Gujarat

ભારતમાં બ્લેક ફંગસનો ભરડો: દેશના કુલ 8848 કેસમાંથી માત્ર ગુજરાતમાં 2 હજારથી વધુ કેસ

દેશમાં કોરોના ( corona) રોગચાળાની બીજી લહેર વચ્ચે હવે બ્લેક ફંગસ ( black fungus) એટલે કે મ્યુકોરમાયકોસિસ ( mucormycosis )નો પ્રકોપ વધી રહ્યો છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને મહારાષ્ટ્ર સહિત 10 રાજ્યોમાં અત્યાર સુધીમાં 7,558 થી વધુ કેસ નોંધાયા છે. એકલા ગુજરાતમાં મહત્તમ 2281 કેસ નોંધાયા છે. ગુજરાતમાં સફેદ ફૂગ ( white fungus) ના પણ બે કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાત આ બીમારીમાં દેશમાં પ્રથમ નંબરે આવી ગયું છે. જેને લઈને તંત્રની ઉંઘ હરામ થઈ છે.

દેશના 10 રાજ્યોમાં બ્લેક ફંગસનું જોખમ વધી રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ 2281 હજાર કેસ છે. ગુજરાત પછી મહારાષ્ટ્રમાં 1500 કેસ થયા છે. અહીં 90 દર્દીઓ પણ મૃત્યુ પામ્યા છે. તેના 111 દર્દીઓ મુંબઇની વિવિધ હોસ્પિટલોમાં દાખલ છે. આ ચેપને કારણે ઘણા દર્દીઓની આંખ પણ કાઢવી પડી છે . આ રોગને કારણે રાજસ્થાનમાં 400 દર્દીઓ, હરિયાણામાં 276, બિહારમાં 117, યુપીમાં 154, ઝારખંડમાં 16 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

અમદાવાદના કોરોનાના 15 વર્ષીય કિશોરોમાં મ્યુકોરમાયકોસિસ ચેપ લાગ્યો હતો. 4 કલાક ચાલેલા ઓપરેશન પછી કિશોર ચેપ મુક્ત થયો હતો. ડો. અભિષેક બંસલે જણાવ્યું હતું કે રાજ્યના કિશોરમાં મ્યુકોર માયકોસિસનો આ પહેલો કેસ છે. ઓપરેશનમાં તેના સાઇનસ અને જમણી બાજુના દાંત કાઢવા પડ્યા હતા.

ગુજરાતમાં બ્લેક ફંગસના દર્દીઓની સંખ્યા સૌથી વધુ પ્રાપ્ત થયા પછી, તેની સારવારમાં વપરાતા ઇન્જેક્શન એમ્ફોટોરિસિન-બી અગાઉ 2900 થી 3300 રૂપિયામાં વેચાઇ રહ્યા હતા. માંગ વધી છે ત્યારે કંપનીઓએ એમઆરપીમાં વધારો કર્યો છે. હવે સરકારે ઈંજેક્શન ( injection) દીઠ 4563 થી 5950 રૂપિયા ચૂકવવા પડશે. હવે તમારે ઇન્જેક્શન દીઠ 2000 રૂપિયા વધુ ચૂકવવા પડશે.

નવી દિલ્હીના એઈમ્સ ( aiims) ના ડિરેક્ટર ડો રણદીપ ગુલેરિયાએ કહ્યું કે જો કોઈ લાંબા સમયથી સ્ટીરોઈડ લેતો હોય તો ડાયાબિટીઝ જેવી સમસ્યા આવી શકે છે. ત્યાં ફંગલ ઇન્ફેક્શનનું જોખમ વધ્યું છે. આ કિસ્સામાં, મ્યુકસમાયકોસિસ થવું સામાન્ય છે. એસ્પરગિલોસિસ ચેપ પણ થઈ શકે છે. જો સ્ટેરોઇડ્સ લેતા હો, તો બ્લડ સુગર ( blood sugar) ની તપાસ કરતા રહેવાની પણ સલાહ આપવામાં આવી છે.

રસાયણ અને ખાતર પ્રધાન સદાનંદ ગૌડાએ અસરગ્રસ્ત રાજ્યોને ફાળવવામાં આવેલી શીશીઓની સંખ્યાના વર્ણન સાથે ટ્વીટ કર્યું છે કે “વિવિધ રાજ્યોમાં કાળા ફૂગના વધતા જતા કેસોની વિગતવાર સમીક્ષા કર્યા પછી આજે તમામ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશને એમ્ફોટોરિસિન-બી કુલ 23,680 વધારાની શીશીઓ ફાળવવામાં આવી છે. આ ફાળવણી કુલ દર્દીઓની સંખ્યાના આધારે કરવામાં આવી છે.

Most Popular

To Top