Entertainment

આશિષ વિદ્યાર્થીના બીજા લગ્નથી પહેલી પત્નીને લાગ્યો આંચકો! સોશિયલ મીડિયા પર દિલની વાત શેર કરી

નવી દિલ્હી: બોલિવૂડના (Bollywood) દમદાર એકટર આશીષ વિદ્યાર્થીએ ગુરુવારે એક પોસ્ટ (Post) દ્વારા સૌને ચોંકાવી દીધા હતા. 60 વર્ષની ઉંમરે તેમણે બીજા લગ્નની (Marriage) તસ્વીરો શેર કરી હતી. આ પોસ્ટ જોતાની સાથે સૌ ચોંકી ગયા હતા. પહેલી પત્ની પીલુ વિદ્યાર્થી (રાજોશી) સાથે આશીષના ડિવોર્સની વાત પણ ચાલી રહી હોય તેવું સામે ન હતું આવ્યું આ ઉપરાંત આ પોસ્ટ પછી તેની પ્રથમ પત્નીએ પણ એક પોસ્ટ શેર કરી હતી જેનાં પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેને પણ આધાત લાગ્યો છે. તેની પ્રથમ પત્નીએ પણ એક પોસ્ટ શેર કરી પોતાના મનની વાત કહી છે.

પીલુ વિદ્યાર્થીએ કહ્યું કે તેનું જીવન વેરવિખેર થઈ ગયું છે. તેણે ઈંસ્ટાગ્રામ પર એક ક્રિપ્ટિક દ્વારા પોતાના મનની વાત કહી છે. તેણે કહ્યું કે આશીષે મને ધોકો આપ્યો છે. તેણે લખ્યું કે સાચી વ્યકિત તમને એ સવાલ ન પૂછશે કે તમે એમના માટે કેટલા જરૂરી છો. માણસ એ કયારેય ન કરશે જો એને ખબર હોય કે તેમ કરવાથી સામે વાળી વ્યકિતને તકલીફ થશે. આ પરછી અંદાજો લગાવી શકાય છે કે પીલુ પોતાને સંભાળવાની કોશિશ કરી રહી છે. અને પોતાના પતિના આ લગ્નથી તે પોતે પણ આધાતમાં છે.

અન્ય એક પોસ્ટમાં પીલુએ લખ્યું છે કે બની શકે છે કે વધારે વિચાર કરવું અને શક કરવું હવે તમારા મગજમાંથી નીકળી ગયું હોય. આ પણ શક્ય છે કે કલેરિટિએ કન્ફયુઝનની જગ્યા લઈ લીધી હોય. શાંતિ અને ધીરજથી તમે તમારું જીવન શાંતિમય વ્યતિત કરો. હવે સમય આવી ગયો છે કે તમને આર્શીવાદ મળે અને તમે આના લાયક છો.

જણાવી દઈએ કે આશિષ અને પીલુ ઉર્ફે રાજોશીના લગ્નને ધણાં વર્ષો થયા છે તેઓનો એક 23 વર્ષનો અર્થ નામનો પુત્ર પણ છે. ત્યારે આ ઉંમરે આશીષે બીજા લગ્ન કર્યા છે. તેઓની બીજી પત્ની બિઝનેસવુમન છે. તે મૂળ ગુવાહાટીની છે પણ તેનો બિઝનેસ કોલકત્તામાં છે.

Most Popular

To Top