Columns

જિંદગીની ખૂબસૂરત પળો

આજે સુકૃતિ બે કારણોથી બહુ ખુશ હતી. કેમ ચાલો જાણીએ. સુકૃતિનો કોલેજમાં ભણતો દીકરો વીકી આજે થોડા મિત્રો સાથે ઘરે આવ્યો.મમ્મી સાથે બધાની ઓળખાણ કરાવી.સુકૃતિએ તેમને માટે પાસ્તા ,પીઝા અને ચીઝ ટોસ્ટ અને આઈસ ટી. નો નાસ્તો બનાવ્યો. બધાને મજા પડી ગઈ.થોડી વાર તેમની સાથે બેસી તે મને બહુ કામ છે કહીને પોતાના રૂમમાં જતી રહી અને બધા ફ્રેન્ડસને મસ્તી કરવા મોકળું મેદાન આપ્યું.વીકી અને તેના મિત્રોએ બહુ ધમાલ કરી.જતી વખતે બધા તેને આવજો કહેવા આવ્યા ત્યારે સુકૃતિએ ફરીથી આવજો અને શું ખાવું છે તે મેનુ જણાવી દેજો તેમ કહ્યું. બધા મિત્રો ગયા પછી દીકરો વીકી દોડીને આવ્યો અને મમ્મીને ભેટીને બોલ્યો, ‘ઓહ , મમ્મા આઈ લવ યુ.મારા બધા ફ્રેન્ડસ બહુ ખુશ થયા. તેમણે કહ્યું, ‘તારી મોમ તો બહુ કુલ છે એટલે કે બહુ સારી છે.રીયલી મમ્મા થેન્ક યુ, યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ.’ 

સુકૃતિ કોલેજમાં ભણતા દીકરાના આ શબ્દો સાંભળીને બહુ રાજી થઈ ગઈ. તે ગીત ગણગણતા તૈયાર થઈ રહી હતી. સાંજે તેને તેની ફ્રેન્ડ નિશા સાથે તેની દીકરીની સગાઈ માટે શોપિંગ કરવા જવાનું હતું.બધું લીસ્ટ સુકૃતિએ જ તૈયાર કર્યું હતું.નિશા અને સુકૃતિ બધું શોપિંગ કરીને તેઓ નિશાના ઘરે ગયા.ત્યાં બેસીને સુકૃતિએ બધું પ્લાનિંગ કર્યું, ગીફ્ટ પેકિંગ કરી બીજી તૈયારીઓ કરવામાં નિશાને મદદ કરી.બધું કામ પૂરું કરી તે ઘરે જવા નીકળતી હતી ત્યારે નિશાનાં કાકી-સાસુએ કહ્યું, ‘અરે નિશા, તારી ફ્રેન્ડને સગાઈમાં સપરિવાર આવવાનું આમંત્રણ આપ્યું કે નહિ.’

હજી નિશા કંઈ બોલે તે પહેલાં જ તેના પતિ બોલ્યા, ‘અરે સુકૃતિ તો ફેમીલી મેમ્બર છે. તેને આમન્ત્રણ શું આપવાનું ?’ અને નિશાનાં સાસુએ કહ્યું, ‘હા, હા, તેણે તો કામનો ભાર પરિવારના સભ્યની જેમ ઉપાડી લીધો છે.’ સુકૃતિ આ શબ્દો સાંભળીને બહુ રાજી થઈ ગઈ.તેણે રાત્રે પતિ સહજને કહ્યું, ‘સહજ, આજે હું બહુ ખુશ છું. આજે એક જ દિવસમાં મને બે વાર આનંદની ખૂબસૂરત પળ માણવા મળી.’ સહજે પૂછ્યું, ‘કેવી રીતે?’ સુકૃતિએ આખા દિવસની બધી વાત સહજને કરી અને કહ્યું, ‘જયારે તમારાં બાળકો અને ફેમીલી મેમ્બર તમને ફ્રેન્ડ માને અને તમારા ફ્રેન્ડ તમને પોતાના ફેમીલી મેમ્બર માને ત્યારે સમજવું કે તમે જે કરો છો તે સારું કરો છો અને તે તમારા જીવનની ખૂબસૂરત પળો છે. આજે મને તે બે વાર મળી. ચાલો, પરિવારજનોના મિત્ર બની અને મિત્રોના પરિવારજન બની જીવનમાં  ખૂબસૂરત પળો માણીએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top