Comments

જ્ઞાતિ આધારિત વસ્તીગણતરી થવી જોઇએ

2024 માં લોકસભાની આગામી ચૂંટણી પહેલાં આપણા રાજકારણ પર છવાઇ જાય તેવો કોઇ મુદ્દો હોય તો તે જ્ઞાતિ આધારિત વસ્તીગણતરીનો હશે. તા. 23 મી ઓગસ્ટ બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે પોતાના કટ્ટર હરીફ અને બિહાર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ સહિતના એક પ્રતિનિધિ મંડળની આગેવાની લઇ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીમાં જરાય વિલંબ નહીં કરવા મોદીને વિનંતી કરી. બાજી હવે મોદીના હાથમાં છે એવું સ્પષ્ટ કરી નીતીશકુમારે શબ્દોની ચોરી કર્યા વગર કહયું કે મોદીએ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી વિશેની અમારી માંગણીને ધ્યાનથી સાંભળી અને અમે આશા રાખીએ છીએ કે તે આ માગણી પર વિચારણા કરશે અને તેમને નિર્ણય લેવા જણાવ્યું છે.

નીતીશકુમાર અને બિહારમાં તેમના કટ્ટાર હરીફ તેજસ્વી યાદવ મોદીને દિલ્હીમાં મળ્યા પછી સાથે વાત કરતા ઊભેલા જણાયા હતા. 2020 માં પોતાના જનતા દળે બિહાર વિધાનસભામાં ભૂંડો દેખાવ કર્યો ત્યારથી નીતીશકુમાર અને ભારતીય જનતા પક્ષ વચ્ચેના સંબંધો કથળી ગયા છે. તેઓ મુખ્ય પ્રધાન બની ગયા છે પણ તેઓ એ વાત ભૂલ્યા નથી કે તેઓ ભારતીય જનતા પક્ષની દયા પર એ પદ પર બેઠા છે. બિહાર વિધાનસભામાં ભારતીય જનતા પક્ષને નીતીશકુમારના પક્ષ કરતાં વધુ બેઠકો મળી છે.

1993 માં મંડળ પંચના અન્ય પછાત વર્ગો માટેના પંચની ભલામણોનો સ્વીકાર થયો ત્યારથી લાભ મેળવનારા રાજકીય પક્ષોએ આ માંગણી ઉઠાવી છે. ત્યારથી આ પક્ષો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પક્ષે સફળતા મેળવી તેને આધારે પોતની તાકાત વધારવાના માર્ગો શોધી રહયા છે. આ પક્ષો તરફથી મોદી પર એટલું દબાણ આવી રહ્યું છે કે ભારતીય જનતા પક્ષને બધા નેતાઓ ભારતીય જનતા પક્ષ માટે ઘણું મોડું થઇ જાય તે પહેલાં મોદી તક ઝડપી લેશે એવી આશામાં આ માગણીને ટેકો આપી રહ્યા છે.

હકીકતમાં મોદીની ભારતીય જનતા પક્ષનો પાયો અન્ય પછાત વર્ગો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં પાયો વિશાળ બનાવવાની વધુ મોટી હિકમત છતાં એવા નિર્દેશ મળે છે કે તેમની સરકારને જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ લાંબા ગાળાના પરિણામ આપે તેવી સંવેદનશીલ લાગે છે. 2019 ની લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારે આર્થિક રીતે પછાત વર્ગો માટે અનામત કવોટાનો કાયદો પસાર કર્યો જેમાં અન્ય પછાત વર્ગોમાં નહીં આવરી લેવાયેલા અન્ય જ્ઞાતિઓનાં ગરીબોને આવરી લેવા યા અન્ય પછાત વર્ગો આધારિત અન્ય પક્ષોને પણ તેના અમલને ટેકો આપ્યો, સાથે સાથે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની માંગને વાચા આપી જેનાથી તેમને પોતાના સમાજ માટે વધુ કવોટાની માંગને ટેકો આપી શકે.

તાજેતરમાં એકતાના એક અભૂતપૂર્વ પ્રદર્શનમાં સંસદે એક એવો બંધારણ સુધારો પસાર કર્યો જેમાં સુપ્રીમ કોર્ટના 2021 ના મે ના એક એવા ચુકાદાને વળોટી જવાયો હતો કે જે ચુકાદામાં એવું પ્રસ્થાપિત થયું હતું કે માત્ર કેન્દ્ર સરકાર જ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓના નામની જાહેરાત કરી શકે, રાજયો નહીં. બંધારણનો આ સુધારો 177 મો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાએ રાજય સરકારો અને અન્ય પછાત વર્ગોમાં વિરોધનો વંટોળ જગાવ્યો હતો. સંસદમાં દિવસો સુધી ધાંધલધમાલ ચાલી હોવા છતાં આ ખરડાને વિરોધ પક્ષોએ આપેલો ટેકો સૂચક છે કારણ કે બંધારણનો સુધારો પસાર કરવા માટે સંસદ ભવનમાં કમમાં કમ 50 ટકા હાજરી સાથે 2/3 સંસદ સભ્યોની હાજરી જરૂરી બને છે. તમામ પક્ષોએ આ ખરડાને ટેકો આપ્યો  છતાં ઘણા સભ્યો જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી માટે દબાણ નહીં કરી શકયા.

આમ છતાં સરકારે આ મામલે ચૂપકીદી સાધી, પણ ગયા મહિને જ ગૃહ ખાતાના રાજય કક્ષાના પ્રધાન નિત્યાનંદે કહ્યું કે ભારત સરકારે નીતિ તરીકે અનુસૂચિત જાતિ અને જનજાતિઓ સિવાય જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી નહીં કરવાનું નક્કી કર્યું છે.તા. 23 મી ઓગસ્ટે નીતીશકુમાર મોદીને મળ્યા તે પહેલાં ભારતીય જનતા પક્ષના નેતા સુશીલ મોદીએ ટવીટ કર્યું કે ભારતીય જનતા પક્ષ કયારેય જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની વિરુધ્ધમાં નહોતો. ભારતીય જનતા પક્ષનું મન કળી શકાય છે પણ તે વીંછીનો દાબડો ખોલી નાંખશે તેનું શું?

નવા સભ્યો અન્ય પછાત વર્ગોની મોટી સંખ્યા રજૂ કરે તો જ્ઞાતિ આધારિત પ્રાદેશિક પક્ષોનો પાયો મજબૂત થાય અને તેઓ કેન્દ્ર સરકારની નોકરીઓમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં કવોટાની ફેરરચના કરવા માટે ભારતીય જનતા પક્ષને પડકાર ફેંકે જ. માંડલ રાજકારણનો બીજો ભાગ આનાથી શરૂ થાય અને ભારતીય જનતા પક્ષનાં ઘણાં રાજ્યોમાં વર્ચસ્વ પર અવળી અસર પડે. ભારતીય જનતા પક્ષ અન્ય પછાત વર્ગો, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓને રીઝવવાનો અન્ય બિનપછાત વર્ગો સાથે કરે છે તેટલો પ્રયત્ન કરે તો દેશભરમાં તેનો હિંદુઓનો ટેકો જોખમમાં આવી જાય. ભારતીય જનતા પક્ષનો વૈચારિક ગુરુ-રાષ્ટ્રીય સ્વયંસેવક જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની તરફેણ નથી કરતો કારણ કે તે માને છે કે આનાથી મતદારો જ્ઞાતિઓની સંકુચિત વાડાબંધીમાં વહેંચાઇ જશે અને તેનો લાભ એ પક્ષોને મળશે જયારે હિંદુ જૂથો એકમેકની સામે જંગે ચડે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top