National

જમ્મુ-કાશ્મીરમાં પોલીસ ભરતી કૌભાંડ મામલે CBIના દરોડા, દેશભરમાં 33 સ્થળો પર કાર્યવાહી

જમ્મુ-કાશ્મીર: CBIની ટીમે મંગળવાર જમ્મુ અને કાશ્મીર પોલીસ ભરતી કૌભાંડ(J&K Police Recruitment Scam)ના સંબંધમાં દેશભરમાં દરોડા(Raid) પાડ્યા છે. CBIની ટીમે J&K SSBના અધ્યક્ષ ખાલિદ જહાંગીર અને કંટ્રોલર અશોક કુમાર સહિત અન્ય આરોપીઓના સ્થાન પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. CBIની ટીમે દેશભરમાં 33 સ્થળોએ દરોડા પાડ્યા છે. જેમાં જમ્મુમાં 14, શ્રીનગરમાં 1, હરિયાણામાં 13 , ગાઝિયાબાદ, બેંગલુરુ અને ગુજરાતના ગાંધીધામમાં 1-1 જગ્યાએ સીબીઆઈના દરોડા ચાલી રહ્યા છે. મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીર પોલીસ, ડીએસપી અને સીઆરપીએફના અધિકારીઓના સ્થળો પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ રીતે થયો પોલીસ ભરતી કૌભાંડનો પર્દાફાશ
તમને જણાવી દઈએ કે આ પોલીસ ભરતી કૌભાંડનો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એડુમેક્સ કોચિંગના મોટાભાગના ઉમેદવારોએ સબ ઈન્સ્પેક્ટરની ભરતીની પરીક્ષા પાસ કરી હતી. તમને જણાવી દઈએ કે જમ્મુ અને કાશ્મીર સબ ઈન્સ્પેક્ટરની ભરતીની પરીક્ષા 27 માર્ચ 2020ના રોજ યોજાઈ હતી. આ પરીક્ષામાં 97000 ઉમેદવારોએ ભાગ લીધો હતો. જમ્મુ અને કાશ્મીર સબ ઇન્સ્પેક્ટરની ભરતીની પરીક્ષાનું પરિણામ 4 જૂન 2022 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં 1200 ઉમેદવારો પાસ થયા હતા. જોકે, ત્યારબાદ પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદો મળતાં તેને રદ કરવામાં આવી હતી.

આ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો
જમ્મુ અને કાશ્મીરનાં સબ ઈન્સ્પેક્ટર ભરતી કૌભાંડમાં સીબીઆઈએ જમ્મુ કાશ્મીર સ્ટાફ સિલેકશન બોર્ડ (JKSSB)ના સભ્ય નારાયણ દત્ત, BSFના ડૉક્ટર કૃણાલ સિંહ, SI પરીક્ષા આપનારી કંપની મેરિટ્રેક્સ સર્વિસ અને Edumax કોચિંગ ક્લાસની ધરપકડ કરી છે. અખનૂરમાં ડાયરેક્ટર અવિનાશ ગુપ્તા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

ગયા મહિને પણ દરોડા પાડવામાં આવ્યા હતા
તમને જણાવી દઈએ કે ગયા મહિને 5 ઓગસ્ટના રોજ સીબીઆઈએ જમ્મુ-કાશ્મીર સબ ઈન્સ્પેક્ટર ભરતી કૌભાંડમાં 30 સ્થળોએ દરોડા પાડ્યા હતા. 5 ઓગસ્ટે જમ્મુમાં 28 સ્થળોએ, શ્રીનગર અને બેંગ્લોરમાં એક-એક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. આરોપ મુજબ, 27 માર્ચ 2022ના રોજ યોજાયેલી સબ ઈન્સ્પેક્ટરની ભરતી પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી. ત્યારબાદ આ પરીક્ષા રદ્દ થયા બાદ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. સીબીઆઈએ જમ્મુ-કાશ્મીર સબ ઈન્સ્પેક્ટર ભરતી કૌભાંડમાં 33 આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

Most Popular

To Top