Entertainment

મિસ ઈન્ડિયા પછી પણ કામ મળતું નથી, પિતા આજે પણ રિક્ષા ચલાવે છે, બીગ બોસમાં માન્યતાનું દર્દ છલકાયું

મુંબઈ: ટીવીનો (TV) સૌથી મોટો અને હિટ રિયાલિટી શો બીગ બોસની (Big Boss) ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. સલમાન ખાને સ્પર્ધકોનું ભવ્ય અંદાજમાં સ્વાગત (Welcome) કર્યું હતું. આ વખતે બ્યુટી ક્વીન માન્યા સિંહે પણ બિગ બોસના ઘરમાં એન્ટ્રી (Entry) લીધી છે. માન્યતા શોમાં પોતાના સપના (Dream) સાકાર કરવા આવી છે. તેમણે કહ્યું કે જો કોઈ પણ કામ ઈમાનદારી અને મહેનતથી કરવામાં આવે તો તે ચોક્કસપણે પૂર્ણ થાય છે. શોમાં એન્ટ્રી સાથે મિસ ઈન્ડિયા રનર અપ માન્યા સિંહે ફેન્સને જણાવ્યું કે તેણે તેના જીવનમાં કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. માન્યાએ કહ્યું કે લોકો વિચારે છે કે મિસ ઈન્ડિયા બન્યા પછી જીવન બદલાઈ જાય છે. ઘણા પૈસા મળે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે મિસ ઈન્ડિયા રનર અપ બન્યા બાદ પણ તેને કોઈ કામ મળ્યું નથી. 2 વર્ષના લાંબા અંતર પછી તેને એક કોમર્શિયલ પ્લેટફોર્મ મળ્યું છે.

લોકો માન્યાના કોમ્પ્લેક્શન પર કોમેન્ટ કરતા હતા, માન્યાએ જણાવ્યું કે લોકો તેના ડાર્ક કોમ્પ્લેક્શન પર કોમેન્ટ કરતા હતા. માન્યાએ એ પણ જણાવ્યું કે તે મિસ ઈન્ડિયા રનર અપ બન્યા પછી પણ તેના પિતા ઓટો રિક્ષા ચલાવે છે. તે પોતે તેના પિતાની ઓટોમાં મુસાફરી કરે છે, જેથી તે પૈસા બચાવી શકે. તેની માતા વિશે વાત કરતા માન્યાએ કહ્યું કે તેની માતા હજુ પણ લોકલ ટ્રેનમાં જ મુસાફરી કરે છે.

માન્યાની સ્ટોરી સાંભળીને સલમાન ખાનખૂબ પ્રભાવિત થયો હતો, માન્યા પણ સલમાનને પોતાની સ્ટ્રગલિંગ સ્ટોરી સંભળાવતી વખતે થોડી ઈમોશનલ થઈ ગઈ હતી. તેણે કહ્યું કે તે રોજ વર્સોવા જતી અને ઓડિશન આપતી, તેણે ક્યારેય હાર માની નહીં. તે જીવનમાં આગળ વધવા માંગે છે. માન્યતાએ કહ્યું કે હવે તે આ શોમાં છે તે પૈસા કમાવા માંગે છે. માન્યાની સ્ટ્રગલ સ્ટોરી સાંભળીને સલમાન પણ તેનાથી ઘણો પ્રભાવિત દેખાયો હતો. સલમાને કહ્યું કે આ શો પછી તેને બધું જ મળશે. માન્યા બિગ બોસમાં ગ્લેમર ઉમેરશે, માન્યતા સિંહ એક ઓટો ડ્રાઈવરની દીકરી છે. તે ઉત્તર પ્રદેશની વતની છે. માન્યતા વાસ્તવિક જીવનમાં કેવી છે, તે બિગ બોસમાં દુનિયાને જોવા મળશે. મુશ્કેલીઓમાંથી બહાર આવીને ફેમિના મિસ ઈન્ડિયાનો તાજ જીત્યા બાદ શું માન્યા હવે બિગ બોસના ઘરમાં રાજ કરી શકશે, તે જોવાની લોકોમાં આતુરતા છે. માન્યતાની એન્ટ્રીથી એ ચોક્કસ છે કે શોમાં પોતાની મજબૂત વ્યક્તિત્વ બતાવવાની સાથે માન્યતા બિગ બોસમાં ગ્લેમર પણ ઉમેરશે.

Most Popular

To Top