National

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય યોગ્ય: સુપ્રીમની મંજૂરી

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી (Jammu-kashmir) બંધારણની કલમ 370ની જોગવાઈઓને રદ કરવા માટે અગાઉ કાર્યવાહી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના 2019ના આ નિર્ણય (Decision) વિરુદ્ધ 23 અર્જીઓ દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓ ઉપર સુપ્રીમ કોર્ટ આજે એટલે કે 11 ડિસેમ્બરે પોતાનો ચુકાદો આપશે. આ કલમ દ્વારા જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો મળ્યો હતો. 370 મુજબ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલી 11 ડિસેમ્બરે થનારા ચુકાદાઓની યાદી મુજબ દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેંચ 4 વર્ષ 4 મહિના બાદ આજે કલમ 370 અંગે ચુકાદો સંભળાવશે. CJI સિવાય આ બેંચમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને સૂર્યકાન્ત છે. તેઓ વર્ષ 2014માં કલમ 370ને જમ્મુ-કશ્મીરમાંથી હટાવવા અંગે નિર્ણય લેશે. તેમજ આ કલમ હટાવવા વિરુદ્ધની યાચીકાઓ ઉપરપણ આજે સુનાવણી કરવામાં આવશે.

11 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલી યાદી અનુસાર, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચ ચુકાદો સંભળાવશે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં સતત 16 દિવસ સુધી તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

16 દિવસની સુનાવણી દરમિયાન કોર્ટે એટર્ની જનરલ આર વેંકટરામણી, સોલિસિટર જનરલ તુષાર મહેતા, વરિષ્ઠ વકીલો હરીશ સાલ્વે, રાકેશ દ્વિવેદી, વી ગિરી અને કેન્દ્ર વતી અન્ય વકીલો તેમજ કલમ 370 નાબૂદ કરવાના બચાવમાં દલીલો કરનારા વકીલોને સાંભળ્યા હતા. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

પાંચ જજોની બંધારણીય બેન્ચ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોઃ

  • શું કલમ 370 બંધારણમાં કાયમી જોગવાઈ બની ગઈ?
  • શું સંસદ પાસે કલમ 370માં સુધારો કરવાની સત્તા છે? જો તે કાયમી જોગવાઈ બની જાય તો શું થશે?
  • શું સંસદને રાજ્યની યાદીમાંની કોઈપણ બાબત પર કાયદો બનાવવાની સત્તા નથી?
  • કેન્દ્રશાસિત પ્રદેશ ક્યાં સુધી અસ્તિત્વમાં રહી શકે છે?
  • બંધારણ સભાની ગેરહાજરીમાં કલમ 370 હટાવવાની ભલામણ કોણ કરી શકે?

પ્રશ્નોના ઉત્તર સ્વરૂપે અરજદારોના તર્ક:
કલમ 370 કાયમી બની ગઈ છે. કારણ કે બંધારણ સભાની ભલામણને અનુચ્છેદ 370માં જ ફેરફારો કરવાની જરૂર હતી. કારણકે 1957માં બંધારણ સભાએ 370 ઉર કામ કરવાનું બંધ કરી દીધું હતું.
અરજદારોએ દલીલ કરી હતી કે બંધારણ સભાની ગેરહાજરીમાં, કેન્દ્રએ આડકતરી રીતે બંધારણ સભાની ભૂમિકા સ્વીકારી અને રાષ્ટ્રપતિના આદેશ દ્વારા સત્તાનો ઉપયોગ કર્યો છે. તેમજ 370 અંગે નિર્ણય લેવાની કામગીરી હાથ ધરી છે.
જમ્મુ-કાશ્મીરના સંદર્ભમાં કોઈપણ કાયદામાં ફેરફાર કરતી વખતે બંધારણ, રાજ્ય સરકારની સંમતિને ફરજિયાત બનાવે છે. જ્યારે કલમ 370 નાબૂદ કરવામાં આવી ત્યારે જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન હતું. તેમજ રાજ્ય સરકારની કોઈ સંમતિ ન હતી.
અરજદારોએ દલીલ કરી હતી કે રાજ્યપાલ મંત્રી પરિષદની સહાય અને સલાહ વિના વિધાનસભાનું વિસર્જન કરી શકે નહીં. કેન્દ્રએ જે કર્યું છે તે બંધારણીય રીતે સ્વીકાર્ય નથી અને છેલ્લા ઉપાયને યોગ્ય ઠરાવતું નથી.

કેન્દ્ર તરફથી રજૂ કરાયેલા તર્ક
કેન્દ્રએ દલીલ કરી હતી કે બંધારણ હેઠળ નિર્ધારિત યોગ્ય પ્રક્રિયાનું કોઈ ઉલ્લંઘન થયું નથી. તેમજ કેન્દ્ર પાસે રાષ્ટ્રપતિનો આદેશ જાહેર કરવાની સત્તા છે. અરજદારોએ જે આક્ષેપ કર્યા છે, તેનાથી વિપરીત કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી.
કેન્દ્રએ બીજી દલીલ કરી હતી કે બે અલગ બંધારણીય અંગો છે. રાષ્ટ્રપતિ, રાજ્ય સરકારની સંમતિથી જમ્મુ અને કાશ્મીરના સંદર્ભમાં બંધારણના કોઈપણ ભાગમાં સુધારો કરવાની સત્તા ધરાવે છે.
કેન્દ્રએ દલીલ કરી હતી કે જો જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી કલમ 370ને નાબૂદ કરવામાં નહીં આવે, તો તેની અગાઉના રાજ્ય પર “આપત્તિજનક અસર” થઈ શકે છે. કેન્દ્રએ દલીલ કરી હતી કે સંપૂર્ણ એકીકરણ માટે વિલીનીકરણ જરૂરી છે. જેનાથી આ પ્રકારનું “આંતરિક સાર્વભૌમત્વ” અસ્તિત્વમાં છે. કેન્દ્રએ દલીલ કરી હતી કે અનુચ્છેદ 370 કાયમી અનુચ્છેદ નથી અને તેનો અર્થ માત્ર બંધારણમાં કામચલાઉ જોગવાઈ તરીકે હતો.


Most Popular

To Top