Dakshin Gujarat

ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે નર્સીગ સ્ટાફનું વિરોધ પ્રદર્શન

ભરૂચ: (Bharuch) ભરૂચ સિવિલ હોસ્પીટલ નર્સિંગ સ્ટાફ (Nursing Staff) દ્વારા નર્સિંગ ડે ના દિવસે જ કાળી પટ્ટી ધારણ કરી તેઓના વિવિધ પડતર પ્રશ્નો પૂર્ણ કરવાની માંગ સાથે વિરોધ (Protest) નોંધાવવામાં આવ્યો હતો. ભરૂચ સહિત સમગ્ર રાજ્યનો તબીબી સ્ટાફ પગાર વધારા, ભરતી, સહિતની વિવિધ પડતર માંગણીઓના મુદ્દે આંદોલનના માર્ગે છે ત્યારે 12 મી મેંના નર્સીગ ડે નિમિતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નર્સીગ સ્ટાફ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઇને પ્લે કાર્ડ સાથે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધવવામાં આવ્યો હતો.

૧૨ મે’ના રોજ ઇન્ટરનેશનલ નર્સ ડે નિમિત્તે સિવિલ હોસ્પિટલના સ્ટાફે વિરોધ વ્યક્ત કર્યો જેમાં નર્સોના પ્રતિનિધિ તરીકે યુનાઈટેડ નેશન ફોર્મ થકી નર્સ દિવસે સરકારને અમુક માંગણીઓ કરવામાં આવી છે જેમાં દરેકને હાલની પરિસ્થિતને ધ્યાનમાં લઈને સમાન વેતન, સેન્ટ્રલ લેવલના ધોરણે વળતર મળી રહે સાથે નર્સીંગ એલાઉન્સ સેન્ટ્રલ સ્ટાફને નર્સોને જેમ 12 અને 24 ગ્રેડ આપવામાં આવે અને જયારે ઉચ્ચતર ધોરણે શિક્ષકોને 10,20 અને 30 ગ્રેડ આપવામાં આવે છે તેમ નર્સોને પણ સમાન બરાબરના હક મળે તેવી માંગણીઓ કરી હતી. આગળ ઘણીવાર આ બાબતે સરકારને રજુઆત કરવામાં આવી છે પરંતુ સરકારે આ અંગે કોઈ પગલું ભર્યું નથી. આજથી 17 મે સુધી ગુજરાતની દરેક નર્સો કાળી પટ્ટી ધારણ કરીને દર્દીઓને કોઈ પણ જાતનું નુકસાન અને હેરાનગતિ કર્યા વગર કામ ચાલુ રાખશે પરંતુ સરકાર ઊંઘ નહી ઉડાવે તો 18 મી મે થી નર્સિંગના ગવર્મેન્ટ ગ્રુપના હોદ્દેદારોના કહેવા મુજબ કોરોનાના કપરા સમયગાળા બાદ કામથી અડગા રહીને એક દિવસીય પ્રતીક હડતાળ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

Most Popular

To Top