં નિયંત્રણો

  1. મંત્રીઓએ સોમવારે મુલાકાતી માટે દિવસ ફાળવવાનો રહેશે
  2. મંગળવારનો દિવસ ચુંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓ માટે ફાળવવામાં આવ્યો છે
  3. રાજ્યનો કોઇપણ મુલાકાતી મંત્રીઓની ચેમ્બરમાં મોબાઇલ ફોન લઇ જઇ શકશે નહીં
  4. મંત્રીઓએ શુક્રવાર સાંજ સુધી ફરજિયાત મંત્રાલયમાં હાજર રહેવું પડશે
  5. બુધવારે કેબિનેટની બેઠક બાદ મંત્રીઓ મુખ્યમંત્રીને મળી શકશે
  6. ઇમરજન્સી સિવાય મુખ્યમંત્રી સાથેની મુલાકાતો પર નિયંત્રણ મૂકવામાં આવ્યાં છે
  7. સ્વર્ણિમ સંકુલમાં મુલાકાતીઓ સવારે 10.30 કલાકથી રજૂઆત કરવા આવી શકશે
  8. મંગળવારે 10.30થી 12.30 સુધી મંત્રીઓ MP, MLA સ્થાનિક રજૂઆતો સાંભળશે
  9. દર મંગળવારે બપોરે 2.30થી MP, MLA અને પદાધિકારીઓ લોકો સાથે ચર્ચા કરશે
  10. કેબિનેટ મંત્રીઓના કાર્યાલયમાં નવા નિયમો સંદર્ભે જાણ કરવામાં આવી છે
  11. કેબિનેટમાં મંત્રીઓ તથા સેક્રેટરીઓ અંદર મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં

Most Popular

To Top