Dakshin Gujarat

બારડોલીના યુવકે વાલોડની યુવતી સાથે શરીરસુખ માણ્યા બાદ ગર્ભપાતની દવા લેવા મજબૂર કરી

વ્યારા: વાલોડની (Valod) યુવતીને સુરતના (Surat) બારડોલીના (Bardoli) ભટલાવ ગામે હળપતિવાસના ૨૩ વર્ષિય પ્રિતેશ પુના રાઠોડે લગ્ન (Marriage) કરવાની લાલચ આપી તેની મરજી વિરુદ્ધ દોડકિયા રોડ ઉપર આવેલ કોઝ-વે પાસે તેમજ હવસખોરે પોતાના ઘરે બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. જેથી વાલોડની આ યુવતીને બે માસનો ગર્ભ રહી ગયો હતો. આ હવસખોરે ગર્ભપાત (Abortion medicine ) માટેની દવા પીવા તેણીને મજબૂર કરી હતી. ગર્ભપાત કરાવ્યા પછી લગ્ન કરવાની ના પાડી તેને તરછોડી દીધી હતી.

આ ઘટનાની જાણ તેણીએ પ્રિતેશની બેન પ્રિયંકા અને માતા સુરેખાબેનને પણ કરી હતી. તેની બેન અને માતાએ આ યુવતીને તું ગમતી નથી એટલે તારી સાથે પ્રિતેશનાં લગ્ન કરાવવાનાં નથી કહી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ ત્રણેય વિરુદ્ધ ભોગ બનનાર યુવતીએ વાલોડ પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.

પત્ની સાથે લફરાના વહેમમાં મિત્રને પતિએ પતાવી દીધાનું ખૂલ્યું
ભરૂચ: વાગરાના જણીયાદરા ગામે ૧૦ દિવસ પૂર્વે યુવકની હત્યાના મામલામાં પોલીસે તપાસ કરતા યુવકને ગળું દબાવી પતાવી દીધા બાદ ટ્રેક્ટરમાં લાશ લઈ જઈ કલમ ગામે નિકાલ કરાયો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

  • વાગરાના જણીયાદરામાં ગળું દબાવી યુવકને પતાવી દીધા બાદ ટ્રેક્ટરમાં લાશ લઈ જઈ કલમ ગામમાં ફેંકી દીધાનો ઘટસ્ફોટ થયો

વાગરા તાલુકામાં આડા સંબંધના વહેમમાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. ગત તા-૨૮મી જુને વાગરાના કલમ ગામની સીમમાંથી અજાણ્યા યુવાનોનો મૃતદેહ ડી-કંપોઝ હાલતમાં મળી આવ્યો હતો. આ કેસની તપાસમાં વાગરા પોલીસને મૃતક મહીસાગરના ઝનોર ગામનો જયેશ તડવી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જણીયાદરા ગામના સુરેશ ઉર્ફે દબંગ રમેશભાઈ વસાવાની પૂછપરછ કરતાં આખરે ભાંગી પડીને કબૂલાત કરી હતી કે જયેશ તડવીની કરપીણ હત્યા પોતે કરી છે. મોતને ભેટેલો જયેશ તડવી એકાદ વર્ષ અગાઉ ખેતમજૂરી કરવા આવીને તે વખતોવખત પોતાના ઘરે આવતો જતો હતો. એ વેળા તેની પતિની સાથે પ્રેમ-સંબંધ(અફેર) હોવાનો શક જતાં બંને વચ્ચે ફરી ઝઘડો થયો હતો. જેની અદાવતમાં 10 દિવસ પૂર્વે હત્યા કરી હતી. આ ગુનામાં ભરૂચ LCB પોલીસે સુરેશ વસાવાની ધરપકડ કરી હતી.

Most Popular

To Top