Dakshin Gujarat

ભરૂચ: ટ્રક-કાર વચ્ચે ગંભીર અકસ્માત, નોકરીથી પરત ફરતા એક જ ફળિયાના ચાર યુવકોને ટ્રકે કચડી નાંખ્યા

ભરૂચ: (Bharuch) ભરૂચના કેલોદ નજીક હાઈવા ટ્રક (Truck) અને કાર (Car) વચ્ચે ગમખ્વાર ગોઝારો અકસ્માત (Accident) સર્જાતા ચાર યુવકોના ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યા હતા. આમોદના સુડી ગામના એક જ ફળિયામાં રહેતા યુવાનોને અકસ્માત નડ્યો હતો. ભરૂચ નોકરી પરથી પરત ફરતા કારમાં સવાર લોકોને કેલોદ પાસે અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારમાં સવાર ચાર આશાસ્પદ યુવાનોનું સ્થળ પર જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  • ભરૂચ નજીક ટ્રક-કાર વચ્ચે ગંભીર અકસ્માત, નોકરી પરથી પરત ફરતા ચાર યુવકોને ટ્રકે કચડી નાંખ્યા
  • સૂડી ગામે ચારેય ઘરમાં એકનો એક દીકરાનો દીવડો ઓલવાતા ભારે માતમ
  • ટ્રક ચાલકે જંબુસરથી ભરૂચ રોડ સીંગલ પટ્ટી રોડ હોવાનું જાણવા છતા હાઇવા ટ્રકને રોંગ સાઇડ ઉપર હંકારી

આમોદના સુડી ગામના એક જ ફળિયાના ચાર યુવાનોના મોતને પગલે આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. ભરૂચના કેલોદ ગામ નજીક આવેલ મંદિર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાવા પામ્યો હતો. આમોદના સુડી ગામના કોળી ફળિયામાં રહેતા યુવાનો ભરૂચ નોકરી પર ગયા હતા. ભરૂચના રવિ રત્ન મોટર્સમાં અને શો રૂમમાં કામ કરતા ચારેય યુવાનો ઘરે જવા અલ્ટો કાર લઈ નીકળ્યા હતા. ત્યાંજ કેલોદ ગામની ભૂખી પાસે સામેથી આવતા હાઈવા ટ્રક-GJ-૧૬,AW-૦૦૯૩ અને અલ્ટો કાર-૧૬ GJ- DC-૭૪૦૮ વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો.

આ ગોઝારા અકસ્માતને પગલે અલ્ટો કારમાં સવાર ચાર આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતની જાણ સુડી ગામમાં થતા શોકનો માહોલ જોવા મળ્યો હતો. માહિતી અનુસાર એક જ ફળિયાના ચાર આશાસ્પદ યુવાનો અને તમામ તેમના માતા પિતાના એક જ સંતાન હોવાની માહિતી મળી છે. જેને પગલે ચારેય પરિવારના ઉપર આભ ફાટી પડયુ હતુ. બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે પોલીસે સ્થળ ઉપર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની પોલીસ ફરિયાદ ઉપર નજર કરીએ તો ટ્રક ચાલકે જંબુસરથી ભરૂચ રોડ સીંગલ પટ્ટી રોડ હોવાનું જાણવા છતા હાઇવા ટ્રકને રોંગ સાઇડ ઉપર હંકારી સામેથી આવતી અલ્ટો કાર સાથે અથડાવી ચાર આશાસ્પદ યુવાનના ભોગ લીધા હતા.

  • અકસ્માતમાં મોતને ભેટનાર યુવકો
  • (1)મુસ્તકીમ મહ્યુદ્દીન દીવાન-(ઉ.વ.૨૫ વર્ષ)
  • 2)સાકીર યુસુફ પટેલ-(ઉ.વ.૨૧ વર્ષ)
  • (3) ઓસામા રહેમાન પટેલ-(ઉ.વ.૧૯ વર્ષ)
  • (4) મહંમદ મકસુદ પટેલ-(ઉ.વ.૨૦ વર્ષ)

Most Popular

To Top