National

કોરોનાના કેસની સંખ્યામાં ગરબડી : સરકારે આપેલા આંકડા જ વિરોધાભાષી

૩૧ ડીસેમ્બર-૨૦૨૦ સુધીમાં અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલોમાં સરકારી કવોટામાં ૫૯,૯૯૩ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. આમ, ખાનગી હોસ્પિટલમાં જ ૫૯,૯૯૩ કોરોના દર્દીઓ નોંધાયા હોય તો અમદાવાદ શહેરમાં કુલ ૫૩,૭૨૮ દર્દીઓ કેવી રીતે હોઈ શકે ? કોરોના મહામારીમાં રાજ્ય સરકારે દર્દીઓને સમયસર સારવાર મળે તેવી કામગીરી કરવાના બદલે કોરોનાના દર્દીઓના આંકડાઓ છુપાવા વધારે પ્રયાસ કરવામાં આવ્યો હોઈ તે પુરવાર થયું છે, તેવો ગંભીર આક્ષેપ કોંગ્રેસના સભ્યોએ કર્યો હતો.

વિધાનસભામાં કોરોનાના આંકડા અંગે પુછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં વિધાનસભામાં સરકારે તા. 3જી માર્ચના રોજ કોરોનાના આંકડાની આપેલી વિગતમાં તા.૩૧ ડીસેમ્બર-૨૦૨૦ સુધીમાં અમદાવાદ શહેરમાં કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યા ૫૩,૭૨૮ છે.

જ્યારે આજે તા.૯મી માર્ચના-૨૧ની પ્રશ્નોતરીમાં ૩૧ ડીસેમ્બર-૨૦૨૦ સુધીમાં અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલોમાં સરકારી કવોટામાં ૫૯,૯૯૩ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. આમ સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડાઓમાં જ વિરોધાભાષ જોવા મળે છે.

કોરોના મહામારીમાં એક સમય એવો હતો કે ૧૨૦૦ બેડની સિવિલ કોવિડ હોસ્પિટલ, સોલા સિવિલ, એસવીપી હોસ્પિટલ, યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ-સિવિલ, કીડની હોસ્પિટલ-સિવિલમાં જગ્યાઓ પણ ઉપલબ્ધ ન હતી, તેમ છતાં રાજ્ય સરકાર સાચા આંકડાઓ બહાર પાડીને નાગરીકોમાં જાગૃતતા લાવવાને બદલે ખાનગી હોસ્પિટલો અને હોમ આઈસોલેશનમાં રહેલા કોરોના દર્દીઓના આંકડાઓ છુપાવ્યા છે, તે સાબિત થાય છે, તેવું કોંગ્રેસના સભ્યોએ જણાવ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top