National

અયોધ્યામાં આવી ગયા રામ: ચેહરા પર દિવ્ય બાલ મુસ્કાન સાથેની રામલલાની પહેલી ઝલક સામે આવી

અયોધ્યાઃ (Ayodhya) રામલલાના (Ram Lalla) ચહેરાની સંપૂર્ણ તસવીર (Photo) સામે આવી છે. આમાં રામલલાની સંપૂર્ણ છબી સ્પષ્ટ દેખાઈ રહી છે. આ તસવીર પ્રતિમાના નિર્માણ દરમિયાન લેવામાં આવી છે. જો કે ગુરુવારે જ્યારે રામ લલ્લાને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવ્યા ત્યારે તેમની પ્રતિમાની આસપાસ કાપડની પટ્ટી વીંટાળવામાં આવી હતી અને તેમનો ચહેરો ઢાંકવામાં આવ્યો હતો. 22 જાન્યુઆરીએ આયોજિત થનારા અભિષેક સમારોહ દરમિયાન તેમના ચહેરા પરથી પટ્ટી દૂર કરવામાં આવશે.

ગર્ભગૃહમાંથી રામલલાની નવી તસવીર સામે આવી છે. જોકે તેમા તેમનો ચહેરો ઢંકાયેલા છે. પરંતુ મૂર્તિ નિર્માણ વખતે લેવાયેલી તસ્વીર ભક્તોનું મન મોહી રહી છે. તેમનું સંપૂર્ણ સ્વરૂપ આ તસવીરમાં જોઈ શકાય છે. તસવીરમાં રામલલા કપાળ પર તિલક સાથે ખૂબ જ નમ્ર મુદ્રામાં જોવા મળે છે. તસવીરમાં તેમના ચહેરા પર ભક્તોને મોહિત કરી દે તેવું સ્મિત જોઈ શકાય છે.

આ પહેલા શુક્રવારે રામ લલ્લાના અભિષેકની વિધિના ચોથા દિવસે સવારે 9 વાગ્યે અરણિ મંથન દ્વારા અગ્નિ પ્રગટ કરવામાં આવી હતી. ચોથા દિવસની ધાર્મિક વિધિઓ અગ્નિના પ્રજ્વલન સાથે શરૂ થઈ છે. શુક્રવારથી યજ્ઞમંડપમાં હવનની પ્રક્રિયા પણ શરૂ થઈ છે. વેદ મંત્રોથી યજ્ઞોપવિત કરવામાં આવશે. આ પહેલા ગણપતિ તેમજ અન્ય સ્થાપિત દેવતાઓની પૂજા કરવામાં આવી હતી. પૂજાના ક્રમમાં દ્વારપાલો દ્વારા તમામ શાખાઓના વેદ પારાયણ, દેવ પ્રબોધન, ઔષધિવાસ, કેસરાધિવાસ, ઘૃતાધિવાસ, કુંડપૂજન અને પંચભુ સંસ્કાર કરાશે.

જણાવી દઈએ કે હાલ તો રામલલાની પહેલી ઝલક દેશમાં સૌથી વધુ ચર્ચામાં છે. લોકો રામલલાની ઝલક જોઈ પોતાને કૃતજ્ઞ અનુભવ કરી રહ્યા છે. રામલલાના કપાણને સૂર્ય કિરણોથી સજાવવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદીએ જ ભગવાન રામના કપાળને સૂર્યના કિરણોથી શણગારવાનું સૂચન કર્યું હતું, કારણ કે તેઓ સૂર્યવંશી છે. પીએમનું માનવું છે કે આનાથી એક સુંદર દ્રશ્ય સર્જાશે જેનો આ વર્ષે રામ નવમી પર આનંદ માણી શકાશે.

Most Popular

To Top