Vadodara

બ્રિજ નીચે સર્વિસ રોડના કાર્પેટીંગની કામગીરી શરૂ

વડોદરા: વડોદરા શહેરમાં વિધાનસભાની ચૂંટણી ટાણે અનેક વિકાસ કામોને વેગ આપવામાં આવી રહ્યો છે તેવી જ રીતે નિર્માણધિન ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના ફ્લાય ઓવરબ્રિજની કામગીરી પણ તે જ ગતિએ કરવામાં આવી રહી છે.
વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ અર્થે ગેંડા સર્કલ થી મનીષા ચોકડી સુધીનો 3:30 કિલોમીટર લાંબો સૌથી મોટો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે આ કામગીરી છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી છે અને છેલ્લા દસ મહિનાની અંદર તો પૂર ઝડપે કામગીરી હાથ પર લેવાય છે. અને જલ્દીથી નગરજનોને આ બ્રિજની સુવિધા મળી રહે તે દિશામાં પાલિકા તંત્ર એ કામગીરી શરૂ કરી છે.

મહત્વની બાબતે છે કે ફતેગંથી અક્ષર ચોક તરફ જતા વાહન ચાલકોને ફતેગંજ ફ્લાવર બ્રિજ શાસ્ત્રી રેલવે ફ્લાવર બાદ હવે ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી આ ત્રીજા બ્રિજની ભેટ મળવા જઈ રહી છે. જોકે ઝડપભેર આ કામગીરી કરવામાં આવતા વેધક સવાલો પણ ઉઠ્યા હતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજવાનું હોય અને ક્યાંક ને ક્યાંક મતદારોમાં પાલિકા તંત્રની અગાઉ કરેલી કામગીરીને પગલે રોષ ફેલાયેલો હોય જે ચૂંટણીના પરિણામમાં ન ઉતરે તેને ખાસ ધ્યાનમાં રાખીને તંત્રએ આ બ્રિજ બનાવવાની કામગીરીની સાથે સાથે શહેરના ચારે ઝોનમાં વિવિધ વિકાસના કામો ઝડપભેર પૂર્ણ કરવા તજવીજ હાથધરી હોવાની ચર્ચાઓ પણ વહેતી થઈ હતી. ચૂંટણીના માહોલ ટાણે થોડા દિવસ પૂર્વે મેયરે આ બ્રિજની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને 15 દિવસથી 20 દિવસની અંદર આ બ્રિજનું કામ પૂર્ણ થઈ જશે, 20 દિવસ પછી બ્રિજ નીચેના સર્વિસ રોડનું કાર્પેટિંગ ચાલુ કરી દેવામાં આવશે અને નગરજનોને ખૂબ ઝડપથી આ બ્રિજ મળશે તેમ જણાવ્યું હતું.હાલ તો બ્રિજની નીચે સર્વિસ રોડના કાર્પેટીંગ ની કામગીરી શરૂ કરી દેવામાં આવી ગઈ છે.

Most Popular

To Top