Sports

WTC ફાઈનલ પછી બનશે વર્લ્ડ રેકોર્ડ, ભારત અને ઓસ્ટ્રેલિયન બંને ટીમો પાસે આ ઈતિહાસ રચવાની તક

નવી દિલ્હી: ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની (WTC) ફાઇનલ મેચ 7 જૂને રમાવા જઈ રહી છે. ભારીતય ખેલાડીઓ પણ લંડન પહોંચી ગયા છે અને પ્રેકિટસ શરૂ કરી છે. ભારતીય ટીમની નજર છઠ્ઠા ICC ટાઇટલ પર છે. આ સાથે જ કાંગારૂ ટીમ એટલે કે ઓસ્ટ્રેલિયન ટીમની નજર પણ તેમના 9માં આઈસીસી ટાઈટલ જીતવા પર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા સૌથી વધુ ICC ખિતાબ જીતનારી ટોચની બે ટીમ છે. વેસ્ટ ઈન્ડિઝે પણ ભારતની બરાબરી પર 5 આઈસીસી ટાઈટલ જીત્યા છે. ત્યારે આ વખતે WTCની ફાઈનલ મેચ જે ટીમ જીતશે તે ઈતિહાસ રચશે. WTC જીતવાની સીથે ટીમ ICCની તમામ મેન્સ ટૂર્નામેન્ટ જીતનારી પ્રથમ ટીમ બની જશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ ફાઇનલ મેચ જે પણ જીતશે તેના નામે વર્લ્ડ રેકોર્ડ નોંધાશે. બંને ટીમોએ ICC અંડર-19, T-20 અને વનડે વર્લ્ડ કપ સહિત ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી છે. બંને દેશો પાસે ICCમાં સૌથી વધુ 11-11 ટ્રોફી પણ છે. આવી સ્થિતિમાં જે ટીમ WTC ફાઇનલમાં જીતશે તે તમામ ICC ટૂર્નામેન્ટની ચેમ્પિયન બનવા ઉપરાંત વિશ્વ ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ સાબિત કરશે.

ભારત અને ઑસ્ટ્રેલિયા સિવાય પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ એવી છે જે WTC ફાઇનલમાં પહોંચી છે અને ટેસ્ટ ચૅમ્પિયનશિપ સિવાય તમામ ચાર ICC ટૂર્નામેન્ટ જીતી છે. શ્રીલંકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની વાત કરીએ તો આ ટીમે ઓછામાં ઓછી 2 ICC ટૂર્નામેન્ટના ચેમ્પિયન છે. ઇંગ્લેન્ડ પાસે 4, શ્રીલંકાની પાસે 3 જ્યારે દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ પાસે 2-2 ICC ટ્રોફી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા પાસે કેટલા ICC ટાઇટલ છે?
ભારતે પાંચ આઇસીસી ટાઇટલ જીત્યા છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ કુલ આઠ આઇસીસી ટાઇટલ જીત્યા છે. ઓસ્ટ્રેલિયાએ 1987, 1999, 2003, 2007 અને 2015 ODI વર્લ્ડ કપ, 2021 T20 વર્લ્ડ કપ તેમજ 2006 અને 2009 ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. તે જ સમયે ટીમ ઇન્ડિયાના પાંચ ICC ટાઇટલમાં 1983 અને 2011 ODI વર્લ્ડ કપ, 2007 T20 વર્લ્ડ કપ, 2002 અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફીનો સમાવેશ થાય છે. આ બંને ટીમો હવે WTC ટાઈટલથી દૂર છે. જો આમાંથી કોઈ પણ ટીમ આ ખિતાબ જીતે છે, તો તેઓ ICCના તમામ ખિતાબ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવશે. અત્યાર સુધી કોઈ ટીમે આવો રેકોર્ડ બનાવ્યો નથી.

Most Popular

To Top