SURAT

સ્પામાં પોલીસ રેઈડ કરતી હોય સુરતમાં લંપટો હવે આવી જગ્યાઓ પર લલના સાથે મજા કરવા લાગ્યા

સુરત : સ્પામાં પોલીસની ભીંસ વધતા હવે લલનાઓએ હોટલોને અડ્ડા બનાવી દીધા હોય એવું લાગી રહ્યું છે. પોલીસે અલથાણની હોટલ પેસિફિકમાં રેડ કરી બે યુવકો અને એક યુવતીને ઝડપી લેતા ચર્ચાનો વિષય બન્યો છે. ગેરકાયદે પ્રવૃતિ કરતા ઝડપાયેલા યુવક-યુવતીઓ ની હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

IUCAW, AHTU અને મિસિંગ સેલ દ્વારા ઓયો હોટલોમાં ગોરખધંધા માટે જ ચાલતી હોવાનું સામે આવ્યા બાદ હવે અલથાણની હોટલ પેસિફિક સામે પણ ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે. ઇન્વેસ્ટ્રીગેટિવ યુનિટ ફોર ક્રાઇમ અગેન્સ્ટ વુમનના ઇન્ચાર્જ એસીપી શ્વેતા ડેનિયલની આગેવાનીમાં સમગ્ર રેડ કરાઈ હતી. હાલ ત્રણેય યુવક યુવતીઓને પૂછપરછ માટે AHTU ખાતે લઈ જવામાં આવ્યાં છે. હોટલ પેસિફિકમાંથી મોટાં ભાગના દસ્તાવેજો પણ કબ્જે કરાયા છે. જેની હવે તપાસ કરવામાં આવશે.

Most Popular

To Top