SURAT

દિવાળી સામે 43 ટ્રેનો રદ કરી રેલવેએ મુસાફરોની મુશ્કેલી વધારી

સુરત(Surat): મુંબઈમાં (Mumbai) ખાર-ગોરેગાંવ રેલવે સ્ટેશન વચ્ચે છટ્ઠી લાઈનના નિર્માણ માટે પશ્ચિમ રેલવેએ (Western Railway) આગામી તા. 26 ઓક્ટોબરથી 7-નવેમ્બર 2023 સુધી મેગા બ્લોક (MegaBlock) કરવાનો નિર્ણય લીધો છે. તેના કારણે આ સમયગાળા દરમિયાન અલગ-અલગ દિવસે 43 એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે. ઉપરાંત 188 ટ્રેન આંશિક રદ્દ રહેશે. હંમેશાની માફક ફેસ્ટિવલ સિઝનમાં જ રેલવેએ બ્લોક લઈને અક્કલનું પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને મધ્યમવર્ગના નાગરિકોનો આ બ્લોકના કારણે ભારે મરો થવાનો છે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રેલવે વેકેશન સિઝનમાં જ મેગા બ્લોક લેતું હોય છે. તેના કારણે પેસેન્જરોને ભારે હાલાકીનો ભાગ બનવું પડે. આ વખતે પણ દિવાળી પહેલા મેગા બ્લોક લીધો છે. પેસેન્જરોએ ચાર-ચાર મહિના પહેલા બુકિંગ કરી લીધું હોય છે જેથી તેઓ સરળતાથી પ્રવાસ કરી શકે ત્યારે રેલવે અચાનક બ્લોક જાહેર કરીને ટ્રેનો રદ્દ કરી દે છે.

કઈ- કઈ એક્સપ્રેસ ટ્રેન ક્યારે રદ કરવામાં આવી છે

  • તા. 3 નવેમ્બરે 04714 બાંદ્રા-બિકાનેર સ્પેશિયલ એક્સપ્રેસ,
  • તા. 27,31 ઓક્ટોબર અને 4 નવેમ્બરના રોજ ટ્રેન નંબર 12936 સુરત-બાંદ્રા ઇન્ટરસિટી એક્સપ્રેસ,
  • તા. 28 ઓક્ટોબર અને 4 નવેમ્બરના રોજ ટ્રેન નંબર 02133 બાંદ્રા-જબલપુર એક્સપ્રેસ,
  • તા. 4 નવેમ્બરના રોજ ટ્રેન નંબર 05054 બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસ
  • તા. 28 ઓક્ટોબર અને 1-5 નવેમ્બરના રોજ ટ્રેન નંબર 12935 બાંદ્રા-સુરત ઇન્ટરસિટી એક્સપ્રેસ
  • તા. 27 ઓક્ટોબર અને 3 નવેમ્બરના રોજ ટ્રેન નંબર 02134 જલબરપુર-બાંદ્રા એક્સપ્રેસ
  • તા. 27 ઓક્ટોબરના રોજ ટ્રેન નંબર 05053 ગોરખપુર-બાંદ્રા એક્સપ્રેસ
  • તા. 5 નવેમ્બરના રોજ ટ્રેન નંબર 04712 બાંદ્રા-બીકાનેર એક્સપ્રેસ
  • તા. 29 ઓક્ટોબરના રોજ ટ્રેન નંબર ટ્રેન નંબર 19003 બાંદ્રા ભુસાવલ અને ટ્રેન નંબર 19004 ભુસાવલ-બોરીવલી એક્સપ્રેસ
  • તા. 4 નવેમ્બર 2023 ટ્રેન નંબર 04711 બીકાનેર-બાંદ્રા એક્સપ્રેસ
  • તા. 31 ઓક્ટોબરના રોડ ટ્રેન નંબર 09051 મુંબઈ-ભુસાવલ એક્સપ્રેસ
  • તા. 1 નવેમ્બરના રોજ ટ્રે નંબર 09052 ભુસાવલ-મુંબઈ એક્સપ્રેસ
  • તા. 3 અને 4 નવેમ્બરના રોજ ટ્રેન નંબર 09159 બાંદ્રા-વાપી પેસેન્જર રદ્દ રહેશે.
  • તા. 3 નવેમ્બરના રોજ ટ્રેન નંબર 12247 બાંદ્રા-હ. નિઝામુદ્દીન એક્સપ્રેસ, ટ્રેન નંબર 09037 બાંદ્રા-બારમેર એક્સપ્રેસ, ટ્રેન નંબર 22903 બાંદ્રા-ભુજ એક્સપ્રેસ, ટ્રેન નંબર 22965 બાંદ્રા-ભગત કી કોઠી એક્સપ્રેસ
  • તા. 3 અને 5 નવેમ્બરે ટ્રેન નંબર 09144 વાપી-વિરાર પેસેન્જર
  • તા. 4 નવેમ્બરના રોજ ટ્રેન નંબર 22923 બાંદ્રા-જામનગર એક્સપ્રેસ
  • તા. 5 નવેમ્બરના રોજ ટ્રેન નંબર 12216 બાંદ્રા-દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસ, ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા એક્સપ્રેસ, ટ્રેન નંબર 22913 બાંદ્રા- સહરસા એક્સપ્રેસ, ટ્રેન નંબર 12907 બાંદ્રા-હ.નિઝામુદ્દીન, ટ્રેન નંબર 22955 બાંદ્રા-ભુજ એક્સપ્રેસ
  • તા. 4 નવેમ્બરના રોજ ટ્રેન નંબર 22904 ભુજ-બાંદ્રા એક્સપ્રેસ, ટ્રેન નંબર 12215 દિલ્હી સરાઈ રોહિલા-બાંદ્રા એક્સપ્રેસ, ટ્રેન નંબર 09038 બારમેર-બાંદ્રા એક્સપ્રેસ, ટ્રેન નંબર 12248 હ.નિઝામુ્દદીન બાંદ્રા એક્સપ્રેસ, ટ્રેન નંબર 22990 મહુવા-બાંદ્રા એક્સપ્રેસ, ટ્રેન નંબર 22956 ભુજ-બાંદ્રા એક્સપ્રેસ, ટ્રેન નંબર 22966 ભગત કી કોઠી-બાંદ્રા એક્સપ્રેસ
  • તા. 6 નવેમ્બરના રોજ ટ્રેન નંબર 12908 હ.નિઝામુદ્દીન-બાંદ્રા એક્સપ્રેસ
  • તા. 7 નવેમ્બરના રોજ ટ્રેન નંબર 22914 સહરસા-બાંદ્રા એક્સપ્રેસ
  • તા. 3 નવેમ્બરના રોજ ટ્રેન નંબર 22989 બાંદ્રા-મહુવા એક્સપ્રેસ રદ્દે રહેશે. ઉપરાંત 188 ટ્રેનો આંશિક રદ્દ રહેશે.

Most Popular

To Top