Dakshin Gujarat

ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો નિર્ણય અભરાઇએ

બીલીમોરા : અંબિકા નદી (Ambika River) કાંઠે બીલીમોરા (Belimora) નગરપાલિકાની (Municipality) કચરાની ડમ્પિંગ સાઇટના (Dumping site) કારણે નદી પ્રદુષિત સાથે ઘન કચરામાંથી ઉઠતા ધુમાડાના કારણે વાતાવરણ પ્રદુષિત થાય છે. આ કારણે પર્યાવરણ ઉપર મોટો ખતરો તોળાઇ રહ્યો છે. ત્યારે કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવે તે જરૂરી છે.બીલીમોરા નગરપાલિકા દ્વારા ટનબંધ કચરાને અંબિકા નદીના પટ સ્થિત ડમ્પિંગ સાઇટ ઉપર નાખવામાં આવે છે. વર્ષ 2005 માં નગરપાલિકાઓમાંથી નીકળતા ઘન કચરાનો (solid waste) વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો નિર્ણય લેવાયો હતો.

નિર્ણયને 16 વર્ષ વીતવા છતાં હજુ સુધી તે કામ અભરાઈ ઉપર છે
ડમ્પિંગ સાઇટ ઉપર નિયમોનો છેદ ઉડાડી આગ વડે અકુદરતી રીતે કચરાનો નિકાલ કરાઇ રહ્યો હોવાની શહેરમાં ચર્ચા જાગી છે. તેમજ અંબિકા નદી કાંઠે તેમજ અનેક ઈંટના ભઠ્ઠાઓ પણ ઈંટ પકવવા માટે કાચી ઈંટોમાં આગ લગાડી વાતાવરણ પ્રદુષિત કરે છે. તેમને પણ જાણે કોઈ નિયમ લાગુ પડતો નહીં હોય એવું લાગે છે. ડમ્પિંગ સાઈટ ઉપર કચરો સળગતા આગના ધુમાડાના કારણે આસપાસના લોકો તેમજ પૂલ ઉપરથી પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓને મુશ્કેલી પડતી હોય છે. આંખોમાં બળતરા સાથે ડમ્પિંગ સાઇટ માથાનો દુખાવો બની ગઈ છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પણ યોગ્ય કાર્યવાહી કરી પર્યાવરણને બચાવવા યોગ્ય પગલાં ભરે એ સમયની માંગ છે.

સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજ્યની પાલિકાઓમાં વાપી મોખરે, ગત વર્ષ કરતા પાછળ
વાપી : વાપી સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજ્યની પાલિકાઓમાં મોખરે રહ્યું છે. જોકે ત્રણ મહાનગરપાલિકા બાદ વાપી ચોથા ક્રમે છે. પરંતુ પાલિકાની દૃષ્ટિએ વાપી રાજ્યમાં પ્રથમ ક્રમે સ્વચ્છ સિટી તરીકે બિરાજમાન થયું છે. જોકે રેન્કમાં વાપી ગત વર્ષની સરખામણીમાં પાછળ ગયું છે. ગત વર્ષે વાપી શહેરનો રેન્ક ૭૩ હતો. જે આ વખતે ૭૭ થયો છે. પરંતુ વાપી માટે આખા રાજ્યના મહાનગર સિવાયના સિટીઓમાં પ્રથમ ક્રમ જાળવી રાખવામાં સફળતા મળી છે.કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા દેશમાં ૨૦૨૨ના સ્વચ્છતા સર્વેક્ષણમાં વાપી શહેર ૭૭માં રેન્ક પર રહ્યું છે. ગત વર્ષે વાપી શહેર ૭૩માં રેન્ક ઉપર રહ્યું હતું. આમ ગત વર્ષ કરતા રેન્કમાં વાપી ભલે પાછળ ગયું હોય પરંતુ વાપી શહેર ત્રણ મહાનગર પાલિકા બાદ પાલિકાઓમાં પ્રથમ સ્થાને રહ્યું છે. ગાંધીનગર, ભાવનગર અને જામનગર બાદ વાપી ચોથા ક્રમ જોવા મળે છે. આમ પાલિકાની દૃષ્ટિએ વાપી રાજ્યમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પહેલા ક્રમે રહ્યું છે

Most Popular

To Top