Vadodara

દંપતિ પાસેથી નાણાં લઈ દસ્તાવેજ ન કરી આપી બિલ્ડર દ્વારા છેતરપિંડી આચરાઈ

વડોદરા : હરણી વિસ્તારમાં રહેતા દંપતી દ્વારા બુકિંગ પેટે સહિતના ફ્લેટના 35.82 લાખ ચકવાઇ ગયા હોવા છતાં અપૂર્વ પટેલ દસ્તાવેજ કરી આપતો ન હતો. દંપતીએ ચુકવેલા રૂપિયા પરત આપવા માંગણી કરવા છતાં આપતો નથી. જેથી શ્રી સિદ્ધિ વિનાયક ડેવલોપર્સ નામની ભાગીદારી પેઢીના મહાઠગ બિલ્ડર અપૂર્વ પટેલ વિરૂદ્ધ વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.

શહેરના હરણી વિસ્તારમાં ગદા સર્કલ પાસે આવેલા કાન્હા સ્કાય લાઇનમાં રહેતા  ભાવિન અનિલકુમાર પાલેજવાલા તથા તેમના પત્ની દીવ્યાના નામ પર અક્ષરચોક ખાતે આવેલી મેપલ વિસ્ટા સાઈટમાં  એ/401 નંબરનો  ફ્લેટ બુકીંગ કરાવ્યો હતો. જેના વર્તાષ 2019થી 2021 દરમિયાન 3 લાખ તેમની અંકલેશ્વર શાખાના એકાઉન્ટ  તથા 22.82 લાખ તથા તેમની પત્નીના બેંકના 10 લાખ  તથા પત્નીના સુંક્ત ખાતામાંથી હોમ લોનના મળીને  35.82 લાખ ફ્લેટ ખરીદ કરવાના બદલામાં ચૂકવી દીધા હતા.ફ્લેટની પૂરેપુરી રકમ ચુકવી દીધી હોય બિલ્ડર અપૂર્વ પટેલ ફ્લેટનો વેચાણ અંગેનો રજીસ્ટર બાનાખત કરાર  કરી આપ્યા બાદ વેચાણ દસ્તાવેજ કરી આપવાનો વિશ્વાસ આપ્યો હતો.

પરંતુ છેલ્લા ઘણા સમયથી ખોટા-ખોટા વાયદાઓ કરી વેચાણ દસ્તાવેજ કરી આપતો નથી. દસ્તાવેજ ન કરી આપવા હોય તો રૂપિયા પરત આપો તેમ કહેવા છતાં તેમના રૂપિયા પણ પરત આપતો નથી. જેથી બિલ્ડર અપૂર્વ દિનેશ પટેલ સામે સામે  છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઠગ બિલ્ડર અપુર્વ પટેલ દ્વારા ભુતકાળમાં અનેક લોકોને છેતરવામાં આવ્યા છે. લોકો પાસેથી નાણાં પડાવી દસ્તાવેજ ન કરાવી મોટી રકમની ઉચાપત આ ઠગ બિલ્ડર કરી નાૈ દો ગ્યારાહ થઈ જતો હતો. આ બિલ્ડર સામે ભુતકાળમાં અનેક ફરિયાદો નોંધાવાઈ છે. છતાં આ બિલ્ડર બેફામ બન્યો છે. અને ગ્રાહકોને બિન્દાસ્ત રીતે છેતરી રહ્યો છે.

Most Popular

To Top