Dakshin Gujarat

બારડોલી પોસ્ટ ઓફિસમાં ટપાલ રવાનગી માટે વિશેષ સિક્કાનો ઉપયોગ કરાયો

સોમવારના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભારતીય ટપાલ વિભાગ દ્વારા સોમવારે ટિકિટ કેન્સલેશન માટે વિશેષ સિક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. યોગની જાગૃતિ માટે આ સિક્કો સોમવારે રવાના થયેલી તમામ પોસ્ટ પર મારવામાં આવ્યો હતો. જેનો રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વર પરમારે બારડોલી હેડ પોસ્ટ ઓફિસથી પ્રારંભ કરાવ્યો હતો.

સોમવારે સાતમા વિશ્વ યોગ દિવસની દેશ ભરમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે યોગ દિવસની સાથે ભારતીય ટપાલ વિભાગ દ્વારા પણ સોમવારે અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ટપાલ વિભાગ દ્વારા બારડોલી ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વર પરમારની ઉપસ્થિતિમાં બારડોલી પોસ્ટ કચેરી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં પોસ્ટ વિભાગના અધિકારીઓ તેમજ નગરપાલિકાના પદાધિકારીઑ ઉપસ્થિત રહ્યા હતા.

સામાન્ય દિવસોમાં પોસ્ટ ઓફિસમાંથી રવાના થતી ટપાલ પર ટિકિટ રદ કરવા માટે પોસ્ટનો ગોળ સિક્કો મારવામાં આવે છે. પરંતુ આજના દિવસે પોસ્ટથી રવાના થનાર તમામ ટપાલ ઉપર યોગ અંગે જાગૃતિ અંગેનું ચિત્ર દર્શાવતો સિક્કો મારવામાં આવ્યો હતો. યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુ સાથે ભારતીય ટપાલ વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

Most Popular

To Top