SURAT

બીલીમોરાની આ કંપનીનો મેનેજર રૂપિયા 50 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયો

સુરત: બીલીમોરાની (Bilimora) નામાંકીત કંપની ઇરકોન ઇન્ટરનેશનલ લીમીટેડનો લાંચીયો મેનેજર રૂપિયા 50 હજારની લાંચ (Bribe) લેતા ઝડપાયો હતો. મેનેજર (Maneger) દેસરા સ્ટેશન રોડ લક્ષ્મી પેલેસના વાહન પાર્કીંગમાં (Parking) ઝડપાયો હતો. લાંચિયા મેનેજરે રેલ્વેના (Rail) પાટા (Track) નાંખવાની કામગીરી માટે મોટર ગ્રેડરનો કોન્ટ્રાક્ટ (Contract) આપવા 1,50,000 લાખની લાંચ માંગી હતી. જેના પહેલા હફ્તા સ્વરુપે 50,000 લેતા ACBએ મેનેજર ઝડપી પાડ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ બીલીમોરા દેસરા સ્ટેશન રોડ લક્ષ્મી પેલેસના વાહન પાર્કીંગના જાહેરમાં ઇરકોન ઇન્ટરનેશનલ લીમીટેડનો મેનેજર રૂપિયા 50 હજારની લાંચ લેતા ઝડપાયો હતો. તેને ACBએ રંગેહાથે ઝડપી પાડ્યો હતો. મેનેજરે વાનગામ દહાણુ મહારાષ્ટ્ર ખાતે રેલ્વેના પાટા નાંખવાની કામગીરી માટે મોટર ગ્રેડરનો કોન્ટ્રાક્ટ અપાવવા બદલ રૂપિયા 1,50,000 લાખની લાંચ માંગી હતી. એટલું જ નહીં પણ લાચનો પહેલો હફ્તો લેવા જતા જ પકડાય ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. લાંચ લેતા ઝડપાયેલા સ્વરૂપકુમાર રામેન્દ્રકુમાર પાલ હાલ ACBની કસ્ટડીમાં છે.

ઓન ડ્યુટી પોલીસ ઇન્સપેકટર કે.આર.સક્સેના, એ.સી.બી. સુરત તથા ટ્રેપિંગ અધિકારી એ.સી.બી. સ્ટાફએ જણાવ્યું હતું કે લાંચ લેતા ઝડપાયેલા સ્વરૂપકુમાર રામેન્દ્રકુમાર પાલ ઇરકોન ઇન્ટરનેશનલ લીમીટેડનો મેનેજર છે. આ કંપની દ્વારા વાંનગામ દહાણુ મહારાષ્ટ્ર ખાતે રેલ્વેના પાટા નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી ભારત સરકારનાં ફ્રૈટ કોરીડોર પ્રોજેક્ટ સી.ટી.પી.12 અંતર્ગત ચાલી રહી છે. જેના માટે મોટર ગ્રેડરની જરૂર ઉભી થતા કોન્ટ્રાક્ટ પર તેને લેવાનું નક્કી કરાયા બાદ કોન્ટ્રાકટરને કોટેશન અને શરતો લખીને મોકલવવામાં આવી હતી.

ત્યારબાદ ઇમેલમા માધ્યમથી ત્રણ માસ માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ફરીથી વધુ ત્રણ માસ માટેનો કોન્ટ્રાક્ટ લંબાવવા માટે સ્વરૂપકુમાર પાલ દ્વારા કોન્ટ્રાક્ટના પ્રત્યેક માસ મુજબ રૂ. 20 હજાર વ્યવહાર અને રૂપિયા 1,50,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી. લાંબી વાતચીત બાદ અંતે એક લાખ આપવાનું નક્કી કરાયું હતું. જેના પ્રથમ હપ્તા પેટે રૂ. 50 હજાર લેવા આવતા મેનેજર ઝડપાઇ ગયો હતો.

ફરિયાદી કોન્ટ્રાક્ટર લાંચ આપવા માંગતા ન હતા. જેથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેના આધારે લાંચના છટકાનું આયોજન કરી લાંચિયા સ્વરૂપકુમાર રામેન્દ્રકુમાર પાલને ફરીયાદી સાથે લાંચના વિષયમાં વાતચીત કરી લાંચની રકમ રૂ. 50 હજાર સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યો હતો.

Most Popular

To Top