Entertainment

સુશ્મિતાના પતિ બનવાનું ચંદ્રચુરને ફળ્યું

ચંદ્રચુરસીંઘ જયારે ગુલઝારની ‘માચીસ’ ફિલ્મમાં આવ્યો ત્યારે ઘણાનો મત હતો કે તે તેના નામને કારણે નહીં ચાલશે. જોકે આમ તો એવું હોતુ નથી પણ તે ત્યાર પછી વીસેક ફિલ્મમાં તો કામ કર્યું. જો કે તો પણ ચંદ્રચુરને કારણે ચાલી હોય એવી ફિલ્મ એક પણ નથી. વેબ સિરીઝો શરૂ થઇ પછી તેનામાં ડહાપણ આવ્યું કે ફિલ્મ નહીં તો વેબસિરીઇઝ ભી ચલેગા અને હવે ‘આર્યા’ની બીજી સીઝનમાં પણ તે તાજ સરીન તરીેક દેખાય રહ્યો છે. તે ‘દિલ બેકરાર’માં પણ હાર્દિક મોટલા તરીકે દેખાયો અને હવે ‘ધોઝ પ્રાઇસી ઠાકુર ગર્લ્સ’માં પણ સિધ્ધાંત શુકલ, અંજલી આનંદ જોડે દેખાશે. આ સિરીયલમાં પદ્મિની કોલ્હાપુરે પણ છે.

ફિલ્મોથી નવરા પડેલા ઘણા સ્ટાર્સ માટે વેબસિરીઝ ઘર બની ગયું છે તેમાં વિવેક ઓબેરોય પણ છે અને પદ્મિની કોલ્હાપૂરે પણ અને અલબત્ત, ચંદ્રચુરસીંઘ પણ. આમ તો તે બહુ જાણીતી દૂન સ્કૂલનો વિદ્યાર્થી છે અને શાસ્ત્રીય ગાયન પણ શીખેલો છે. મૂળ ઓડિસાના ચંદ્રચુરને એક સાથે ‘તેરે મેરે સપને’ અને ‘માચીસ’ મળેલી. એક ફિલ્મનો નિર્માતા અમિતાભ બચ્ચન હતો એટલે ચંદ્રચુર ચમકવો જોઇતો હતો. ‘માચીસ’માં તો તેની હીરોઇન તબુ હતી પણ ન ચાલ્યો તે ન ચાલ્યો. તે ‘દાગ: ધ ફાયર’, ‘કયા કહેના’, ‘જોશ’ (જેમાં તે ઐશ્ચર્યા રાય સાથે હતો) સહિતની ફિલ્મો છતાં તેની કારકિર્દીનું ગાડું રણમાં ઘુમતું રહ્યું. તેને મીરા નાયરની ‘ધ રીલકરન્ટ ફંડામેન્ટાલિસ્ટ’ ફિલ્મ પણ મળી અને ‘ઝિલા ગાઝિયાબાદ’માં પણ તે હતો પણ સબ ઠીક હે. અત્યારે તે ‘મિશન સિન્ડ્રેલા’ નામની ફિલ્મમાં કામ કરી રહ્યો છે પણ અપેક્ષા પણ નથી ચાલ્યો એ નકકી.

ચંદ્રચુરસીંઘ હવે બચાવની મુદ્રામાં વાત કરે છે કે મારે એકના એક પ્રકારની ભૂમિકાઓ ભજવવી નહતી. ખેર, એ જવા દો પણ કોરોનાને તે પોતાની કારકિર્દીમાં મહત્ત્વનો ગણે છે. કોરોનાને કારણે જ તેને ‘આર્યા’ની ભૂમિકા મળી તે સ્વીકારી લીધી. સુશ્મિતા સેનના પતિની ભૂમિકા હોય તો ના પાડવી પણ કઇ રીતે? ‘આર્યા’ વડે સુશ્મિતા અને ચંદ્રચુર બંનેનું કમબેક થયું. તે કહે છે કે મને આ સિરીયલે ઘણું શીખવ્યું છે. હવે હું જે કોઇ સારા પાત્રો મળે તો સ્વીકારવા તૈયાર છું. ઓટીટી પ્લેટફોર્મ પર ઘણી સંભાવના છે અને મારે હંમેશ કશુંક નવું કરવું છે. ચંદ્રચુર અત્યારે અક્ષયકુમાર, જેડી ભગનાની, સરગુન મહેતા સાથે જેડી ભગનાનીની ફિલ્મનું શૂટિંગ પણ કરી રહ્યો છે. ફિલ્મનું નામ ‘સિન્ડ્રેલા’ છે. આ ઉપરાંત રંજીત તિવારી દિગ્દર્શીત એક ફિલ્મમાં પણ તે અક્ષયકુમાર સાથે જ કામ કરી રહ્યો છે. મતલબ કે તે અત્યારે કામમાં છે અને તેના જેવી બીજી સારી વાત કોઇ હોતી નથી.

Most Popular

To Top