National

CBSEએ ધોરણ 12નાં રિઝલ્ટની ફોર્મ્યુલા જણાવી, 31 જુલાઈ પહેલાં પરિણામ જાહેર કરાશે

CBSE બોર્ડનું 12મા ધોરણનું પરિણામ તૈયાર કરવા અંગે 13 સભ્યોની બનાવવામાં આવેલી કમિટીએ ગુરુવારે સુપ્રીમ કોર્ટ (supreme Court) સમક્ષ તેમનો રિપોર્ટ સોંપી દીધો છે. બોર્ડે રિઝલ્ટ જાહેર કરવા અંગેની ફોર્મ્યુલા જણાવી હતી. બોર્ડે જણાવ્યું કે 30:30:40 ફોર્મ્યુલાને આધાર બનાવી પરિણામ તૈયાર કરવામાં આવશે. સીબીએસઈ (CBSE) એ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે ધોરણ 12ની પરીક્ષા (Exam) ના પરિણામ 31 જુલાઈ સુધીમાં જાહેર કરી દેવાશે. 

કોરોના વાયરસના સંક્રમણના કારણે સીબીએસઇ અને આઇસીએસઇ તરફથી ધોરણ-12 બોર્ડ પરીક્ષા 2021ને રદ કરી દેવામાં આવી હતી. હવે પરિણામ જાહેર કરવાને લઈ સીબીએસઇ તરફથી તૈયારી કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે સીબીએસઇને મૂલ્યાંકન નીતિ નક્કી કરવા માટે 14 દિવસનો સમય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં સીબીએસઇ ધોરણ-12નું પરિણામ જાહેર કરવાને લઈ સુનાવણી હાથ ધરવામાં આવી જેમાં સીબીએસઇએ સોગંધનામું રજૂ કર્યું. સુપ્રીમ કોર્ટે ‘CBSE અને ICSE બંને બોર્ડે કહ્યું કે, પરિણામ જાહેર કરવાની ફોર્મ્યૂલા સાથે વૈકલ્પિક એક્ઝામનો સમય પણ આપવામાં આવે. જો એડ્વોક્ટ વિકાસ સિંહ કોઈ સૂચન આપશે તો તેના વિશે વિચાર કરવામાં આવશે. બંને બોર્ડ સ્કીમ લાગુ કરવા માટે સ્વતંત્ર છે.

પરિણામ તૈયાર કરવાની આ છે ફોર્મ્યુલા

બોર્ડે રિઝલ્ટ જાહેર કરવા વિશેની તેમની ફોર્મ્યુલા જણાવી છે. બોર્ડના જણાવ્યા પ્રમાણે, ધોરણ 10, ધોરણ 11 નાં ફાઈનલ રિઝલ્ટ અને ધો.12ના પ્રી-બોર્ડના રિઝલ્ટને ફાઈનલ રિઝલ્ટનો આધાર બનાવવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માંગે છે તેમના માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. જો બધું બરાબર રહેશે તો 31 જુલાઈ સુધી રિઝલ્ટ આપી દેવામાં આવશે. 10મા ધોરણના 5 વિષયમાંથી 3 વિષયના સૌથી સારા માર્ક્સની ગણતરી કરવામાં આવશે. એ જ રીતે 11મા ધોરણના પાંચ વિષયોની સરેરાશ ગણવામાં આવશે અને 12મા ધોરણની પ્રી-બોર્ડ એક્ઝામ અથવા પ્રેક્ટિકલ એક્ઝામના નંબરની ગણતરી કરવામાં આવશે. 10મા અને 11મા ધોરણમાં માર્ક્સ 30 ટકા અને 12મા ધોરણમાં માર્ક્સના 40 ટકાના આધારે પરિણામ નક્કી કરવામાં આવશે.

સીબીએસઈની ફોર્મ્યુલા જાહેર થયા બાદ હવે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનાં પરિણામ બાબતે પણ ચર્ચા શરૂ થઈ છે. તરફ ધોરણ 12ના વિદ્યાર્થીઓ કે જેમને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે તેવા વિદ્યાર્થીના ધોરણ 11 અને ધોરણ 12 ની લેવાયેલી બે ટેસ્ટના માર્ક ગુજરાત બોર્ડે (Gujarat Board) તમામ શાળાઓ પાસેથી મંગાવ્યા છે. જાણવા મળ્યા મુજબ ગુજરાત બોર્ડ દ્વારા સીબીએસઇ (CBSE) ની ધોરણ 12ની માર્કશીટ અંગેની જોગવાઇનો અભ્યાસ કરવામાં આવશે.

Most Popular

To Top