Dakshin Gujarat

ઉચ્છલમાં બર્ડફૂ્લુ: પોલ્ટ્રી ફાર્મના પાંચ કિલોમીટર ત્રિજ્યાવાળા વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરાયો

સુરત: (Surat) તાપી જિલ્લાના ઉચ્છલના નેશનલ પોલ્ટ્રી ફાર્મમાં બર્ડફૂ્લુને લઈને ગાંધીનગરથી આરોગ્ય વિભાગના (Health Department) રોગચાળા નિયંત્રણ અધિકારી સહિતની ટીમે પોલ્ટ્રી ફાર્મની વિઝીટ કરીને મરઘાનો નાશ કરવાની કામગીરી હાથ ધરી હતી. ગતરોજ તાપી જિલ્લાના મહારાષ્ટ્રને અડીને આવેલા ઉચ્છલના નેશનલ પોલ્ટ્રી ફાર્મમાં 6થી વધુ મરઘાંમાં બર્ડફૂ્લુંના (Bird Flue) લક્ષણો જોવા મળ્યા હતા અને તેનો રિપોર્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવતા તાપી જિલ્લાનું પશુપાલન વિભાગ દોડતું થઈ ગયું હતું.

ગતરોજથી જ નેશનલ પોલ્ટ્રી ફાર્મ ખાતે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો અને એ પોલ્ટ્રી ફાર્મને સિલ કરી દેવામાં આવ્યું હતું. તાપી જિલ્લા અધિક કલેક્ટરે આ અંગે એક જાહેરનામું પણ મોડી સાંજે પાડ્યું હતું. જેમાં પોલ્ટ્રી ફાર્મના પાંચ કિલોમીટરની અંદર આવતા ત્રિજ્યાવાળા વિસ્તારને પ્રતિબધિત વિસ્તાર તરીકે જાહેર કરી દેવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે 6થી વધુ મરઘાંના બર્ડફૂ્લુંના રિપોર્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર કામે લાગ્યું છે.

ગત દિવસોમાં મહારાષ્ટ્રના નવાપુરમાં આવેલા પોલ્ટ્રી ફાર્મમાં મરઘાંમાં બર્ડફૂ્લુંના લક્ષણો જોવા મળ્યા હતા. જેને લઈને તાપી જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા પણ નવાપુરને અડીને આવેલા ઉચ્છલના પોલ્ટ્રી ફાર્મના મરઘાંના સેમ્પલ લઈને ભોપાલ ખાતે લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં ઉચ્છલના નેશનલ પોલ્ટ્રી ફાર્મના 6 મરઘાંઓમાં બર્ડફૂ્લુંનો રિપોર્ટ પોઝિટિવ આવતા તાપી જિલ્લાનું આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગ તાબડતોડ દોડતું થઈ ગયું હતું.

તાપી જિલ્લાના પશુપાલન અધિકારીઓએ આ અંગે ગાંધીનગર ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા આજે ગાંધીનગરના રોગચાળા નિયંત્રણના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને આજે ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીની ટીમે આવીને પોલ્ટ્રી ફાર્મની વિઝીટ કરીને તેમાં રહેલા 17 હજાર મરઘા અને 48 હજાર ઇંડાં તેમજ 24 હજાર કિલો ફીડના કિલીંગ કરવાની કામગીરી હાથ ધરી હતી. તો બીજી તરફ પોલ્ટ્રી ફાર્મના માલિકને સરકારના ધારાધોરણ મુજબ વળતર ચૂકવામાં આવશે.

દક્ષિણ ગુજરાતની 17 ટીમની મરઘાં ફાર્મમાં તપાસ
તાપી, સુરત, વલસાડ, બરોડા, ડાંગ જિલ્લામાંથી પશુ ડોકટર, પશુધન નિરીક્ષક, મદદનીશ પશુપાલન અધિકારી સહિતની 17 ટીમ મરઘાં ફાર્મ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. ફીનો બાર્બીટોન નામની દવા મરઘાંઓને પાણીમાં આપીને મૂર્છિત કરીને કોથળામાં ભરી આશરે 17 હજાર મરઘાંઓ, 48 હજાર ઈંડા, 24 હજાર કિલો ફીડનો નાશ કરાશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top