National

ઘૂરંધરો પાછળ છૂટ્યા, છત્તીસગઢને મળ્યા પહેલા આદિવાસી CM, વિષ્ણુદેવ સાયને મળી જવાબદારી

છત્તીસગઢ (Chattishgadh) વિધાનસભા ચૂંટણીમાં જંગી જીત નોંધાવ્યા બાદ ભાજપે (BJP) રાજ્યના મુખ્યમંત્રી તરીકે આદિવાસી નેતા વિષ્ણુદેવ સાય પર દાવ લગાવ્યો છે. રવિવારે યોજાયેલી પાર્ટીની (Party) ધારાસભ્ય દળની બેઠકમાં સાઈને નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. સાઈ છત્તીસગઢની કુનકુરી વિધાનસભામાંથી ચૂંટાયા છે. રાજ્યમાં આદિવાસી સમુદાયની વસ્તી સૌથી વધુ છે. સાઈ આ સમુદાયમાંથી આવે છે. તેઓ રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હશે.

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે કોઈનો સીએમ ચહેરો રજૂ કર્યો ન હતો. આખી ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર લડવામાં આવી હતી, પરંતુ જીત બાદ સીએમના ચહેરાને લઈને રાયપુરથી લઈને દિલ્હી સુધી એક સપ્તાહ સુધી ચર્ચાનો દોર ચાલ્યો હતો. હવે પાર્ટીએ આ રેસમાં આદિવાસી સમુદાયમાંથી આવતા વિષ્ણુદેવ સાંઈના નામને મંજૂરી આપી દીધી છે.

વિષ્ણુ દેવ સાય (તેલી) સમુદાયના છે. તેમનો જન્મ જશપુરમાં થયો હતો. રાજકારણમાં આવતા પહેલા તેઓ ખેડૂત હતા. છત્તીસગઢ મધ્યપ્રદેશથી અલગ થયું તે પહેલાં તેમણે 1990-98 ની વચ્ચે મધ્ય પ્રદેશ વિધાનસભાના સભ્ય તરીકે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2023 માં વિષ્ણુ દેવ સાયએ કુનકુરી મતવિસ્તારમાંથી કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય યુડી મિંજને હરાવીને જીત મેળવી હતી. વિષ્ણુદેવ ભાજપમાંથી આવનારા પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી પણ હશે. જો કે પૂર્વ સીએમ અજીત જોગીને આદિવાસી સમુદાયમાંથી આવતા રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી પણ માનવામાં આવે છે પરંતુ તેમની જાતિ સંબંધિત કેસ હાલમાં કોર્ટમાં પેન્ડિંગ છે.

Most Popular

To Top