Dakshin Gujarat

સમગ્ર વિશ્વમાં જેની માંગ છે એ ભરૂચની હિલ્સા માછલીની આવક ઘટી

ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં નર્મદા નદીમાં (Narmada River) વધી રહેલી ખારાશને કારણે મીઠા પાણીમાં (Water) પ્રજનન માટે આવતી હિલ્સા (Hilsa) માછલીની (Fish) સંખ્યા ઘટી જતાં માછીમારો (Fish Man) મુશ્કેલીમાં મુકાયા છે. ભરૂચની નર્મદા નદીમાં ચોમાસામાં મળતી હિલ્સા માછલીની સમગ્ર વિશ્વમાં માંગ છે.

  • નર્મદા નદીમાં દરિયાના ખારા પાણીમાંથી પ્રજનન માટે આવતી હિલ્સા માછલીની સંખ્યા ઘટી

નર્મદા ડેમમાંથી પાણી નહિ છોડતા નદીમાં ખારાશ વધી જતાં માછીમારીના વ્યવસાય પર અસર પડી છે. દરિયાના ખારા પાણીમાંથી પ્રજનન માટે આવતી હિલ્સા માછલીની આવકમાં ઘટાડો થયો છે. માછીમારીના વાર્ષિક 25 કરોડ રૂપિયાના ટર્ન ઓવર સામે ત્રણ જુવાળ બાદ હજી માત્ર 2 કરોડ રૂપિયાની જ માછલીઓ પકડાઈ હોવાનું બહાર આવ્યું છે. આવક ઘટી જવાને કારણે હિલ્સાના ભાવમાં ગત વર્ષ કરતાં બમણો વધારો જોવા મળી રહ્યો છે.

એક જુવાળ દરમિયાન એક બોટમાં 500થી 600 માછલી પકડાતી હતી. ગત વર્ષે 600થી 800 રૂપિયે કિલોના ભાવે વેચાતી માછલી હાલ 1200થી 1300 રૂપિયે વેચાઇ રહી છે. દરિયાના ખારા પાણીમાં રહેતી હિલ્સા ચોમાસામાં નર્મદાના મીઠા પાણીમાં ઇંડાં મૂકવા આવે છે. નર્મદા ડેમમાંથી પાણી નહીં છોડાતાં નદી દરિયા જેવી ખારી બની જતાં માછીમારીનો વ્યવસાય પડી ભાંગવાના આરે પહોંચી ગયો છે. પાછલાં વર્ષોમાં જુવાળ દરમિયાન એક બોટમાં 500થી 600 માછલી પકડાતી હતી. હવે તેની સંખ્યા ઘટીને માત્ર 20થી 25 સુધી પહોંચી છે.

દરિયાના પાણી પ્રદૂષિત થતા તેમજ ગ્લોબલ વોર્મિંગના કારણે દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે મળતી વ્યવસાયિક 20થી વધુ માછલીની જાતો છેલ્લા ત્રણ દાયકામાં નાશ પામી છે. ક્યારેય જોવા ન મળતી ક્રોકર (ગોટિયા) માછલી હાલ નર્મદા નદીમાં જોવા મળી રહી છે. 3 જુવાળ નિષ્ફળ જતાં હવે અંતિમ બે જુવાળ પર આશા રાખી રહ્યા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતું નહીં હોવાથી માછીમારોનો વ્યવસાય પડી ભાંગ્યો છે.

બારડોલીમાં ગાજવીજ સાથે ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ, હાઇવે પર વાહન હંકારવુ મુશ્કેલ બન્યું
બારડોલી : સુરત (Surat) જિલ્લા સહિત બારડોલી (Bardoli) તાલુકામાં શુક્રવારે બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ (Rain) વરસવાનું શરૂ થયું હતું. ભારે વરસાદને પગલે શહેરના રસ્તાઓ (Road) પાણી પાણી થઈ ગયા હતા. અનેક રસ્તા પર કેડસમા પાણી ભરાઈ જતાં રસ્તા પર વાહન વ્યવહારને અસર થઈ હતી. બપોરે 2 થી 6 વાગ્યા દરમિયાન ચાર કલાકમાં બારડોલી તાલુકામાં ચાર ઇંચ વરસાદ થયો હતો.

બારડોલીમાં બપોર બાદથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જનજીવનને અસર થઈ હતી. બારડોલીથી બાબેન જતાં રોડ પર સુગર ફેક્ટરી નજીક રેલવે ગરનાળામાં ગળાડૂબ પાણી ભરાઈ જતાં એક કાર ફસાઈ ગઈ હતી. પાણીમાંથી પસાર થતાં જ કાર બંધ થઈ ગઈ હતી. સ્થાનિકોની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. નસીબજોગ કોઈ જાનહાનિ થઈ ન હતી. બારડોલીના એમ.એન.પાર્ક નજીક જ્વાળામાતા મંદિર પાસે પણ રોડ પર પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદને કારણે હાઇવે પર વાહન હંકારવું પણ મુશ્કેલ બન્યું હતું. પલસાણા અને મહુવા તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ થયો હતો. મહુવા તાલુકામાં પણ અનેક ઠેકાણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.

Most Popular

To Top